________________
સંગમ અને નયસારનાં પાત્રનું આલેખન કરી ઢાલ-૨૪ પંક્તિ નંબર ૬૫ થી ૬૮માં સમજાવે છે. (૪) જૈનધર્મનો દ્વેષ કરવાથી તેમ જ તેમના મુનિની નિંદા કરવાથી શું ફળ મળે? તેનો મર્મ સમજાવવા માટે કવિએ આગમિક કથાનકના આધારે હરિકેશી મુનિ તેમ જ રાયપુણ્યાચનાં પાત્રનું આલેખન કર્યું છે. જે ઢાલ-૩૩ પંક્તિ નંબર ૭૦, ૭૧માં સમજાવે છે.
(૫) મિથ્યાત્વનો સંગ કરવાથી અર્થાત્ કુસંગ કરવાથી તેનું ફળ કેવું હોય, તે સમજાવવા કવિએ અનેક રૂપકોનાં દૃષ્ટાંતો આપ્યાં છે, તેમ જ મુંજ રાજા, મહાવત વગેરે પાત્રોનું આલેખન કર્યું છે. સાથે સાથે મિથ્યાત્ત્વ (કુસંગ) છોડી સુસંગ કરવાથી શું ફળ મળે તે રાય વિભીષણ, મહેશ દેવ વગેરે અન્ય દર્શનના પાત્રો દ્વારા દર્શાવ્યું છે. જે ઢાલ-૩૫ પંક્તિ નંબર ૮૩ થી ૯૪માં દશ્યમાન થાય છે. (૬) સત્ય અણુવ્રતનો મહિમા સમજાવવા કવિએ કાલિકાચાર્ય, સતી સીતા, રાજા યુધિષ્ઠિર તેમ જ અન્ય દર્શનના રાજા હરીશ્ચંદ્ર, શેઠ સગાળશા તેમ જ તેની પત્ની વગેરે પાત્રોનું આલેખન કર્યું છે. જેની ઢાલ-૫૦ પંક્તિ નંબર ૩૨થી ૩૫ દ્વારા પ્રતીતિ થાય છે.
(૭) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત ને સમજાવવા માટે કવિએ લોહખરો ચોર, મંડુક ચોર તેમ જ મુનિ મેતારજના પાત્રનું વર્ણન કર્યું છે. તેમ જ અન્ય શાસનના પાંચસો તાપસો કે જેમણે વ્રતનું પાલન કરવા માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કર્યા હતાં તેનું આલેખન કર્યું છે. જે ઢાલ- પર પંક્તિ નંબર ૫૯થી ૬૩ દ્વારા દર્શાવ્યું છે.
(૮) ચોથું બ્રહ્મચર્ય અણુવ્રત સમજાવવા માટે કવિએ જૈન અને અન્ય દર્શનનાં અનેક પાત્રોનું આલેખન કર્યું છે, જેમ કે ઈન્દ્ર રાજા, ચંદ્ર, બ્રહ્મા, મહેશ, રાજા રાવણ, મણિરથ રાજા, કુંડરિક મુનિ, આર્દ્રકુમાર, નંદિષેણ મુનિ, લક્ષણા સાધ્વી, ભોજ, રાજા ભરથરી વગેરે પાત્રો દ્વારા શીલભંગ થવાથી મહાન મુનિરાજોને તેમ જ રાજા મહારાજાઓને કેવાં ફળ મળે છે તે દર્શાવ્યું છે. તેમ જ શીલવંતી નારીઓ જેમ કે સતી સુભદ્રા, સતી સીતા, કલાવતી આદિ પાત્રો દ્વારા શીલનો મહિમા દર્શાવ્યો છે. જે ઢાલ-૫૫ પંક્તિ નંબર ૮૮ થી ૭, ઢાલ ૫૬ પંક્તિ નંબર ૨૭ થી ૩૮માં શબ્દસ્થ થાય છે.
(૯) કવિએ પાંચમું સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત સમજાવવા માટે નવનંદ, મમ્મણ શેઠ, સાગર શેઠ, ભરત રાજા, કનકરથ રાજા, સુભમ ચક્રવર્તી વગેરે પાત્રોનો ઉલ્લેખ કર્યો છે. જે ઢાલ-૫૯ પંક્તિ નંબર ૬૩ થી ૭૦માં તાદશ્ય થાય છે.
(૧૦) શ્રાવક ધર્મનું છઠ્ઠું દિશા પરિમાણ વ્રત સમજાવવા માટે કવિએ કાકાંધાના રાજાના પાત્રનું આલેખન કર્યું છે. જે ઢાલ - ૬૩ પંકિત નંબર ૨માં દર્શાવ્યું છે.
(૧૧) તેવી જ રીતે અનર્થ દંડ વિરમણ વ્રત સમજાવવા કવિએ નળ-દમયંતી તેમ જ પાંડવોનાં પાત્રોનું આલેખન કર્યું છે. જે ઢાલ-૭૧ પંકિત નંબર ૬૯માં તાદશ્ય થાય છે.
(૧૨) સામાયિક વ્રતના આલેખનમાં કવિએ સાગરદત્ત, કામદેવ શ્રાવક, શેઠ સુદર્શન તેમ જ ચંદ્રવ્રતસુક રાજાનાં પાત્રો દ્વારા સામાયિકનું મહત્ત્વ દર્શાવ્યું છે, તેમ જ તેનું શું ફળ મળે? તેનું આલેખન કર્યું છે. જે ઢાલ- ૭૨ પંક્તિ નંબર ૯૧ થી ૯૩માં દર્શાવ્યું છે.
આમ સમગ્ર કૃતિમાં કવિ ઋષભદાસે નાનાં મોટાં અનેક પાત્રો દ્વારા કુશળતા પૂર્વક જૈન સિદ્ધાંતોનું નિરૂપણ કરીને, પોતાની કૃતિને રસમય બનાવી વાચકને કથાશૈલી દ્વારા ઉપદેશ આપ્યો છે.
* ૧૨૧૨ >