SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ કવિનો આશય એ છે કે કથાનક દ્વારા અપાયેલ બોધ બાળ સુલભ માનસવાળા શ્રોતા સહેલાઈથી ગ્રહણ કરી શકે. આ હેતુ સિદ્ધ કરવા માટે કવિએ કથામાં આવતા વિવિધ પાત્રોનું નિરૂપણ કર્યું છે. રસ નિરૂપણ રસ એટલે ‘માસ્વાદ્ર તે સૌ ર1: ” ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ કાવ્ય નાટકની આપણા મન પર જે અસર થાય છે, તે સમજાવવા માટે આનંદને બદલે “રસ' શબ્દ પ્રયોજ્યો છે. ભરત મુનિ' આઠ રસ ગણાવે છે. જેમ કે શૃંગાર, કરુણ, હાસ્ય, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અભુત. શાંત રસનો નાટ્યશાસ્ત્રમાં પાછળથી ઉલ્લેખ જોવા મળે છે. મોટા ભાગનું મધ્યકાલીન જૈનસાહિત્ય સાધુ કવિઓ દ્વારા રચાયેલું છે. તેથી દરેક કૃતિ અંતમાં શાંત રસ એટલે કે ઉપશમમાં પરિણમે છે. કવિ ઋષભદાસ કૃત ‘વ્રતવિચાર રાસ'માં જૈનધર્મના સિદ્ધાંતો તેમ જ શ્રાવક ધર્મનું નિરૂપણ થયું છે પરંતુ આ કૃતિને રસમય બનાવવા માટે કવિએ પ્રાયઃ કરીને બધા રસોનું સુંદર આલેખન કરી તેમના કવિત્વની આગવી પ્રતિભાનાં દર્શન કરાવ્યાં છે. અંતમાં વાચક ગણને શાંત રસનો આસ્વાદ કરાવે છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસમાં કરેલા વિવિધ રસોનું આલેખન નીચે પ્રમાણે છે. (૧) અદ્ભુત રસ : કવિ ઋષભદાસે એક આખી ઢાલમાં શ્રી અરિહંતદેવના ચોત્રીસ અતિશયોનું વર્ણન કરી, વાચકજનોને “અતિશયો' દ્વારા અર્થાત્ જન સામાન્યમાં ન હોય તેવા પ્રભુના ઐશ્વર્યનું વર્ણન કરી અદ્ભુત રસમાં ભીંજવી દે છે. અને વાચક જનો વિસ્મય પામે છે. જે ઢાલ-૭ પંક્તિ નંબર ૬૧ થી ૬પમાં દર્શાવ્યું છે. (૨) વીર રસ : આ કૃતિમાં કોઈ રણ મેદાનમાં બતાવેલી વીરતાની વાતો નથી. પરંતુ કવિ ઋષભદાસે પોતાની લેખની દ્વારા ઢાલ ૧૪ અને ૧૫માં એવી વીરતાની વાતો આલેખી છે, કે જે આંતરિક શત્રુઓને જીતે તે સાચો વીર છે. આવા વીર મુનિરાજો જેવા કે ઢંઢણ મુનિ, ચિલાતી પુત્ર, દઢપ્રહારી, સનતકુમાર, ખંધકઋષિના પાંચસો શિષ્ય તેમ જ પ્રભુ મહાવીર વગેરે કે જેઓ સંયમ જીવનમાં આવતાં પરીષહોને સમભાવપૂર્વક જીતે છે. તેવા પરીષહ વિજેતા મુનિરાજોની વાતો દ્વારા વીર રસનો આસ્વાદ વાચકને કરાવે છે. જેની ઢાલ-૧૪ પંક્તિ નંબર ૨૬ થી ૩૬, ઢાલ-૧૫ પંક્તિ નંબર પર થી ૬૦માં પ્રતીતિ થાય છે. (૩) હાસ્ય રસ : કવિ ઋષભદાસ આ કૃતિમાં તાત્ત્વિક બોધ આપતાં આપતાં વચ્ચે થોડીક નીતિશાસ્ત્રની તેમ જ વ્યાવહારિક વાતો દ્વારા મૂર્ખના લક્ષણ બતાવી ‘હાસ્ય રસ'નું આલેખન કરી શ્રોતાને ગમ્મત સાથે જ્ઞાન પીરસે છે. જે ઢાલ-૨૨ પંક્તિ નંબરમાં શબ્દસ્થ થાય છે.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy