________________
(૪) રૌદ્ર-ભયાનક રસ :
કવિ ઋષભદાસ આ કૃતિમાં માનવી પોતાના સુખ અને સ્વાર્થ માટે કેવાં કેવાં દુષ્ટ પાપો કરે છે અને તેના ફળ સ્વરૂપે કેવી કારમી નારકી વેદના, તેમ જ કેવાં કેવાં દુઃખો સહન કરવો પડે છે તેનું વર્ણન રૌદ્ર-ભયાનક રસમાં આલેખી વાચકને નારકીનાં દુઃખોની ભયાનકતાનો અહેસાસ કરાવે છે. જે ઢાલ-૪૪ પંક્તિ નંબર ૭૪ થી ૭૯, ઢાલ- ૪૫ પંક્તિ નંબર ૮૨ થી ૮૪, ઢાલ-૪૬ પંક્તિ નંબર ૯૨ થી ૯૩ દ્વારા વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. (૫) કરુણ રસ :
| સામાન્ય માનવી હોય, તપસ્વી મુનિરાજ હોય કે તીર્થકર જેવા મહાન આત્માઓ હોય, બધાને અશુભ કર્મોના ઉદયરૂપે દુઃખો ભોગવવાં જ પડે છે. આ વાતનો મર્મ દષ્ટાંતો દ્વારા કરુણ રસમાં આલેખી કવિ વાચકોના હૈયામાં કરુણતા જગાવે છે. જેની ઢાલ-૨૦ પંક્તિ નંબર ૯૬ થી ૨ માં પ્રતીતિ થાય છે. (૬) શાંત રસ :
કવિ ઋષભદાસ કૃતિના અંતે બોધ આપતાં કહે છે કે, “આ શ્રાવક ધર્મરૂપી વ્રતવિચાર રાસ’નું જે વાંચન કરશે, તેના સિદ્ધાંતોનું આચરણ કરશે, તેને સુખ-સંપત્તિ મળશે તેમ જ તેના મનની સર્વ આશાઓ પૂરી થશે. જેમ પાર્શ્વનાથ ભગવાનની કૃપાથી મારી આશાઓ પણ ફળીભૂત થઈ છે.” આમ વાચકને સાચો શ્રાવક ધર્મ બતાવી મોક્ષ પ્રાપ્તિનો માર્ગ બતાવી શાંત રસનો અનુભવ કરાવે છે. જેની ઢાલ-૭૯ પંક્તિ નંબર ૪૭ થી ૨૧ દ્વારા પ્રતીતિ થાય છે.
આમ કવિ ‘વ્રતવિચાર રાસ'માં અદ્ભુત રસ, વીર રસ, હાસ્ય રસ, કરુણ રસ વગેરે રસોનું નિરૂપણ કરીને તાત્વિક કૃતિને રસાળ બનાવી મુગ્ધ શ્રોતાજનોને રસ વૈવિધ્ય દ્વારા આનંદ પમાડે છે. વર્ણનો
સામાન્ય રીતે મધ્યકાલીન રાસાઓમાં પાત્રો, પ્રકૃતિ, નગરી, ઉદ્યાન કે ચૈત્યના વર્ણનો આવે છે. ત્યારે આ કૃતિ તાત્વિક હોવાને લીધે તેમાં કોઈ નગરીનું વર્ણન કે પ્રકૃતિનું વર્ણન નથી થયું પરંતુ ઋષભદાસ કવિની વર્ણનશક્તિ અજોડ હોવાને લીધે તેમણે સરસ્વતી દેવીનું નખશીખ સાંગોપાંગ તેમ જ તેમણે પહેરેલા વસ્ત્રો તેમ જ આભૂષણોનું વર્ણન ખૂબ જ વિસ્તારથી બે આખી ઢાલમાં અતિ સુંદર અલંકારિક ભાષામાં આલેખ્યું છે. તેમ જ શ્રી અરિહંત ભગવાનના ચોત્રીસ અતિશયોનું અદ્ભુત વર્ણન કરી પોતાના કવિત્વની કાબેલિયત બતાવી છે. જેની ઢાલ-૨ અને ઢાલ-૩ પંક્તિ નંબર ૧૩થી ૨૫, ઢાલ – ૭ પંકિત નંબર ૬૧થી ૬૫માં પ્રતીતિ થાય છે. જેમ કે, (૧) સરસ્વતીદેવીનું વર્ણન :
પદપંકજનું જોડલું રે, નેવરનો ઝમકાર !
ઓપમ અંધા કેલિની રે સકલ ગુણેઅ સહઈકારો રે // ૧૩ // (૨) ચોત્રીસ અતિશયોનું વર્ણન
સાર ચંપક તન સુગંધી, ભમર ભંગિ તિહા ભમઈ /