________________
અલંકાર યોજના
અભિપ્રેત વક્તવ્ય સચોટતાથી વ્યક્ત કરવા કવિ વિવિધ અલંકારો પ્રયોજે છે.
મમ્મટ'ના શબ્દોમાં કહીએ તો “વિચં ગ :' અલંકાર એ વક્તવ્યને સુંદર, સચોટ, ચમત્કાર કે માર્મિક રીતે રજૂ કરવાની ભાષાની કે વર્ણનની છટા છે. આચાર્ય ‘ભામહીના મતે રમણીનું મુખ જેમ આભૂષણ વિના શોભતું નથી, તેમ કાવ્ય પણ અલંકાર વિના શોભતું નથી.
સામાન્ય રીતે જે શબ્દોના વૈચિત્ર્યથી કાવ્યને અલંકૃત કરે છે, તેને શબ્દાલંકાર કહેવાય અને જે શબ્દ અર્થ, ગાંભીર્યને વ્યક્ત કરે છે તે અર્થાલંકાર કહેવાય છે.
ઋષભદાસ કવિની આ કૃતિમાં ભાવોની અભિવ્યક્તિમાં આવા અલંકારો અનાયાસે આવી ગયા છે. આ કૃતિમાં શબ્દાલંકારના વૈભવ કરતાં અર્થાલંકારનો વૈભવ ઘણો વધારે છે. કાવ્યમાં અનુપ્રાસ વગેરે શબ્દાલંકારો અને ઉપમા, ઉઝેક્ષા, રૂપક, વ્યતિરેક, અતિશયોક્તિ આદિ અર્થાલંકારો છે.
ઉપમા અલંકાર કવિને અધિક પ્રિય લાગે છે. તેમણે આ અલંકારનો સર્વાધિક અને સફળ પ્રયોગ કર્યો છે. તેમ જ દષ્ટાંત અને રૂપક વગેરેના પણ અનેક ઉદાહરણો છે, જે નીચે પ્રમાણે છે. (અ) શબ્દાલંકાર
| શબ્દાલંકારોને કાવ્યમાં મહત્ત્વ આપવામાં આવે છે. અનુપ્રાસાદિ શબ્દાલંકારો કવિઓને પ્રિય હોય છે. પરંતુ ઋષભદાસની રુચિ એના તરફ વિશેષ ન હોવાથી એમના કાવ્યમાં આ પ્રકારના અલંકારોનું પ્રાચુંય નથી. એમના કાવ્યમાં શબ્દાલંકાર સહજ રીતે સ્વાભાવિક રૂપમાં જ પ્રયુક્ત થયા છે. જેમ કે, (૧) વર્ણાનુપ્રાસ અલંકાર – એટલે સજાતીય વર્ગોનું આવર્તન. ઢાલ || ૧ || તુ તૂઠી મુખ્ય તેહનું વચન વદઈ તે વેદ //૮ // ઢાલ || ૨ || કંચુક ચણ ચુનડી રે, ચંપક વર્ણ તે ચીરો રે //૧૫ // ઢાલ // ૨૯ || સંયમ ટથાનિક થઉં સમઝો સહુ મનિ રંગ રે //૩૫ // ઢાલ || ૩૦ || ચઉદશ પાખી ચીતવો, પેખો પાખી સુત્ર રે / - // ૪ર // ઢાલ || ૩૧ || એમ ભવ્ય ભવ્ય ભમતાં ભંગ, આકંખા આંણી અંગે / – // ૬૦ // ઢાલ || ૪૩ / કીડી કુકર કંથુઓ, સુરપતિ સરખો જય રે / - // 90 // ઢાલ || ૪૪ || સીહ સીઆલ નિ સુકરાં, અજા જે મૃગબાલ રે /
હિંવર હરણ નિં હાથીઆ, દેતા વાઘલા ફાલ રે //૭૫ // ઢાલ || ૭૫ || આહાર હતો રે અસુઝતો, તે મમ સુઝતો સાય /
અંગિ અતિચાર આવસઇ, પંડીત સોચ વીચાર્ય //૧૬ // ઢાલ || ૭૮ || જલુ સરીખા જગહ જેહ, અતી અધમાધમ કહીઇ તેહ / – //૪ર // ઢાલ || ૮૦ || જઇજઇકાર હુઓ જિનશાસન, સુરીનાંમ સવાઈ જી / - //ષય //