________________
(૧)
(૨) -
દુઃખી માણસોને સુખી પુણ્યવાન કરવાની કવિની મહેચ્છા હતી. કવિનો કુટુંબ-પરિવાર
કવિ ઋષભદાસે પોતાના ગૃહસ્થ પરિવાર, કુટુંબ વિષે ‘વ્રતવિચાર રાસ’, ‘કુમારપાલ રાસ', ‘હિતશિક્ષા રાસ' આદિ કૃતિઓમાં આલેખન કર્યું છે. એ ઉપરથી જાણી શકાય છે કે કવિ ઋષભદાસ ગર્ભશ્રીમંત હતા. તેમની પત્ની સુશીલ અને સુલક્ષણા હતાં. તેમને બહેન અને ભાઈનું સુખ પ્રાપ્ત થયું હતું. વિનયવાન પુત્રો તેમ જ શીલવંત કુળવધૂઓ હતી. તેમનું કુટુંબ બહોળું, સંપીલું અને સુસંસ્કારી હતું.
એ સમયમાં પશુધન પણ સંપત્તિમાં લેખાતું હતું. તેમના ઘરે ગાય, ભેંસો દૂઝતી હતી અને લક્ષ્મીદેવીની કૃપા પણ વરસી હતી. તેઓ સર્વ વાતે સુખી હતા. લોકોમાં અને રાજ્યમાં તેમની સારી પ્રતિષ્ઠા હતી. તેમનું મકાન સારા લત્તામાં હતું. તેઓ હંમેશાં દાન-ધર્મ કરી દીન-દુઃખિયા લોકોને મદદ કરતા હતા. આમ તેમનું કુટુંબ એક ઉચ્ચ મોભાદાર હતું. જે નીચેની પંક્તિઓ દ્વારા પ્રતીત થાય છે. જેમ કે,
સંપ બહુ મંદિરમાંય, લહે હલ્ય ગય વૃષભો ને ગાય. પુત્ર વિનીત ઘરે બહુઅ, શીલવંતી વળી વહૂએ. શકટ ઘણાં ઘરે બહુઅ, કીરીતે કરે જગ સહુઅ.
- હિતશિક્ષા રાસ સુંદર ઘણા રે દીસઈ શોભતા, બહઈની બાંધવ જોડાય, બાલક દીસઈ રમતાં બારણઈ કુંટુંબ તણી કંઈ કોડય.
- વ્રતવિચાર રાસ રોગ રહિત શુભ થાનક વાસ, ઘણા લોક કરે તસ આસ, બહુ જીવને ઉપકૃત થાય, સોવન તણી પામે શયાય.
- હીરવિજયસૂરિ રાસ કવિના ધર્મગુરુઓ
મધ્યકાલીન યુગમાં રચાતા રાસની પ્રણાલિકા મુજબ કવિ ઋષભદાસે પોતાની લગભગ દરેક કૃતિની અંતે પોતાના ગચ્છનો, ગુર્નાવલિનો તેમ જ ધર્મગુરુનો ઉલ્લેખ કરી તેમનો ઉપકાર માન્યો છે.
કવિ ઋષભદાસ જૈન શ્વેતાંબર સંપ્રદાયમાં તપાગચ્છના હતા અને તે સમયમાં તે ગચ્છની ૫૮મી પાટે સમ્રાટ અકબર પ્રતિબોધક હીરવિજયસૂરિ હતા. તેમનો સ્વર્ગવાસ સં. ૧૬૪૨ (સને ૧૫૯૬) ના ભાદ્રપદ શુદિ ૧૧ ને દિને ઉજ્ઞા (ઉન્નત) હાલના ઉના ગામમાં થયો હતો. ત્યાર પછી તેમના પટ્ટધર વિજયસેનસૂરિ થયા. આ સમયમાં કવિએ “આદિનાથ વિવાહલો અને તેમનાથ રાજીમતિ' સ્તવન (સ. ૧૬૬૭) રચેલ છે. તેમાં તેમનું નામ આપ્યું. જેમ કે,
વડ તપગચ્છ પાર્ટિ પ્રભુ પ્રગટીઓ, શ્રી વિજયસેન સૂરિ પૂરિઆસો, ઋષભના નામથી સકલ સુખ પામીએ, કહત કવિતા નર ઋષભદાસો.
- આદિનાથ વિવાહલો
(૩)