________________
(પૂનમ)ના દિવસે પૌષધ કરતા. એક પગે ઊભા રહી રોજ વીસ નવકારવાળી માળા ફેરવતા. સાત ક્ષેત્રે-જિનમંદિર, જિનપ્રતિમા, પુસ્તક લેખન, તેમ જ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની સારસંભાળ અર્થે ધન વાપરતા. તેઓ બહુશ્રુત અને શાસ્ત્ર અભ્યાસી તેમ જ સંસ્કૃત, પ્રાકૃત આદિ સાહિત્યના જાણકાર હતા. તેમણે શત્રુંજય, ગિરનાર, શંખેશ્વર આદિ તીર્થોની યાત્રાઓ કરી હતી અને ઘણા હોશિયાર વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા. જે નીચેની પંક્તિઓ દ્વારા જાણવા મળે છે. (૧)
સંઘવી આંગણનો સુત વારૂ, ધર્મ આરાધતો શક્તિ જ સારૂ, ઋષભ 'કવિ' તસ નામ કહાવે, પ્રહ ઉઠી ગુણ વીરના ગાવે. આઠમ પાખી પોષધ માંહિ, દિવસ અતિ સઋાય કરું ત્યાંહિ, વીર વચન સુણી મનમાં ભેટું, પ્રાયે વનસ્પતિ નવિ ચુંટું
- હિતશિક્ષા રાસ શકુંજ ગિરિનારિ સંખેસર યાત્રો, સુલશાષા ભણાવ્યાં બહુ છાત્રો. સુખ શાતા મનીલ ગણું દોય, એક પગિ જિન આગલિ સોય. નીëિ ગણ વીસ નોકરવાલી, ઉભા રહી અરિહંત નિહાલી.
- હીરવિજયસૂરી રાસ ગૌરવ સાથે આ બધી વાતો જણાવતાં કવિ પોતાની નમ્રતા પણ દર્શાવે છે અને તેમાં ગૌરવ માનવાનો હેતુ જણાવતાં કહે છે કે, આવા મારા આચાર અને મનના પરિણામ જાણીને કોઈ આત્મસાધના કરશે તો મને પુણ્ય થશે અને હું પરોપકારનો ભાગીદાર થઈશ. તે પરોપકારાર્થે આ
સ્વવૃત્તાંત-આત્મપ્રશંસાનો દોષ હોય તો તે વહોરી લઈને જણાવું છું. જેમ કે, (૧)
સાત ક્ષેત્ર પોષી પુણ્ય લેઉ, જીવકાજે ધન થોડું દઉં. (૨)
ઈમ પાલુ શ્રાવક આચારો, કહેતાં લઘુતા હોય અપારો,
પણ મુજ મન તણો એહ પરિણામ, કોઈક સુણિ કરે આતમરામ. (૪) પુણ્ય વિભાગ હોય તિહાં મહારે, ઈસ્યુઅ ષભ કવિ આપ વિચારે, પર ઉપકાર કાજ કહિ વાત, ધર્મ કરે તે હોયે સનાથ.
- હિતશિક્ષા રાસ કવિએ હીરવિજયસૂરિ રાસમાં પોતાની કેટલીક મહેચ્છાઓ પણ દર્શાવી છે. જેમ કે,
કેટલા એક બોલની ઇચ્છા કી જઈ, દ્રવ્ય હુઈ તો દાંન બહુ દી જઈ શ્રી જિનમંદિર બિંબ ભરાવું, બિંબ પ્રતિષ્ઠા પોઢી કરાવું. સંઘપતિ તિલક ભલું જ ધરાવું, દેસ પરદેસ અમારિ કરાવું,
પ્રથમ ગુણઠાણાનિ જઇનો કરૂ, પુણ્ય સહિત નર જેહ છિ હીનો.“ આમ વધુ દ્રવ્યનું દાન કરવાની, જિનમંદિર, જિનપ્રતિમા બનાવવાની અને તેની પ્રતિષ્ઠા કરાવવાની, સંઘ કઢાવવાની, ગામેગામ અમારિ (અહિંસા) - જીવદયાનો ફેલાવો કરવાની તેમ જ
?
છે