________________
વિચારશીલ શ્રાવક પાણીના ઉપયોગમાં પણ વિવેકથી કામ કરે છે. પાણીના એક ટીપામાં કેવળી ભગવાને અસંખ્યાતા જીવો કહેલા છે. ભાગવત પુરાણમાં પણ કહ્યું છે કે,
सूक्ष्मानि जंतूनि जलाश्रयानि, जलस्य वर्णाकृति संस्थितानि।
तस्माज्जलं जीवदया निमितं, निग्रंथशूरा: परिवर्जयन्ति । અર્થાત્ : પાણીના જેવા જ રંગવાળા અનેક સૂક્ષ્મ જીવો પાણીમાં રહે છે. તેથી જ નિગ્રંથ મુનિઓએ જીવદયા નિમિત્ત સચેત પાણી, તથા અણગળ પાણી વાપરવું તેમ જ પીવું નહિ.
મહાભારત આદિ ગ્રંથોમાં પણ પાણી ગાળવા માટે કહ્યું છે કે, ૨૦ આંગળ પહોળું અને ૩૦ આંગળ લાંબું એવું વસ્ત્ર બેવડું કરીને તેના વડે ગળાયેલું પાણી પીવું. પાણી ગાળતાં ગરણાંમાં રહી ગયેલાં જીવોને જે ઠેકાણેથી પાણી ભરી લાવ્યા હોઈએ તે જ પાણીમાં પાછા નાખી દેવા. આ વિધિ સાચવી પાણી પીનારા પરમગતિને પામે છે.
સારાંશ એ છે કે, સ્થાવર જીવોની હિંસાથી સર્વથા નિવૃત્ત ન થઈ શકાય પરંતુ તેમાં શ્રાવકે મર્યાદા રાખવી અને યતનાપૂર્વક કામ કરવું. તેમ જ સ્થાવર જીવોની પ્રયોજન વગરની હિંસાથી બચવાનો હંમેશાં પ્રયત્ન કરવો. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતના અતિચાર
| ‘તત્ત્વાર્થ સૂત્ર’ ૭/૨૫ અનુસાર પ્રથમ વ્રતના પાંચ અતિચાર “ન્યવધષ્ઠાતમારા પાપાન નિરોધ:' અર્થાત્ : બંધ, વધ, છેદ, અતિભાર રોપણ, અન્નપાન નિરોધ છે.
‘નિગ્રંથ પ્રવચન’ તેમ જ “શ્રી આવશ્યક સૂત્ર અનુસાર પ્રથમ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે. જેમ કે, (૧) બંધ ક્રોધને વશ થઈને કોઈ જીવને બાંધવો. બંધ બે પ્રકારના છે. ૧) દ્વિપદ = મનુષ્ય,
નોકર, ચાકર વગેરે અને ૨) ચતુષ્પદ = પશુ, પક્ષી વગેરે. એ બન્નેના ભેદના પણ બે ભેદ છે. ૧) સાર્થક બંધ અને ૨) નિરર્થક બંધ. નિરર્થક બંધ શ્રાવક માટે ત્યાજ્ય છે. સાર્થક બંધના બે ભેદ છે. ૧) સાપેક્ષ બંધ અને ૨) નિરપેક્ષ બંધ. ઢીલી ગાંઠ વગેરેથી બાંધેલું એ સાપેક્ષ બંધ છે. અને ગાઢ બંધનથી બાંધવું એ નિરપેક્ષ બંધ છે. શ્રાવકે પશુ વગેરેને સહેલાઈથી બંધન છોડી શકાય એવી યોગ્ય રીતે બાંધવા જોઈએ. વધ – કષાયના આવેશથી લાકડી, ચાબુક વગેરેથી મારવાં એ વધ નામનો અતિચાર છે. વધના પણ સાપેક્ષ અને નિરપેક્ષ ભેદથી બે ભેદ છે. શ્રાવકે નિરપેક્ષ વધનો સર્વથા ત્યાગ
કરવો જોઈએ. (૩) છવિચ્છેદ – ક્રોધાવેશમાં પ્રાણીનાં અંગ-ઉપાંગને કાપવા, છેદવા. મનોરંજન માટે કૂતરા
વગેરે પાળેલા પશુઓનાં પૂછડું, કાન આદિ કાપવાં વગેરે ક્રિયાનો સમાવેશ આ અતિચારમાં થાય છે.