________________
મિથ્યાત્વના મુખ્ય પાંચ ભેદનો ઉલ્લેખ ‘ધર્મ સંગ્રહ', ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર' વગેરેમાં કરવામાં આવ્યો છે. જેમ કે ૧) અભિગ્રહિક મિથ્યાત્વ, ૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ, ૩) અભિનિવેશક મિથ્યાત્વ, ૪) સાંશયિક મિથ્યાત્વ અને ૫) અનાભોગિક મિથ્યાત્વ.
‘શ્રી સ્થાનાંગસૂત્ર’માં મિથ્યાત્વના દશ ભેદ દર્શાવ્યા છે. જેમ કે ૧) અધર્મને ધર્મ, ૨) ધર્મને અધર્મ, ૩) ઉન્માર્ગને સન્માર્ગ, ૪) સન્માર્ગને ઉન્માર્ગ, ૫) અજીવને જીવ, ૬) જીવને અજીવ, ૭) કુસાધુને સાધુ, ૮) સાધુને કુસાધુ, ૯) અમુક્તને મુક્ત અને ૧૦) મુક્તને અમુક્ત માનવા.
તેમ જ ‘શ્રી સ્થાનાંગ સૂત્ર'માં મિથ્યાત્વના ત્રણ પ્રકાર પણ દર્શાવ્યા છે. જેમ કે, ૧) અક્રિયા, ૨) અવિનય અને ૩) અજ્ઞાન મિથ્યાત્વ.
શ્રી અનુયોગદ્વાર સૂત્ર’માં ત્રણ પ્રકારના મિથ્યાત્વ કહ્યાં છે. જેમ કે ૧) લૌકિક મિથ્યાત્વ, ૨) લોકોત્તર મિથ્યાત્વ અને ૩) કુપ્રાવચન મિથ્યાત્વ
‘શ્રી આવશ્યક સૂત્ર’માં હારિભદ્રિય આવશ્યકવૃત્તિ અનુસાર ‘શ્રાવકવ્રત'માં પચ્ચીસ પ્રકારના મિથ્યાત્ત્વ પણ દર્શાવ્યાં છે. આ પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વનો ઉપર્યુક્ત બધા જ પ્રકારના મિથ્યાત્વમાં સમાવેશ થઈ જાય છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં મુખ્ય પાંચ મિથ્યાત્વનું તેમ જ લૌકિક અને લોકોત્તર મિથ્યાત્ત્વનું નિરૂપણ કરી મિથ્યાધર્મને છોડવાનો ઉપદેશ ઢાલ - ૨૧ પંકિત નંબર ૧૦ થી ૧૫માં આપ્યો છે.
ફુદેવ-કુગુરુ-કુધર્મ
ન્યાયશાસ્ત્ર'માં હેમચંદ્રાચાર્યે કુદેવ, કુગુરુ અને કુધર્મનું વર્ણન કરતાં દર્શાવ્યું છે કે, ये स्त्रीशस्त्राक्षसूत्रादि, रागाद्यंककलंकिता: । નિગ્રહાનુગ્રહપરાસ્તે, લેવા: સુન મુયે ।।6।।
અર્થાત્ : જે દેવો, સ્ત્રી, શસ્ત્ર અને જપમાલાદિ રાગના ચિહ્નોથી દૂષિત છે અને બીજાને નિગ્રહ તથા અનુગ્રહ કરવામાં તત્પર છે, તે દેવોના ઉપાસનાદિ મુક્તિને માટે થતા નથી. આવા દેવો પોતે જ સંસારાસક્ત હોવાથી સંસાર તરી શક્યા નથી, જન્મ મરણથી છૂટ્યા નથી તે બીજાઓને, પોતાના આશ્રિતોને કેવી રીતે સંસાર તરાવી શકશે?
વળી આગળ કહે છે, જે દેવો નાટક, અટ્ટહાસ્ય અને સંગીતાદિ ઉપદ્રવોથી આત્મસ્થિતિમાં વિસંસ્થૂલ (ઢીલા, અસ્થિર) થયેલા છે, તેઓ પોતાના આશ્રિત ભક્તોને કેવી રીતે શાંત પથ મોક્ષ પમાડી શકે?૭
ફુગુરુના લક્ષણનું વર્ણન કરતાં ‘યોગશાસ્ત્ર’માં કહ્યું છે કે,
સર્વ વસ્તુઓના અભિલાષી, ભક્ષ્યાભક્ષ્યાદિ સર્વ ભોજન કરનાર, ધન, સ્ત્રી, પુત્ર આદિ પરિગ્રહધારી, અબ્રહ્મચર્યધારી અને મિથ્યા ઉપદેશ દેવાવાળા ગુરુઓ સુગુરુ ન જ કહેવાય. પરિગ્રહ અને આરંભમાં મગ્ન થયેલા ગુરુઓ બીજાને કેવીરીતે તારી શકે? તેવી જ રીતે કુધર્મનું વર્ણન કરતાં દર્શાવ્યું છે કે, મિથ્યા દષ્ટિઓએ પ્રતિપાદન કરેલો તથા મુગ્ધ બુદ્ધિવાળા પ્રાણીઓમાં ધર્મપણે પ્રસિદ્ધિ પામેલો ધર્મ ભવભ્રમણના કારણરૂપે છે. કેમકે તે હિંસાદિ દોષોથી દૂષિત થયેલો છે.