________________
પુરાણને મતે પરમાત્મા એ જગતની સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે અને એ ત્રણ ક્રિયાઓના લીધે એનાં (૧) બ્રહ્મા (૨) વિષ્ણુ (૩) મહેશ - શિવ, એમ ત્રણ રૂપો દર્શાવવામાં આવ્યા છે. પરમાત્માની સઘળી લીલા આ ત્રણ ક્રિયામાં સમાઈ જાય છે. હિંદુધર્મમાં આ ત્રિમૂર્તિ પરમાત્માનું સમગ્ર સ્વરૂપ બતાવવામાં સમર્થ છે. તેથી આ ત્રણ દેવો સર્વ દેવોમાં મુખ્ય ગણાય છે. હિંદુધર્મની માન્યતા મુજબ બ્રહ્મા સર્વ સૃષ્ટિનું સર્જન કરે છે. વિષ્ણુ જગતના પાલનકર્તા ગણાય છે અને મહેશ-શિવ સૃષ્ટિના સંહારક ગણાય છે.
જૈનદર્શન અનુસાર તીર્થકરનું નામ વેશ ધારણ કરે પણ તીર્થંકરના લેશ માત્ર પણ ગુણ હોય નહિ. અઢાર દોષથી ભરેલ હોય એવા, જેવા કે હરિ-હર-બ્રહ્મા વગેરે અન્ય મતના દેવને મોક્ષ પ્રાપ્તિ માટે પૂજવા નહિ. આવા કુદેવને કવિએ અહીં છોડવાની વાત કરી છે.
તેવી જ રીતે બાવા, જોગી, શૈવ, સંન્યાસી, ભટ્ટ, બ્રાહ્મણ વગેરે કે જેઓ જૈનધર્મના આચાર-વિચાર અનુસાર શ્રમણ નથી એવા કુગુરુને ખરા ગુરુ માની મોક્ષ પ્રાપ્તિ અર્થે તેમની સેવા ભક્તિ-પૂજા કરવાની પણ કવિએ ના પાડી છે.
તેમ જ અન્ય મતની સંધ્યા સ્નાન, જપ, હોમ વગેરે કરણી કે જેમાં હિંસા થાય છે. તેવો ધર્મ મોક્ષની ઈચ્છા માટે સ્વીકાર કરવો નહિ. મિથ્યાશાસ્ત્રોમાં આવા દેવોનો-ગુરુનો, ધર્મનો મહિમા સાંભળી સમ્યદૃષ્ટિ જૈને એમાં મોહિત ન થવું એવો ઉપદેશ કવિ ઢાલ - ૧૭ પંકિત નંબર ૬૮ થી ૭૩ ઢાલ – ૨૦ પંકિત નંબર ૪ થી ૮માં આપે છે. દયા ધર્મ
| સર્વ જીવની રક્ષા એટલે જ દયા. દયા જેવો કોઈ ધર્મ નથી. દયા એ જ ધર્મનું સ્વરૂપ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. જ્ઞાની કહે છે કે, સર્વ જીવો ઉપર કરુણાભાવ રાખો. પોતાના આત્મા જેવા બીજા આત્માઓને જાણી હિંસાથી વિરામ પામનાર આત્મ સમાધિનો સાચો અનુભવ કરી શકે છે.
વ્યવહાર ધર્મમાં દયા મુખ્ય છે. ચાર મહાવ્રતો તે પણ દયાની રક્ષા માટે જ છે.
સંક્ષિપ્ત જૈનદર્શન પ્રશ્નોત્તરરૂપે' માં દયાના આઠ ભેદ દર્શાવ્યા છે.૧) દ્રવ્ય દયા, ૨) ભાવ દયા, ૩) સ્વ દયા, ૪) પર દયા, ૫) સ્વરૂપ દયા, ૬) અનુબંધ દયા, ૭) વ્યવહાર દયા અને ૮) નિશ્ચય દયા.
આ આઠ પ્રકારની દયા વડે કરીને વ્યવહાર ધર્મ ભગવાને કહ્યો છે. એમાં સર્વ જીવનું સુખ, સંતોષ અને અભયદાન આ બધું જ આવી જાય છે.
કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં યા ધર્મનો મર્મ દૃષ્ટાંત કથાનક ‘મેઘરથરાય' તેમ જ મેઘકુમાર’ના આધારે આલેખ્યો છે તેમ જ દયા જેવો કોઈ ધર્મ નથી, એવું અનેક રૂપકો દ્વારા ઢાલ - ૩૮, ૩૯, ૪૦, ૪૧, ૪૬, ૪૭માં વિસ્તારપૂર્વક દર્શાવ્યું છે. યતિધર્મ
જિનેશ્વર ભગવંતોએ બે ધર્મની પ્રરૂપણા કરી છે. આગારધર્મ (શ્રાવકધર્મ) અને અણગારધર્મ (યતિધર્મ).
જરા, રોગ અને મૃત્યુથી ભરેલા આ સંસારરૂપ મોટા અરણ્યમાં ધર્મ વિના બીજો કોઈ ત્રાતા