________________
નથી, માટે તે જ સેવવા યોગ્ય છે. તે ધર્મ સર્વવિરતિ અને દેશવિરતિ એમ બે પ્રકારનો છે.
ક્ષાર સમુદ્રમાંથી રત્નની જેમ આ અસાર સંસારમાંથી ઉત્તમ સારરૂપ ધર્મને ગ્રહણ કરવો તે ધર્મ દશ પ્રકારે છે.
“જ્ઞાનાર્ણવ ૨/૧૦/રમાં કહ્યું છે કે, “ફરાતફયુત: સોડ્ય નૈધર્મ: mર્તિતા' અર્થાત્ જિનેન્દ્ર ભગવાને ધર્મને દશ લક્ષણયુક્ત કહ્યો છે.
જે આરંભ – પરિગ્રહ અને ઘરબારનો ત્યાગ કરીને સંયમ ધારણ કરીને તેનું નિર્દોષ પાલન કરવા માટે નિરંતર શ્રમ કરે છે તેને શ્રમણ કહે છે. શ્રમણનું પર્યાયવાચી શબ્દ યતિ પણ છે. આવા સાધકને પોતાના વિષય કષાયોને જીતવા માટે ક્ષમા આદિ દશ ધર્મોનું પરિપાલન માટે ઉપદેશ આપેલ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર” અને “શ્રી સમવાયાંગ સૂત્ર'માં દશ યતિધર્મનો ઉલ્લેખ કર્યો છે જેમ કે, સવિદે સમગધને પત્ત, તે નદી - ૨. સવંત, ૨. મુત્તી, ૩. શન, ૪. મરે, ક, તાવે, ૬. સરે, ૭. સંગમે, ૮. તવે, ૬. વિયા, ૨૦. મરવાસે !'
અર્થાત્ : શ્રમણ ધર્મ દશ પ્રકારના કહેલ છે. જેમ કે ક્ષમા, નિર્લોભતા, સરળતા, નમ્રતા, લાઘવ, સત્ય, સંયમ, તપ, ત્યાગ અને બ્રહ્મચર્યવાસ.
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર’ ૯/૬માં ઉત્કૃષ્ટ ક્ષમા, માર્દવ, આર્જવ આદિ દશયતિ ધર્મનો ઉલ્લેખ કર્યો છે. જેમ કે (૧) ક્ષમા એટલે સર્વથા ક્રોધ ત્યાગ (૨) માર્દવ એટલે નમ્ર રહેવું, અભિમાન ન કરવું તે (૩) આર્જવ એટલે મન - વચન – કાયાની કુટિલતાનો અભાવ. (૪) મુક્તિ એટલે બાહ્ય - આત્યંતર પદાર્થોમાંથી તૃષ્ણાનો ત્યાગ (૫) તપ એટલે કર્મો જેનાથી તમે તે અનશન આદિ બાર પ્રકારે તપ (૬) સંયમ એટલે આશ્રવની વિરતિ (૭) સત્ય એટલે મૃષાવાદની વિરતિ (૮) શૌચ એટલે સંયમમાં નિરતિચારતા (૯) અકિંચન એટલે જેની પાસે કોઈ પણ દ્રવ્ય ન હોય તે અકિંચન. ઉપલક્ષથી શરીર અને ધર્મોકરણ વગેરે ઉપર નિર્મમપણાનો જે ભાવ તે (૧૦) બ્રહ્મચર્ય એટલે બ્રહ્મચર્યની નવ ગુમિ સહિત ઉપસ્થનો જે સંયમ તે બ્રહ્મચર્ય. આ દશ પ્રકારનો યતિધર્મ છે.
શ્રીમદ્ રાજચંદ્રએ “સમાધિ સોપાન તથા પત્ર શતક'માં દશ લક્ષણ રૂપ ધર્મનું આલેખન કર્યું છે. જેમ કે, ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ શૌર્ય, ઉત્તમ સત્ય, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિંચન્ય અને ઉત્તમ બ્રહ્મચર્ય છે.
અલગ અલગ ગ્રંથોમાં દશ ધર્મના ક્રમમાં ક્યાંક ક્યાંક ભિન્નતા છે પરંતુ ભાવની દષ્ટિએ સમાનતા દેખાય છે.
કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ’માં દશ યતિધર્મનું નિરૂપણ જૈનાગમોના આધારે સંક્ષિપ્તમાં ઢાલ ૪ પંકિત નંબર ૩૦ થી ૩૭માં દર્શાવ્યું છે. શ્રાવકધર્મ
શ્રી ઔપપાતિક સૂત્ર ૧/૧૧૭ અનુસાર ભગવાન મહાવીરે કહ્યું છે કે “ધમ્મ દુવિ૬ સાફવરવર્, તે ગદા - અમર ઘમ્મ, સાગર ધમ્મા ' અર્થાત્ ધર્મના બે પ્રકાર છે. ૧) આગાર ધર્મ