________________
હે માનવી! તમે માન કરશો નહિ. આ કાયાનો ગર્વ કેવો? દેવ, માનવ કે રાજા અંતે સૌ મૃત્યુને વરે છે. માનથી જ્ઞાન નાશ પામે છે. વગેરે શિખામણ આપી છે. ૮. શ્રી વિવિધ તીર્થોનું ચૈત્યવંદન (અથવા) પંચ તીર્થીનું ચૈત્યવંદન
આ ચૈત્યવંદનમાં પાંચ ગાથા છે.
હે અરિહંત ! હું તને નમન કરું છું અને તારા નામનું સ્મરણ કરું છું. જ્યાં જ્યાં જિનેશ્વરની પ્રતિમા છે, ત્યાં ત્યાં હું તેમને પ્રણામ કરું છું.
શત્રુજ્ય ઉપર શ્રી આદિનાથને, ગિરનાર ઉપર નેમનાથને, તારંગામાં શ્રી અજિતનાથને, સમેતશિખર ઉપર વીશ જિનેશ્વરોનાં પગલાંને, વૈભારગિરિ ઉપર શ્રી વીર જિનેશ્વરને પ્રણામ કરું
૯. મહાવીર જિન નમસ્કાર
જૈન ગુર્જર કવિઓ ભાગ-૧ માં આ કૃતિની આદિ અને અંતની બે કડી (પૃ. ૪૫૩)માંથી પ્રાપ્ત થાય છે.
આદિ – ચોવીશમાં શ્રી વીર જિનેશ્વર છે. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી છે. એમનું નામ વર્ધમાન જિનેશ્વર છે. એ જિનેશ્વરના ગુણોનું હું સ્તવન કરું છું અને એમને પ્રણામ કરું છું.
અંત - ગંગાના નીર જેવો શુદ્ધ સંયમ પાળીને તેમ જ સકલ કર્મોનો ક્ષય કરી મહાવીર મોક્ષે ગયા. જે અરિહંત દેવ સિધ્ધ થયા છે, તેમને પણ હું પ્રણામ કરું છું. ૧૦. દર્શનની પ્યાસ (ચાહના) પદ
કવિ ઋષભદાસ પ્રભુને વિનંતી કરે છે કે, હે પ્રભુ! મારી નાવને સામે કાંઠે કોણ પહોંચાડશે? આ સંસાર સમુદ્ર ઊંડો છે. એને પાર હું કેવી રીતે પામીશ? રાગ અને દ્વેષરૂપી નદીઓ વહી રહી છે. એના કારણે મારી નાવ ચાર ગતિમાં ભમી રહી છે. હે પ્રભુ! હું આપનું દર્શન ઈચ્છું છું. ૧૧. ચૈત્યપરિપાટી : ખંભાતની ચૈત્ય પરિપાટી
આ કૃતિની માત્ર એક જ કડી (૪૬ મી) પ્રાપ્ત થઈ છે. એમાં ખંભાત શહેરથી એક માઈલ દૂર આવેલા કંસારાપુર ગામના ચૈત્યો વિશેનું વર્ણન છે.
' હે ભવ્ય જીવો આપણે ભીડભંજન પાર્શ્વનાથને પૂજવા કંસારીપૂરમાં જઈએ. ત્યાં બાવીસ જિનપ્રતિમાઓને નમન કરીને નિર્મળ થઈએ. * ૧૨. શ્રી શત્રુંજય મહાતીર્થના નવ ખમાસણાના દુહા
શ્રી શત્રુંજય મહાતીર્થના નવ ખમાસણાના દુહા'માં શ્રી સુનંજયનું મહાભ્ય દર્શાવવામાં આવ્યું છે જેમ કે, જે શત્રુંજય તરફ જવા માટે ડગલું ભરે છે તે કરોડો ભવનાં અશુભ કર્મ ખપાવે છે. શત્રુંજય સમાન કોઈ તીર્થ નથી. ઋષભદેવ જેવા કોઈ દેવ નથી અને ગૌતમસ્વામી જેવા કોઈ ગુરુ નથી. એમને હું વંદન કરું છું. જગતમાં બે મોટા તીર્થ છે શત્રુંજય અને ગિરનાર. મુનિલિંગને ધારણ કરનારા અનંત આત્મા સિદ્ધાચલથી સિદ્ધિને વર્યા છે. ભવિષ્યમાં અનંત આત્મા આ તીર્થથી સિદ્ધ થશે.