________________
કવિ ઋષભદાસ રચિત આદીશ્વર આલોયણ સ્તવનમાં ૫૭ ગાથા છે. એમાંથી આદિની બે અને અંતની ત્રણ ગાથા મળે છે.
આ સ્તવન રચનાથી કવિ ઋષભદાસ પોતાના પાપની આલોચના કરે છે.
૨. નેમિનાથ સ્તવન
સં. ૧૬૬૭ પોષ સુદ-૨ ગુરુવાર ખંભાત.
નેમિનાથ સ્તવન ચૈત્યવંદન આદિ સંગ્રહ ભાગ - ૩ પૃ. (૧૫૧ થી ૧૫૭)માં મુદ્રિત પણ થયું છે. ૭૩ ગાથા છે.
સરસ્વતીને નમસ્કાર કરીને ‘ગાયસ નેમિ જિંણંદ' એમ વિષય નિર્દેશ કરીને સ્તવનનો પ્રારંભ કર્યો છે.
૩. લેવા શ્રી કેસરિયાજી સ્તવન
મળે છે.
G
આ સ્તવનના આદિ અને અંતની એક પંક્તિ જૈન ગુર્જર કવિઓ ભાગ-૧ પૃ. ૪૫૫ માંથી
આદિ લેવા નગરમાં રિષભ જિનેશ્વર છે. જગતમાં ભૂલો પડેલો (જીવ) ભટકે છે. અંત – દેવનાં દર્શન કરીને અને પરમ ગુરુને પ્રાપ્ત કરીને એમના ગુણોનું ઋષભદાસ રટણ કરે છે. ૪. પ્રતિમા સ્થાપન પાર્શ્વનાથ સ્તવન
આ સ્તવનમાં કુલ ૫૨ ગાથા છે.
આદિ આ સ્તવનના પ્રારંભમાં સરસ્વતીનું સ્મરણ અને પાર્શ્વનાથને પ્રણામ કરવામાં
આવે છે.
અંત – હે પાર્શ્વપ્રભુ! ભવોભવ ભમતાં મેં કરેલા કુમતિ કદાગ્રહથી મને લાગેલાં પાપ દૂર કરો. મારી મિથ્યામતિ અને મારા અશુભ કર્મને ટાળો, હે સ્વામી! મારા કુમતિ મલને હટાડો. ૫. ઋષભદેવની સ્તુતિ
આ સ્તુતિમાં ૪ ગાથા છે.
આદિ
ઋષભદેવની સ્તુતિના પ્રારંભમાં કવિ ઋષભદેવને વંદન કરે છે. સમોવસરણમાં બિરાજમાન ભગવાન શ્રી ઋષભદેવના મસ્તક ઉપર ત્રણ છત્ર રહેલાં છે. ઈન્દ્ર ચામર ઢાળે છે. દેવીઓ અને સ્ત્રીઓના સમૂહો જિનેશ્વરના ગુણગાન ગાય છે.
અંત
તપગચ્છના નાયક શ્રી વિજયસેનસૂરિનો શ્રાવક ઋષભદાસ શ્રી ઋષભદેવના ગુણ
-
=
ગાય છે.
૬. શ્રી આત્મશિખામણ સજ્ઝાય
આ સજ્ઝાયમાં ૧૫ ગાથા છે.
આત્મલક્ષી શિખામણ આપી છે. આ સંસાર અસાર છે. માટે ચેતવું હોય તો ચેતજો. ૭. માનની સજ્ઝા ય
આ સજ્ઝાયમાં ૧૬ ગાથા છે.