________________
રતી પરીસો ખ્યમીઈ નીજ ખાંતિ, એ ત્યમ આરતી સોય એકાંતિં / સ્ત્રી પરીસો પસાંતિ //૩૩ // હો. ચાલંતાં પંથુિં મમ ચુકો, જીવ જતન પૂછ પગ મુંકો / જિમ સિવમંદિર ટુંકો //૩૪ // હો. ઊપાશરાનો પરીસો સહીઈ, દીનવચન મુખ્યથી નવિ કહીઈ / તો ગતિ ઉચી લહીઈ //૩૫ // હો. સેવાનો પરીસો અતી સારો, એ તારઈ છઈ મુઝહ બીચ્યારો / અસ્ય મનિ આપ વીચારો //૩૬ // હો. વચન તણો પરીસો વીકરાલ, અંગ્યન વીનાં ઉઠઈ છઈ ઝાલ / ક્રોધ ચઢઇ તતકાલ //૩૭ // હો. . વચન ખમઈ તે જગવીખ્યાત, યમ ખમીઓ શકોશલ તાત / કીર્તધર નરનાથ //૩૮ // હો. વધ પરીસો તે વીષમ ભણી જઈ, જે ખમસઈ નર સો થણીજઇ / તાસ કીર્તિ નીત્ય કીજઈ //૩૯ // હો. મારિ ન ચલ્યુ દ્રઢપ્રહારી, સમતા આણઈ સંયમધારી / તે નર મોક્ષદ્રુઆરી //૪૦ // હો. રાખ્યજી. જથ્થાનો પરીસો પણિ ખમીઇ, મધુકરની પરિ મુનીવર ભમીઈ / સંયમ રંગિં રમાઈ //૪૧ // હો. થોડઈ લાભિં રોસ ન કીજઇ, ઊશભ કર્મનિ દોસહ દીજઈ / પર અવગુણ નવિ લીજઈ //૪ર // હો. રોગ પરીસો ખમસઈ જે ખાંતિ, ઊંચી પદવી લહઈ એકાતિ / સીધતણી તે પાતિ //૪૩ // હો. સનત કુમાર સહ્યા સહી રોગો, ઓષધનો હતો તસ યુગો / કહઈ મુઝ કર્મહ ભોગો. //૪૪ // હો. રાખ્યજી. કર્ણ તણો પરીસો જે સઈહઈસઈ, અષ્ટકર્મ ઈધણ પરિ દઈહસઈ/ સકલ પદાર્થ લઇઇસઇ //૪૫ // હો.