________________
કડી નંબર ૭૬થી ૭૮માં કવિએ પૂર્વભવમાં વીસ સ્થાનક આરાધવાથી તીર્થંકર પદ પ્રાપ્ત થાય છે એમ બતાવ્યું છે.
એમણે આઠે કર્મ ખપાવી દીધાં છે. પરોપકાર કરીને પુરુષ જાતિમાં ઉત્તમ એવું તીર્થંકર પદ મેળવ્યું છે. તેઓએ ઈન્દ્રરાજાની પદવી મેળવી, ચક્રવર્તી રાજાના ભોગ પણ ભોગવ્યા, તેમ જ તીર્થકર પદ નામ કર્મનો દુર્લભ સંયોગ પણ મેળવ્યો. પરંતુ પૂર્વભવમાં પૂણ્ય કર્યા વિના આ પદવી કેવી રીતે પ્રાપ્ત થાય? વીસ સ્થાનકની આરાધના કર્યા વગર કોઈ તીર્થંકર થઈ શકે નહિ.
ઢાલ ૧૦ |. દેસી. રામ ભણઈ હરી ઉઠીઇ / રાગ. રામગ્યરી // વીસ થાનક એમ સેવીઈ અરીહંત પૂજિ તે પાય રે / સીધષ્ણુ સહી ચીત લાય રે, પ્રવચન સોય અરાયું રે,
આચાય ગુણ ગાય રે //૭૯ // વીસથાનક એમ સેવાઈ | આંચલી // થીવર યતી રે, આરાધીઈ છઠઈ શ્રી વિઝાય રે / સાધ સકલ નિં સો ધ્યાય રે, આઠમઈ જાન લખાય રે /
તે નર અરીહંત થાય રે //૮૦ // વી. નવમઈ દંસણ જણ જે, દસમાં વિનઓ તે ભાષ્ય રે / આવસગ નીર્મલ રાખે રે જમવ્રત તે જિન સાખ્ય રે,
તેરમાં ક્યારીઆ તુ દાખ્ય રે //૮૧ // વી. તપ ત્રવિધિ રે આરાધીઈ, ગણધર ગઉતમ સ્વામ્ય રે / જિનવર ભગતિ ભલી પરિ, પૂજી પ્રણમો તે પાય રે //૮૨ // વી. ચારીત્ર ચોખું રે સેવીઈ, જાન નવું અવડાવ્ય રે / શ્રુતપૂન સોય કરાવ્ય રે, ચતુવીંધ્ય ગંધ પહઠરાવ્ય રે //
એમ વીસથાનક ભાવ્ય રે /૮૩ // વી. ઢાલ – ૧૦ કડી નંબર ૭૦થી ૮૩માં કવિએ તીર્થકર નામ ગોત્ર (કર્મ) બાંધવાના વીસ બોલ (પદો)ના નામ આપ્યાં છે. આ વીસ બોલમાંથી કોઈ પણ એક અથવા એકથી વધુ બોલનું પાલન કરનાર જીવ તીર્થકર ગોત્રનું ઉપાર્જન કરે છે.
જિનવરોએ આરાધેલાં વીસ સ્થાનકના પદોનું વર્ણન કરતાં કવિ કહે છે કે, એ વીસ સ્થાનક (પદ) ની આરાધના કરવી. જેમ કે ૧) અરિહંતના ચરણ પૂજવા, ૨) સિદ્ધ ભગવાન ઉપર સમ્યક શ્રદ્ધા કરવી, ૩) શાસ્ત્રની (પ્રવચન) આરાધના કરવી, ૪) આચાર્યના (ગુરુના) ગુણ ગાવા. વીસ
સ્થાનકની આરાધના આમ કરવી : આંચલી. ૫) સ્થવિર, યતીની આરાધના કરવી, ૬) છઠે બહુસૂત્રી ઉપાધ્યજી અને ૭) સર્વ સાધુઓનાં ગુણ-કીર્તન કરવા. ૮) આઠમું જ્ઞાન ગણાય છે, તેની