________________
આ ગૃહ દેરાસરના જુદા જુદા ૮00 ભાગો છે. તે નાના મોટા આશરે ૮00 ભાગોને ફેવીકોલ કે ખીલીના ઉપયોગ વિના તે સમયે જોડવામાં આવ્યા છે એ એની વિશિષ્ટતા છે. તેના પર નંદી, હાથી, સિંહની આકૃતિઓ કંડારેલી છે. તેના ઉપરના ભાગે ઘૂઘરાના આકારની સેર લટકાવેલ છે. તેના ઉપર મોર તથા પોપટની આકૃતિ છે. તેના ઉપરના પટમાં મધ્યભાગે બાજોઠ પર દેવીની ચતુર્ભુજ આકૃતિ છે. તેની બંને બાજુ હાથીની આકૃતિ કંડારેલી જોવા મળે છે. આ હાથીઓની બંને બાજુ દેવીઓની આકૃતિઓ છે. તેના ઉપરના ભાગે તોરણ છે. જેના ખુણા બીડેલા પદ્મથી વિભૂષિત છે. તોરણની મધ્ય દેવીની ચતુર્ભુજ આકૃતિ છે. તેના ઉપરના બંને હાથમાં અનુક્રમે ગદા તથા અંકુશ અને નીચેના બંને હાથમાં અનુક્રમે અક્ષમાલા અને કમંડલ છે. તેમનું વાહન પોપટ છે. આ દેવીની બંને બાજુએ
ધારિણી છે. તોરણના બંને છેડે બે દેવીઓ છે. તોરણના ઉપરના ભાગમાં વાદ્યઘટોનાં શિલ્પો અલંકત જોવા મળે છે. આ દેરાસરના પરિકરમાં ચૌદ સ્વપ્નો કોતરેલાં છે. કમાનવાળા ચાર દરવાજા છે. ઉપર પદ્માવતીદેવીની મૂર્તિ કોતરેલી છે. નીચે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. ઉપર પાર્શ્વનાથ ભગવાનની દીક્ષાનો વરઘોડો કોતરેલો છે. વરઘોડાની ઉપર અષ્ટમંગલ દર્શાવ્યાં છે. આ દેરાસરમાં આવતા દરેક થાંભલા ગોળ છે, પણ બહારથી ચોરસ દેખાય એવી કળાકારીગરી કરી છે.
ટૂંકમાં ગુજરાતભરમાં વિરલ કહી શકાય એવું કલાત્મક કાષ્ટ કોતરણીવાળું (એક સમયે કવિ શ્રી ઋષભદાસનું ગૃહદેરાસર અને આજે શંખેશ્વર પાર્શ્વનાથનું) આ જિનાલય ખંભાતની અનુપમ શોભા છે. મકાનના એક વિભાગમાં એક ભોંયરું પણ જોવા મળ્યું. આ ભોંયરું પણ વિશાળ છે. હાલમાં જેનો ઉપયોગ માલસામાન ભરવામાં કરે છે. જનશ્રુતિ પ્રમાણે કવિ ઋષભદાસના મકાનમાં હજુ ઘણું ધન દાટેલું છે પરન્તુ હાલમાં રહેતા પરિવારે મકાનના થોડા ભાગમાં ખોદાવ્યું હતું, ત્યારે અંદરથી ઘણા બધા ખાલી માટલાં નીકળ્યાં હતાં. આમ ખંભાત નગર અને કવિ ઋષભદાસનું મકાન નજરે જોવાનો મને અનહદ આનંદ થયો, જે શબ્દરૂપે અહીં આલેખ્યો છે.
***
: સંદર્ભસૂચિ : આનંદ કાવ્ય મ.મૌ.-૮ - સંપાદક – જીવણચંદ સાકરચંદ ઝવેરી .
.... પૃ. ૩૨-૩૩ ૨. હિતશિક્ષા રાસનું રહસ્ય - શા. કુંવરજી આણંદજી .........
................. પૃ. ૪ ૩. કુમારપાળ રાજાનો રાસ - શ્રી શિવલાલ જેસલપુરા ........
...... પ્રસ્તાવના કવિ ઋષભદાસ એક અધ્યયન - પ્રો. ડૉ. વાડીલાલ ચોક્સી ...........
............ પૃ. ૩ ૫. આનંદ કાવ્ય મ.મૌ.-૮ - સંપાદક – જીવણચંદ સાકરચંદ ઝવેરી .
......... પૃ. ૧૩ જૈન ગુર્જર કવિઓ ભાગ-૩ - સંપાદક – જયંત કોઠારી.............
•... પૃ. ૨૫-૦૩ જૈન ગુર્જર કવિઓ ભાગ-૩ - સંપાદક – જયંત કોઠારી.. ............
.... પૃ. ૪૮-૪૯ કવિ ઋષભદાસ એક અધ્યયન - પ્રો. ડૉ. વાડીલાલ ચોક્સી ..........
............ પૃ. ૫ ૯. વાડ્મય વિમર્શ - રામપ્રસાદ બક્ષી...
................... પૃ. ૬૨ કવિ ઋષભદાસ એક અધ્યયન – પ્રો. ડૉ. વાડીલાલ જીવાભાઈ ચોકસી
.......... પૃ. ૬૨ ૧૧. આધ્યાત્મિક પદો - સાર્થ .
..... પૃ. ૫૯, ૮૮ ૧૨. ખંબાતના જિનાલયો - સંપાદક – ચંદ્રકાન્ત કડિયા..........
......... પૃ. ૩૮૬
........
૧૦.