________________
ઢાલ-૫૬
સુદર્શન શેઠ સુદણ સેઠ રે વ્રત તે ચોથુ શરિ વહ્યું પટરાણી રે પ્રેમ તણઈ વચને કહ્યું / રંભા દેખી રે સેઠિ તણુ મન થીર રહ્યું
નવિ ચુકો રે જે જગ્યું જીવત ગયું // // 10 // ઉપરોક્ત કડીમાં કવિએ ‘સુદર્શન શેઠ' દષ્ટાંત કથાનો આધાર લઈ શિયળવ્રતનો મહિમા સમજાવ્યો છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
અંગ દેશની ચંપાપુરી નગરીના રાજા દધિવાહનને અભયા નામની રાણી હતી. સુદર્શન શેઠ આ ચંપાપુરીમાં વસતા હતા. તેમને મનોરમા નામે પત્ની હતી. સુદર્શન શેઠને ચંપાનગરીના પુરોહિત સાથે ગાઢ મૈત્રી હતી. પુરોહિતે પોતાની પત્ની પાસે સુદર્શન શેઠની બુદ્ધિના, રૂપના તેમ જ સદાચાર શીલના ખૂબ જ વખાણ કર્યા. આ સાંભળીને પુરોહિતની પત્ની કપિલા સુદર્શન શેઠની સાથે ભોગ ભોગવવા તલપાપડ બની.
એકવાર પુરોહિતને બહારગામ જવું પડ્યું. ત્યારે કપિલા ખોટું બોલીને સુદર્શન શેઠને પોતાના ઘરે લઈ આવી અને તેમની પાસે કામભોગની માગણી કરી. આ સાંભળી સુદર્શન શેઠે સહી સલામત બચવા માટે પોતે નપુંસક છે એમ કહીને ત્યાંથી પોતાના ઘરે હેમખેમ આવી ગયા પરંતુ જ્યારે કપિલાને આ વાતની અભયા રાણી પાસેથી ખબર પડી કે શેઠ નપુંસક નથી પોતે છેતરાઈ છે, ત્યારે તેને અત્યંત ખેદ થયો અને હૈયામાં ઈષ્ય જન્મી અને અભયા રાણીને કહ્યું કે, “તો છેતરાઈ પણ તમે સુદર્શન શેઠ સાથે ભોગ ભોગવો તો ખરા.” અભયા રાણીએ પણ સામે પડકાર ફેંક્યો.
એકદા સુદર્શન શેઠ પૌષધવ્રત લઈ ધ્યાનમાં ઊભા હતા ત્યારે રાણી અભયાની સૂચનાથી દાસી તેમને રાજમહેલમાં ઉપાડી લાવી અને તેમને ચલિત કરવા માટે અભયા રાણીએ અનેક ઉપાયો કર્યા, પણ તે સઘળા નિષ્ફળ ગયા. છેવટે રાણીએ તેમના પર શીલભંગનો મિથ્યા આરોપ મૂક્યો.
ત્યારે રાજાએ સુદર્શન શેઠને પૂછ્યું કે, “જે હોય તે સાચું કહો. આમાં સત્ય શું છે?” સુદર્શન તો કાયોત્સર્ગમાં સ્થિર હતા. ફરી ફરી પૂછ્યું પણ શેઠ મૌન રહ્યા. ત્યારે રાજાએ તેમને શૂળીની શિક્ષા ફરમાવી. શેઠે મનમાં વિચાર્યું કે, જો હું સાચું બોલીશ તો અભયા રાણીની ફજેતી થશે અને રાણીને શિક્ષા થશે. મારો ધર્મ અહિંસા પાલન છે, આમ વિચારી શેઠ મૌન જ રહ્યા. પરંતુ શીલના પ્રભાવથી શૂળીનું સિંહાસન થઈ ગયું અને તેમનો જયજયકાર થયો. આમ સુદર્શન શેઠની પરદારા વિરમણ વ્રત અંગે કસોટી થઈ પણ તેઓ શીલથી ચૂક્યા નહિ.
: સંદર્ભસૂચિ : શ્રી પંચ પ્રતિકમણ સૂત્ર - પ્રકાશક - શ્રી ગોડીજી મ. જૈન દેરાસર ઍન્ડ ચૅરિટીઝ ટ્રસ્ટ ............ પૃ. ૨૩૬ યોગશાસ્ત્ર - ભાષાંતરકર્તા - શ્રીમદ પંન્યાસ મ. શ્રી કેશરવિજયજીગણિ .......
......... પૃ. ૩૫