________________
કાપી વિદાય લીધી. પરન્તુ શીલના દિવ્ય પ્રભાવે કલાવતીના હાથ હતા તેવાં ને તેવાં થઈ ગયા. કાંડા કપાવવાનું ખરું કારણ તો પૂર્વનાં કર્મ હતાં. પૂર્વભવમાં કલાવતી એક રાજાની કુંવરી હતી અને રાજાનો જીવ એક પોપટ હતો. તે પાંજરામાંથી ઊડી ન જાય તે માટે તેની પાંખો કલાવતીએ કાપી લીધી હતી, તેથી તે પોપટના જીવ રાજાએ કલાવતીના કાંડા કાપ્યાં. આમ પૂર્વે કરેલાં કર્મનું ફળ આ ભવમાં ભોગવવું પડ્યું. આમ કર્મનાં ફળ ભોગવવા જ પડે છે.
: સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા સિતારા – પ્રકાશક – હરજીવનદાસ વાડીલાલ શાહ .......
.... પૃ. ૮૩
વંકચૂલ ઢાલ-૫૬ વંકચૂલ વનિ મોટો ચોર, વ્રત ચોથુ તેણઈ લીધુ ઘોર /
કાર્ણ પણઈ તેણઈ રાખ્યું સીલ, રાજરીય બહુ પાંડુ લીલ // ૩૭ // વંકચૂલ નામના ચોરે શીલવ્રત ધારણ કર્યું હતું. કારણ પડવા છતાં તેણે શીલવ્રત અખંડ રાખ્યું. આ વાત વંકચૂલ' દષ્ટાંત કથાનકને આધારે ઉપરોક્ત કડીમાં કવિએ આલેખી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
વિરાટ દેશના પેઢાલપુર નગરમાં શ્રીચૂલ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને સુમંગળા પટરાણી હતી. તેમ જ તેમને પુષ્પચૂલ અને પુષ્પચૂલા નામે પુત્ર-પુત્રી હતાં. પુષ્પચૂલ યૌવનાવસ્થામાં આવ્યો. નાનપણથી જ તેને જુગાર, ચોરી વગેરે મહાવ્યસનો લાગુ પડતાં ઉદ્ધત બની ગયો. કર્મ સંજોગે પગમાં ખોડ હોવાથી જરાક વાંકો ચાલતો હતો, તેથી લોકો તેને વંકચૂલ કહેતા હતા. વંકચૂલના ખરાબ લક્ષણોથી તંગ આવી મા-બાપે તેને દેશવટો આપ્યો. વંકચૂલ પોતાની સ્ત્રી તથા બહેનને લઈને નગરની બહાર જંગલમાં એક પલ્લીમાં ગયો. જ્યાં ચોર લોકો રહેતા હતા, ચોરી કરવી તેમનો ધંધો હતો. વંકચૂલ પણ તેમની સાથે રહેવા લાગ્યો. થોડા સમય બાદ પલ્લીપતિનું મૃત્યુ થવાથી વંકચૂલ પલ્લપતિ બન્યો.
* એકવાર તેમની પલ્લીમાં એક આચાર્ય મહારાજે સંજોગવસાત્ ચાતુર્માસ કર્યું. ચોમાસું પૂર્ણ થતાં આચાર્યના ઉપદેશથી તેણે ૧) અજાણ્યાં ફળ ખાવાં નહિ, ૨) પ્રહાર કરતાં પહેલાં સાત ડગલાં પાછા હઠવું, ૩) રાજાની પટ્ટરાણી સાથે સાંસારિક ભોગો ભોગવવા નહિ અને ૪) કાગડાનું માંસ ખાવું નહિ. આ ચાર નિયમો ગ્રહણ કર્યા.
વંકચૂલ એકવાર રાજાના મહેલમાં ચોરી કરવા ગયો. ત્યારે રાણીએ તેની સાથે ભોગ ભોગવાની ઈચ્છા દર્શાવી પરંતુ વંકચૂલે લીધેલા નિયમનું દઢતાપૂર્વક પાલન કર્યું. તેણે રાણીની વાત માની નહિ. આથી રાણીએ તેના ઉપર ખોટો આક્ષેપ મૂક્યો પરંતુ રાજાએ સઘળી બીના સાંભળી હોવાને કારણે વંકચૂલ ઉપર ખુશ થઈને પોતાનો સામંત બનાવ્યો. આમ વંકચૂલ ચોથા વ્રતનું દઢતાપૂર્વક પાલન કરવાથી રિદ્ધિ-સિદ્ધિને પામ્યો.
સંદર્ભસૂચિ .
જૈનશાસનના ચમકતા હીરા - સંપાદક – હરજીવનદાસ વાડીલાલ શાહ શ્રી પાંચ પ્રતિક્રમણ સૂત્ર – પ્રકાશક - ગોડીજી દેરાસર-પાયધુની.
...... પૃ. ૯૨ ......... પૃ. ૨૩૮