________________
આચારાંગ વૃત્તિમાં પ્રશસ્ત ભાવનાના અંતર્ગત દર્શન ભાવના, જ્ઞાન ભાવના, ચારિત્ર ભાવના અને તપ ભાવના અને વૈરાગ્ય ભાવના છે. મહાવ્રતોની પચ્ચીસ ભાવનાઓ ચારિત્ર ભાવનામાં અંતર્ગર્ભિત છે.
આગમોમાં વર્ણિત ભાવનાઓમાં શબ્દત: ક્યાંક ક્યાંક અંતર અવશ્ય છે. અર્થતઃ પ્રાયઃ સામ્ય છે પરંતુ ક્યાંક ક્યાંક ભિન્નતા પણ છે.
ભાવનાઓ મહાવ્રતો માટે સુદઢ સુરક્ષા કવચ છે, જે સાધક આ ભાવનાઓથી પ્રતિદિન પોતાને ભાવિત કરે છે, તે મહાવ્રતોની અખ્ખલિત રૂપથી આરાધના કરી શકે છે. ભાવનાના અભ્યાસથી મહાવ્રત પાકે છે. ભાવનાની ઝાળ જેટલી વધુ ઊંડી હશે મહાવ્રત તેટલા જ સારાં રૂપમાં પાકી શકશે.
આમ ભાવનાઓનું મહાવ્રતોના અનુપાલનમાં વિશિષ્ટ સ્થાન છે. એટલા માટે સાધક તત્ત્વના રૂપમાં તેનું સ્થાન સ્વીકૃત કર્યું છે. શ્રમણધર્મ (યતિધર્મ)
શ્રમણધર્મને યતિધર્મ પણ કહ્યો છે. યતિ એટલે આકરા નિયમ આદિ પાળનાર તપસ્વી. તેના શ્રમણ, સંયત, મુનિ, સાધુ, અનગાર, ઋષિ વગેરે એકાર્યવાચી શબ્દ છે. ધર્મ એટલે મૂલ અને ઉત્તર ગુણરૂપ આચારો, જે પાળે છે તે શ્રમણ કહેવાય.
જે આરંભ પરિગ્રહ અને ઘરનો ત્યાગ કરીને સંયમ ધારણ કરીને તેનું નિર્દોષ પાલન કરવા માટે નિરંતર શ્રેમ કરે છે. તેને શ્રમણ કહે છે.
પાંચ મહાવ્રતોના સાધક એવા શ્રમણને પોતાના વિષયકષાયોને જીતવા માટે ક્ષમા આદિ દશ ધર્મોના પરિપાલન માટે ઉપદેશ આપેલ છે. શ્રી સમવાયાંગ સૂત્ર તેમ જ “શ્રી ઠાણાંગ સૂત્ર અનુસાર
વિદે સમાધમે પુજે ગદા - રવંતી, મુત્તી, સMવે, મદ, તાપ, સ, સંગમે, તવે, રિયાપુ, વંમરવા
અર્થાત્ : શ્રમણધર્મ દશ પ્રકારના કહેલ છે. જેમ કે ક્ષમા, નિર્લોભતા, સરળતા, નમ્રતા, લાઘવ, સત્ય, સંયમ, તપ, ત્યાગ અને બ્રહ્મચર્યવાસ.
“તત્ત્વાર્થ સૂત્ર' ૬/૯માં પણ ઉત્કટ ક્ષમા, માદવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એમ દશ પ્રકારોનો યતિધર્મ બતાવ્યો છે.
શ્રી સમવાયાંગ સૂત્ર'માં દશ યતિ ધર્મનું વિશ્લેષણ કરતા દર્શાવ્યું છે કે, કષાયોમાં સહુથી મુખ્ય ક્રોધ છે. તેને જીતવા માટે સહનશીલતા અથવા ક્ષમાને ધારણ કરવી
અતિઆવશ્યક છે. (૨) બીજો પ્રબળ કષાય લોભના ત્યાગ માટે મુક્તિ અર્થાત્ નિર્લોભતા ધર્મનું પાલન કરવું જરૂરી
છે.
(૩) માયા કષાયને જીતવા માટે આર્જવ ધર્મ અને (૪) માન કષાયને જીતવા માટે માર્દવ ધર્મને પાળવાનું વિધાન કરેલ છે. (૫) માન કષાયને જીતવાથી લાઘવ ધર્મ સ્વત: સહજ પ્રાપ્ત થાય છે. (૬) માયા કષાયને જીતવાથી સત્ય ધર્મ પણ પ્રગટ થઈ જાય છે.
કૂ૩૧૯