________________
(૭)(૮)(૯)(૧૦) પાંચે ઈન્દ્રિયોના વિષયોની પ્રવૃત્તિને રોકવા માટે સંયમ, તપ, ત્યાગ અને
બ્રહ્મચર્યવાસ, એ ચાર ધર્મના પાલનનો ઉપદેશ આપેલ છે.
અહીં ત્યાગધર્મથી અંતરંગ, બહિરંગ દરેક પ્રકારના સંગનો ત્યાગ કહેલ છે. દાનને પણ ત્યાગ કહે છે. તેથી સંવિગ્ન સાધુઓને મળેલ ભિક્ષામાંથી દાનનું કથન પણ સાધુઓનું કર્તવ્ય માનેલ છે. તેવી જ રીતે છ પ્રકારના બાહ્ય તપ કહેલ છે. અનશન, ઊણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાય ક્લેશ અને પ્રતિ સલીનતા. તેમ જ છ પ્રકારના આત્યંતર તપ કહેલ છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાઉસગ. બ્રહ્મચર્યના પાલક પરમ તપસ્વીઓની સાથે રહેવાથી જ સંયમધર્મનું પૂર્ણરૂપથી પાલન સંભવ છે. તેથી જ તેને સર્વથી છેલ્લું સ્થાન આપેલ છે. અન્ય દર્શનમાં દશ ધર્મોનું કથન (૧) મનુસ્મૃતિમાં અ./૬માં બતાવ્યું છે કે,
धृति क्षमा दमोऽस्तेय, शौचमिन्द्रिय निग्रहः ।
ધી, વિદ્યા સત્યમ ક્રોધ, રાવં ધર્મતક્ષણમ્ ર૩ | અર્થાત્ : ધૃતિ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ, ઈન્દ્રિય નિગ્રહ, ધૈર્ય, વિદ્યા, સત્ય, અક્રોધ અને
નમ્રતા એ ધર્મનાં દશ લક્ષણ છે. (૨) “સંસ્કૃત ગ્રંથાંતર્ગત જૈન દર્શનમાં નવ તત્ત્વઅનુસાર બૌદ્ધોએ માનેલા દશ ધર્મ નીચે પ્રમાણે
છે, ૧) અધિકારી વ્યક્તિને દાન દેવું, ૨) સદાચારી જીવન જીવવું, ૩) સદ્વિચાર કરવા, ૪) હંમેશાં બીજાની સેવા કરવી, ૫) મોટા સાથે આદરથી વર્તવું, ૬) પોતાના સદ્ગણોનો ફાયદો બીજાને આપવો, ૭) બીજાના સગુણો અપનાવવા, ૮) સત્યના માર્ગે ચાલનારાનો ઉપદેશ
સાંભળવો, ૯) ન્યાયપૂર્વક કથન કરવું તેમ જ ૧૦) ધર્મમાં નિર્મળ અને શુદ્ધ વિશ્વાસ રાખવો. (૩) તેવી જ રીતે “કુરાનસારમાં વિનોબા ભાવેએ ભક્તનાં દશ લક્ષણો દર્શાવ્યાં છે, ૧) શરણાગત,
૨) શ્રદ્ધાવાન, ૩) આજ્ઞાપાલક, ૪) સત્યભાષી, ૫) ધીર, ૬) વિનીત, ૭) દાતા, ૮) ઉપવાસી, ૯) શીલરક્ષક અને ૧૦) ઈશ સ્મરણ શીલ.
આમ દશ ધર્મોનું કથન જૈનદર્શન તેમ જ અન્ય દર્શનમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. શ્રમણના (સાધુના) સત્તાવીસ ગુણો
સાધુ એટલે નિર્વાણ માર્ગની સાધના કરનાર. સ્વહિત અને પરહિત એ ઉભયહિતને સાધનાર. આવા સાધુઓ સત્તાવીસ ગુણોથી યુક્ત હોય છે. શ્વેતામ્બર પરંપરામાં સત્તાવીસ મૂલગુણોના પરિપાલનનું વિધાન છે.
‘શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર’ તેમ જ “શ્રી સમવાયાંગ સૂત્રમાં મુનિના સત્તાવીસ ગુણોનું કથન દર્શાવ્યું છે. જેમ કે,
पंच महन्वय जुत्तो, पंचिदिय संवरणो । चउविह कसाय मुवको, तओ समाधारणया ।।१।।
ति सच्च संपन्न तिओ, खंति संवगे रओ । वेचण मच्चु भयगयं, साहु गुण सत्तवीसं ॥२॥