________________
(૩) વેદ વ્યાસના યોગશાસ્ત્ર અધ્યાય-૩માં કહ્યું છે કે રાત્રિમાં ખાનારો મનુષ્ય-ઘુવડ, કાગડો,
બિલાડી, ગીધ, ડુક્કર આદિ યોનિમાં જન્મ ધારણ કરે છે. (૪) યોગશાસ્ત્ર અધ્યાય-૩માં કહ્યું છે કે નિત્ય રાત્રિભોજનનો ત્યાગ કરવાથી અગ્નિહોત્રનું ફળ
મળે છે તેમ જ તીર્થયાત્રાનું ફળ મળે છે. (૫) માર્કડેય મુનિએ તો રાત્રિમાં પાણી પીવાને લોહી પીવા સમાન અને રાત્રિમાં ખાવાને માંસ
ખાવા સમાન કહી દીધું છે. (૬) બૌદ્ધ મતના “મન્નિમ નિય' તેમ જ “ટોપમસુર’માં રાત્રિભોજનનો નિષેધ છે.
આમ રાત્રિભોજનના અનેક દોષ અન્ય ગ્રંથોમાં પણ દર્શાવ્યા છે. મહાવ્રતોનું સુરક્ષા કવચ : ભાવના ભાવનાનો અર્થ
વૈદિક, બૌદ્ધ અને જૈન ત્રણે પરંપરામાં ભાવના શબ્દ મળે છે. ભાવનાનો શાબ્દિક અર્થ છે, ‘પુનઃ પુનઃ અભ્યાસ’. ‘પાતંજલ યોગ સૂત્ર'માં જપ અને ભાવનામાં અભેદનો સ્વીકાર કર્યો છે.
બૌદ્ધ દર્શનમાં પુનઃ પુનઃ સત્યદર્શનને ભાવના કહ્યું છે.
જૈનદર્શનમાં ભાવનાના ઘણા અર્થ મળે છે જેમ કે, ભાવના, જપ, ધારણા, સંસ્કાર, અર્થચિંતા વગેરે. ભાવનામાં જ્ઞાન અને અભ્યાસ બને માટે અવકાશ છે
ભાવનાની સૈદ્ધાંતિક પરિભાષા આ પ્રમાણે છે, વીર્યાન્તરાયના ક્ષયોપશમ અને ચારિત્ર મોહના ઉપશમની અપેક્ષાથી જે આત્મા વડે વારંવાર કરાય છે, તેનું નામ ભાવના છે."
આધુનિક ભાષામાં “બ્રેઈન વોશિંગ’ને ભાવના કહેવામાં આવે છે.
આચારાંગ ટીકા'માં ભાવનાના ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડતાં બતાવ્યું છે કે – “મદાવ્રતાના” પરપતિનાર્થ માવના પ્રતિપદા' અર્થાત્ મહાવ્રતોના પોષણ માટે જ ભાવનાઓ છે. જેમ શિલાજીતની સાથે લોહ રસાયણની ભાવના આપવામાં આવે છે, તેમ મહાવ્રતોના ગુણોમાં વૃદ્ધિ કરવા માટે ભાવનાઓ બતાવવામાં આવી છે.
ભાવનાઓ સાથે વ્રતની આરાધના કરવાથી મહાવ્રતોમાં પૂર્ણતા આવી જાય છે. વ્રતની રક્ષા થાય છે. ધૈર્ય અને અપ્રમત્તતાનો વિકાસ થાય છે. “તત્ત્વાર્થ સૂત્ર' અને “આવશ્યક ચૂર્ણિમાં ભાવનાને મહાવ્રતોના રક્ષણ માટેના રૂપમાં બતાવી છે. ભાવનાના પ્રકાર
જેનાથી ચિત્તની વિશુદ્ધિ થાય છે તે બધી ભાવનાઓ છે. ભાવનાઓ અસંખ્ય છે. છતાં પણ અમુક વર્ગીકરણ પ્રાપ્ત થાય છે, જેમ કે ‘શ્રી સમવાયાંગ સૂત્ર'-૨૫, “શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર' સંવરદ્વાર૨ અને “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' ૩૧/૧૭માં પાંચ મહાવ્રતની પચ્ચીસ ભાવનાઓ બતાવી છે.
| ‘શ્રી તત્ત્વાર્થ સૂત્ર’ ૯/૭માં બાર ભાવનાઓનો એક વર્ગીકરણ અને ચાર ભાવનાઓનો એક વર્ગીકરણ જોવા મળે છે.
ભાવનાના બે પ્રકાર પણ છે. જેમ કે, ૧) પ્રશસ્ત ભાવના અને ૨) અપ્રશસ્ત ભાવના.