________________
ઢાલ-૩૫
‘હંસ અને કાગડા’ની દૃષ્ટાંત કથાના આધારે કવિએ દુર્ગુણીની સોબતમાં સદ્ગુણી, અપરાધીની સોબતમાં નિરપરાધી, નઠારાની સોબતમાં સારા માણસ પણ તેના જેવો જ ગણાઈને માર્યો જાય છે. આ વાત કવિએ ઉપરોક્ત કડીમાં આલેખી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
હંસ અને કાગડો
હંસ કાગ િસંÄિ ગયો, મર્ણ લહ્યું નિં ગંજણ થયુ |
ખિં સંગતિ જોગી તણી, ધરિ ધરિ ભીખ મગાવી ઘણી ।। ૮૨ ||
એક જંગલમાં એક વાર હંસ અને કાગડા વચ્ચે દોસ્તી થઈ. હંસ તે કાગડા સાથે ઝાડ ઉપર આવીને બેસતો હતો. એકવાર કોઈ એક રાજા ઘોડે બેસીને જંગલમાંથી આવતાં તે વૃક્ષ નીચે ઊભા રહ્યા. તે વૃક્ષ ઉપર કાગડો પણ બેઠો હતો. તેની જોડે હંસ પણ આવીને બેઠો. હવે કાગડાએ પોતાના સ્વભાવ પ્રમાણે રાજાના વસ્ત્ર ઉપર વિષ્ટા કરી અને રાજાના કપડાં બગાડ્યાં. તે જોઈ રાજાને ઘણો ક્રોધ ચઢ્યો અને તેણે તરત જ કામઠામાં તીર ચઢાવીને નિશાન તાક્યું, પણ કાગડો મહાધૂર્ત હોવાથી ઊડી ગયો અને તે તીર હંસને વાગ્યું. તેથી તે વીંધાઈને તત્કાળ ભૂમિ ઉપર પડ્યો. તેને જોઈને રાજ પોતાના સાથીઓને કહેવા લાગ્યા કે, ‘‘અહીં આ પૂર્વે કોઈ વખત નહિ જોયેલો એવો અતિશય સફેદ કાગડો આજ મારા જોવામાં આવ્યો.’’ તે સાંભળીને બાણથી વીંધાયેલો હંસ મરતાં મરતાં બોલ્યો કે, “હે મહારાજ! હું કાગડો નથી, પણ સરોવરના નિર્મળ જળમાં ક્રીડા કરનાર હંસ છું પરંતુ આ નીચ કાગડાનો મેં સંગ કર્યો, તેના સંગથી મારું મરણ થયું છે. એમાં સંદેહ નથી.''
આમ નીચની સંગતથી હંસે પોતાનો જીવ ગુમાવ્યો.
સંદર્ભસૂચિ :
દૃષ્ટાંત શતક
ઢાલ-૪૬
:
ભાષાંતર - છોટાલાલ નરભેરામ ભટ્ટ..
શ્રી મેઘરથ રાજા
જીવદયા એમ પાલઈ જી, જિમ જગી મેઘરથ રાય | પારેવો જેણઈ રાખીઓ જી, પરભવિ અરીહા થાય ।। ૯૫|| સુર આકાસઈ સંચર્યુ જી, હુઓ તે જઇજઇ રે કાર ।
જીવદયા એમ પાલીઇ જી, તો લહીઇ ભવપાર ।। ૯૯।।
७
ઉત્કૃષ્ટ જીવદયા પાળવાથી તીર્થંકર ગોત્રનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ‘શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર'માં આપેલ મેઘરથ રાજાના દૃષ્ટાંત કથાનકના આધારે ઉપરોક્ત કડીઓમાં કવિએ આ જ વાતનું આલેખન કર્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
જંબુદ્રીપના પૂર્વ મહાવિદેહમાં પુંડરીકિણી નગરીમાં ધનરથ રાજા હતા. તેમને પ્રિયમતી નામની પત્ની હતી. તેમને ત્યાં મેઘરથકુમારનો જન્મ થયો હતો. મોટા થતા પિતાએ મેઘરથને ગાદી સોંપી. મેઘરથ રાજા રૂડી રીતે જૈનધર્મ પાળતા હતા. એક દિવસ મેઘરથ રાજા પૌષધશાળામાં પૌષધ કરી બેઠા હતા ત્યારે અચાનક ભયથી કંપતું એક પારેવડું તેમના ખોળામાં આવી પડ્યું અને તેણે
> *70& 5