________________
ઢાલ || ૬૯ || દેસી. ભાવિ પટોધર વિરનો. // રાગ. ગોડી // પાંચ વણજ કિમ કીજીઈ, દંત ચમર નખ જેય / કસ્તુરી મણી પોઈશા, મોતી શંખ જ સોય // ૪૭ // પાંચ વણજ કિમ કીજીઇ / આંચલી. આગરિ એહનિ જઈ કરી, નવિ લીજઇ સહી જામ્ય / પાપ વિરધ્ય અતી પામસઈ, પૂણ્યતણી વલી હણિ //૪૮ // પાંચ. લાખ વણજ નવિ કીજી, સાબુ સોમલ ખાર / લુણ ગલિ અનિ આબુઆ, વોહોરિ પાપ અપાર //૪૯ // પાંચ. અરણેટો તુરી ધાવડી, મણશલ નિં હરીઆલ / મહુડી સાહજીએ ન વહોરજે, વારૂ છુ વધ બાલ //૫૦ // પાંચ. વલિ વછનાગ ન વહોરી, જે વિષ કેરી જાતિ / અન્ન શલ્યાં રે વણજી કરી, પ્રાણી મમ દૂરગતિ ધાતિ //૫૧ // પાંચ. કંદનઈ કુલ તે ટાલઇ, વણજ ભલો નહી એહ / શ્રી જિનધર્મ હલાવતાં, અતિદૂખ પામઈ દેહ //પ૩ // પાંચ. રસ વાણજ નવિ કીજી, મધ માખણ નિં મીણ / ચોથુ ચીડ તે ટાલીઇ, જિમ નવિ થઈઇ હીણ //૫૩ // પાંચ. કેસ વણજ મમ કો કરો, એહનું પાપ અપાર / દ્વપદ ચોપદ લેઈ વેચતાં, ઉતમ નહી આચાર //૫૪ // પાંચ. લોવણજ પણિ વારીઓ, મમ વેચો હથીઆર /
પાપોપગર્ણ એ કહ્યા, મ કરો જીવ સંધાર //૫૫ // પાંચ.
ઢાલ – ૬૯ કડી નંબર ૪૦થી ૫૫માં કવિએ હિંસામય પાંચ વાણિજ્જ' (વેપાર) દર્શાવ્યા . છે. જે ત્યાજ્ય છે.
કવિ પાંચ હિંસામય વેપારનું સ્વરૂપ આલેખતાં કહે છે કે, જે વેપાર થકી પાપ કર્મ થાય તેવા પાંચ વેપાર શા માટે કરવા? જેમ કે દાંત, ચામડું અને નખ વગેરેનો વેપાર ગણવો. વળી કસ્તૂરી, મણિ, મોતી, શંખ, પરવાળા વગેરેનો વેપાર છે. આવા પાંચ વેપાર શા માટે કરવા?
વળી આવા વેપારની ખાણ જાણીને કરે તે સારું કરતા નથી એવું જાણો. આમ કરવાથી પાપની વૃદ્ધિ ઘણી થાય અને વળી પુણ્યની હાનિ થાય છે.