________________
લાખનો વેપાર પણ કરવો નહિ. તેમ જ સાબુ, સોમલ, ખારો, મીઠું, ગળી અને આબુઆ વગેરેના વેપારમાં ઘણું પાપ થાય છે. વળી અરણેટો, તુરી, ધાવડી, મણશિલ, હરતાલ, મહુડી, સાહજીઅ વગેરે માટી ખરીદવી નહિ. વૃદ્ધ તેમ જ બાળકો સહુને રોકું છું.
વળી વછનાગ' નામનું ઝેર પણ વેચવું ખરીદવું નહિ. તેમ જ સડેલાં ધાન્યનો વેપાર કરવાથી જીવની દુર્ગતિનો ઘાત થતો નથી. કંદમૂળનો વેપાર પણ ટાળવો કે જે સારો નથી. આમ શ્રી જિનધર્મને ધક્કો પહોંચાડતાં જીવ ઘણું દુઃખ પામે છે.
રસનો વેપાર પણ કરવો નહિ. જેમ કે મધ, માખણ અને મીણ, ચોથે ચરબી. તેનો વેપાર ટાળવો, કે જેનાથી નીચાપણું થાય નહિ.
કેશ (ચમરી ગાય આદિના કેશ)નો વેપાર કોઈએ કરવો નહિ. એમાં પાપ ઘણું છે. તેમ જ બેપનાં (પક્ષી, મનુષ્ય વગેરે) તેમ જ ચારપગાં (પશુ વગેરે) લઈને વેચવાં એ આચાર ઉત્તમ કહેવાય નહિ.
આગળ કહે છે કે, લોઢાનાં હથિયારનો વેપાર પણ વાર્યો છે. માટે હથિયાર બનાવીને વેચવા નહિ. એને પાપનાં ઉપકરણ કહ્યાં છે માટે જીવ સંહાર કરો નહિ.
દૂહા || પાપોપગર્ણ મમ કરો, મ કરો લોહો હથીઆર /.
ઘણી જંત્ર નિં ઘંટલા, કરંતા પાપ અપાર //૫૬ // કડી નંબર પ૬માં કવિએ પાપનાં ઉપકરણ એવાં લોહ હથિયાર, ઘાણી યંત્ર વગેરેથી ઘણું પાપ લાગે એ વાત દર્શાવી છે.
પાપનાં ઉપકરણ બનાવવાં નહિ. જેમ કે લોખંડના હથિયાર તેમ જ ઘાણી યંત્ર અને ઘંટી વગેરે બનાવવા નહિ કે જેનાથી ઘણું પાપ થાય છે.
ઢાલ || ૭૦ | દેસી. તુગીઆ ગીર સીખરિ સોહઈ // રાગ. પરજીઓ //. જંત્ર પીલણ જન ન કીજઇ, ઘંટ ઘાંણી જેહ રે / ઊષલ મુસલ જેહ કોહોલું, તુ મ વાહીશ તેહ રે //૫૭ // જંત્ર પીલણ જન ન કીજઈ // આંચલી // જંત્ર વાહાતાં જીવ કેતા, પ્રાણ વિહુણા થાય રે / તેણઈ કારણિ એ કર્મ તજીઈ, ભજો અવર ઉપાય રે //૫૮ // જંત્ર. આંક પાડઇ પૂણ્ય હારઈ, તજિ નાલ છેદન કરમ રે / કર્ણ કબલ કાંઈ કાપો, જો જાણો જિન ધર્મ રે //૫૯ // જંત્ર બાલ તુરંગમ વછ પૂષ, નર સમારઈ સોય રે / નીચગતી તે લહઈ નીસચઈ, વલી નપૂસક હોય રે //૬O // જંત્ર દવ લગાડઈ પસુ બાલઇ, તો સુખી કિમ થાય રે / છેદન ભેદને લહઈ નર તે, ભાષ શ્રી જિનરાય રે //૬૧// જંત્ર.