________________
કૃતિની શૈલી પ્રાસાદિક, મધુર, ઉપદેશાત્મક અને બોધપ્રદાન છે. “જનની સમ નહિ તીરથ કોઈ, સ્વર્ગ, મૃત્યુ, પાતાલે જોઈ, જેણે માની પોતાની માય, સકલ તીર્થ ઘરિ બેઠા થાય.” આવા સારા સુભાષિતો દ્વારા માતાનો મહિમા દર્શાવ્યો છે. તો લોભ કરવાથી શું થાય તે પણ સુભાષિત દ્વારા બોધ આપ્યો છે જેમ કે લોભે જાય પૂરવ પ્રીતિ, લોભે નાસે ગુણની રીતિ, લોભ ન રહે ન્યાયને નીતિ, લોભઈ જાય કુલની રીતિ’ તેમ જ કવિત, ચોપાઈ, દુહા, કુનિહાં, તૂટક, છપ્પઈ, છંદ આદિનો પણ ઉપયોગ કર્યો છે. વિપુલતાની દષ્ટિએ ૪૫૦૬ ગાથાનો આ રાસ વાચકોને આનંદ કરાવે તેવો છે. ૭. કુમારપાલનો નાનો રાસ - (સંવત ૧૬૭૦) ભાદ્રપદ-૨ ગુરુવાર ખંભાત.
કુમારપાલના નાના રાસમાં પણ ઐતિહાસિક દષ્ટિએ તેમ જ જૈનધર્મની દષ્ટિએ મહત્ત્વનું સ્થાન ધરાવતા રાજર્ષિ કુમારપાલનું ચરિત્ર વર્ણવવામાં આવ્યું હશે.
કવિ ઋષભદાસે કુમારપાલનો નાનો રાસ અને મોટો રાસ એ બન્ને સં. ૧૯૭૦માં એક જ દિવસે પૂરા કર્યા છે. એથી એમ માની શકાય કે એમણે સંક્ષિપ્ત રુચિ જીવો માટે સંક્ષેપમાં અને વિસ્તૃત રુચિ જીવો માટે વિસ્તારથી એમ કુમારપાલના બન્ને રાસ સાથે સાથે જ રચ્યા લાગે છે. ૮. નવતત્ત્વ રાસ - સંવત ૧૬૭૬ દિવાળી રવિવાર ખંભાત.
આ કૃતિમાં કવિએ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. એ જૈનધર્મના મુખ્ય નવતત્ત્વોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. જૈનોના પ્રસિદ્ધ ‘નવતત્ત્વ' પ્રકરણ ગ્રંથનો આધાર કવિએ અત્રે લીધેલો છે.
પંચેન્દ્રિય જીવોમાં માનવભવ સારભૂત અને દુર્લભ છે પરંતુ મૂર્ખ જીવાત્માને બાળપણમાં ધર્મ સમજાતો નથી, યુવાવસ્થામાં પાપ કરે છે અને વૃદ્ધાવસ્થામાં વિષય લોલુપતાને કારણે મરીને દુર્ગતિમાં જાય છે. માટે પ્રથમ જીવતત્ત્વ સમજીને સ્વ-પરના આત્માની સાર કરવી. એ આ રાસનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ૯. જીવવિચાર રાસ – વિ. સંવત ૧૬૭૬માં આસો સુદ-૧૫ ખંભાત.
જૈન ગુર્જર કવિઓ ભાગ-૧ (પૃ. ૪૨૦)માંથી આ રાસની આદિની ૧ થી ૭ ગાથા તથા અંતની ૪૮૪થી ૫૦૨ ગાથા મળે છે.
આ કૃતિ શાંતિસૂરિના ‘જીવવિચાર' પ્રકરણ ગ્રંથના આધારે રચાયેલી છે. તેમાં જીવ અજીવ એ બે મુખ્ય તત્ત્વોનું અને દયાધર્મનું ખાસ નિરૂપણ છે.
આ રાસમાં જીવતત્ત્વની વિસ્તારથી વિવેચના કરી છે. આદિકાળથી માનવ અગોચર એવા આત્મા વિષે જાણવાની અદમ્ય ઉત્કંઠા ધરાવે છે. આત્માના ગ, રહસ્યોનું આલેખન એટલે ‘જીવવિચાર રાસ.”
આદિ - જીવવિચાર રાસના પ્રારંભમાં કવિ પોતાના ચિંતિત કાર્યની સિદ્ધિ માટે શારદા માતાને પોતાના મુખમાં આવી વસવા માટે પ્રાર્થના કરે છે.
અંત - બધા જ ધર્મોમાં જીવદયા મુખ્ય કહેવાય છે જે પર પ્રાણીને બચાવે છે તે નર નારી તરી જાય છે. જીવદયા પાળવાથી પાંચે ઈન્દ્રિય નિર્મળ થાય છે. દીર્ઘ આયુષ્ય મળે, રોગ આવે નહિ, રૂપ સુંદર મળે, અંગઉપાંગના છેદન ભેદન વગર પાંચે ઈન્દ્રિયનું સુખ મળે અને એ નર સુખીઓ