________________
૧) લોકભોગ્ય અર્થાત્ લોકસાહિત્ય = સામાન્ય જનો દ્વારા રચાયેલું સાહિત્ય. જનસાધારણમાં આદર પામેલું સાહિત્ય.
૨) વિદ્વદ્ભોગ્ય સાહિત્ય = વિદ્વાનો દ્વારા ભાષા અને અર્થનું યોગ્ય સંમિશ્રણ કરીને, વ્યાકરણની દૃષ્ટિએ પરિપૂર્ણ હોય તેવું સાહિત્ય રચાય તે વિદ્ સાહિત્ય છે. રાજશેખરે કાવ્ય મીમાંસામાં કહ્યું છે કે,
ઇવાડ્મયનુમય થા । શાસ્ત્ર, હાથં વા' અર્થાત્ વાડ્મય બે પ્રકારનું છે. શાસ્ત્ર અને
કાવ્ય.
તેવી જ રીતે સાહિત્યના પદ્ય અને ગદ્ય એવા બે પ્રકાર છે. ‘નિષદ્ધ ગદ્યમ્ નિષદ્ધ પદ્યમ્ ।' અર્થાત્ અનિબદ્ધ રચના તે ગદ્ય કહેવાય કે જે સીધા પાઠ સ્વરૂપે હોય. નિબદ્ધ રચના એટલે પદ્ય. જેમાં છંદશાસ્ત્રના નિયમોને અનુસરીને પદ્યાવલીની રચના હોય.
કાવ્યો, નાટકો, સંવાદો, નવલકથાઓ, વાર્તાઓ, નિબંધો એ સર્વ સાહિત્યનાં નિરાળા સ્વરૂપો છે. આમ તો સર્વ ભાષા અને સર્વ લિપિઓનો સમાવેશ સાહિત્યમાં થઈ જાય છે. ભાષા, વ્યવહાર, લેખ, પુસ્તક, ચિત્ર, પત્ર આદિ દરેક સાહિત્યનાં અંગ છે, વિવિધ રૂપ છે. એ સર્વમાં ‘કાવ્ય’ ઉત્તમ કહેવાય છે. સાહિત્યની ઉપયોગિતા
સમાજનું ઉત્થાન-પતન, એની વિચારધારાઓ અને એની ચેતનાના વિકાસનો મૂળ સ્રોત હૃદયંગમ કરવા માટે સાહિત્યનું જ્ઞાન અને અધ્યયન અત્યંત આવશ્યક છે. હજારો વર્ષોની દબાયેલી ભાવાનાઓ, અનુભૂતિઓ અને સુખદુઃખથી સંબંધિત વિચાર ફક્ત સાહિત્યના માધ્યમથી જ સમજાય છે અને જાણી શકાય છે.
સાહિત્ય અને જીવન પરસ્પર ઉપકારી ક્રિયાઓ છે. સાહિત્ય જીવનને ઘડવા માટે, બીજાનું જીવન સમજાવવા માટે, માનવ માનવ વચ્ચેના સંબંધોના સાચા અર્થ શોધવા માટે, સૃષ્ટિની શક્તિને અનુભવવા માટે, મૂલ્ય પરિવર્તન માટે, યુગધર્મ સ્થાપવા માટે, નવી રચના માટે, નવસર્જન માટે, પ્રગતિ માટે અને કલ્યાણકારી પ્રેમસૃષ્ટિના વિશ્વવ્યાપી આવિર્ભાવ માટે છે.
ધર્મ, ગૃહ, રાજ્ય, સમાજ આદિ સર્વ સંસ્થાઓનો જન્મ અને વિકાસ સાહિત્ય દ્વારા સંધાયો છે. વળી આપણા પ્રાકૃત જીવનને સંસ્કારી બનાવી અને ઉન્નતિને માર્ગે લઈ જનાર પણ સાહિત્ય જ છે.
સાહિત્ય એ ઈતિહાસની પુરવણી છે. ઈતિહાસ પ્રજાની સંસ્કૃતિનાં બાહ્ય લક્ષણો વર્ણવે છે. પ્રજાની જીવનશૈલી આલેખે છે. ચડતી-પડતી તથા હાર-જીત વર્ણવે છે, પણ પ્રજાનું ચારિત્ર્ય, પ્રજાનું માનસ તથા પ્રજાની આંતરિક સત્ત્વશીલતા જાણવા માટે આપણે એ પ્રજાના સાહિત્ય તરફ જોવું પડે છે. આમ પ્રજાનું બૌદ્ધિક તથા આધ્યાત્મિક જીવન કયા પરિબળોથી પૃષ્ટ થયું છે, તે સમજવા માટે સાહિત્ય એક સાધન છે.
ટૂંકમાં વ્યક્તિનું ઘડતર, સમાજનો વિકાસ, જન-સમાજની સ્થિતિ, તેના રીતરિવાજ આદિનું સંપૂર્ણ ચિત્ર સાહિત્ય દ્વારા જાણવા મળે છે. આમ સાહિત્ય દ્વારા લોક સંસ્કૃતિ વિકસી છે. જનજીવન ધબકતું રહ્યું છે અને રહેશે.