________________
પાંચ અતીચાર ટાલીઇ, કંદ્રપ રાગ કુભાષ / અધીકણ પાપ જ વલિ, જોગિં બહુ અભીલાષ //૮ર // એ વ્રત ભાડું આઠમું, નોમુ સોય નીધ્યાન /
સાંમાયક વ્રત સંભલો, જિમ પાંમો બહુમાન TI૮૩// કડી નંબર ૮૧થી ૮૩માં કવિએ “અનર્થ દંડ વિરમણ વ્રતના પાંચ અતિચાર સમજાવ્યા છે.
માંગવા છતાં પણ અગ્નિ આપવો નહિ તેમ જ લોહ હથિયાર પણ આપવાં નહિ. આવી રીતે અનર્થ દંડ ટાળવો કે જેથી ભવ પાર પ્રાપ્ત થાય.
આગળ કવિ તેના પાંચ અતિચાર સમજાવતાં કહે છે કે, જેમ કે કંદર્પ અર્થાત્ વિષય વિકાર વધે તેવાં વચનો બોલવાં, રાગ અર્થાત્ કુચેષ્ટા કરવી, કુભાષ્ય અર્થાત્ જેમ તેમ નિરર્થક બોલવું. વળી અધિકરણાથી અર્થાત્ પોતાની જરૂરિયાતથી વધુ પાપોકરણ રાખવાથી તેમ જ ભોગની બહુ અભિલાષા રાખવાથી પાપ થાય. માટે આ પાંચ અતિચાર પણ ત્યજવા. આવી રીતે આઠમું વ્રત બતાવ્યું છે.
કવિ આગળ કહે છે કે, હવે સામાયિક વ્રત સાંભળો, નવમું વ્રત નિધિ સમાન છે કે જેનાથી બહુમાન મળે છે.
ઢાલ | ૭૨ T. દેસી. વંછીત પૂર્ણ મનોહરૂ // રાગ. શામેરી // વ્રત સામાયક પાલીઈ, અનિં પાંચ અતીચાર ટાલીઇ / ગાલિબેં કર્મ કઠણ કઈ કાલનાં એ //૮૪ // દેહ કનકની કોડી એ, નહી સાંમાયક જોડી એ / થોડી એ પૂણ્યરાશ જગી તેહની એ //૮૫ // સો સામાઇક લીધૂ એ, મન મઇલ જે પણી કીધુ એ / સીધુ એ કાજ ન એકુ તેહનું એ / ૮૫ // સાવદિ વચન નન દાખીઈ, શરીરાદીક થીર કરી રાખીઈ / ભાખીઇ પદ કર પુંજી મુકીઇ એ //૮૬ // સાંમાઈક વ્રત જે કહ્યું, અનિં છતી વેલાંઈ નવી ગ્રહુ / એમ કહ્યું લેઈ કાચુ કાં પારિવું એ //૮૭ // એક વીસારઇ પારવું, તે નરનિં અતિ વાર્ય /
સંભારવું પાંચ અતીચાર પરીહરો એ //૮૮ // ઢાલ – ૭૨ કડી નંબર ૮૪થી ૮૮માં કવિએ “સામાયિક' નામે પ્રથમ શિક્ષા વ્રતનું સ્વરૂપ બતાવ્યું છે. તેમ જ “સામાયિક વ્રત'ના અતિચાર દર્શાવ્યા છે.
કવિ “સામાયિક વ્રત'નું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, “સામાયિક વ્રત’ પાળવાથી તેમ જ