________________
શાલીભદ્ર પૂર્વભવમાં એક ગરીબ કુટુંબમાં જન્મ્યો હતો. તેનું નામ સંગમ હતું. એકદા તેને ખીર ખાવાની ઈચ્છા થાય છે. પરંતુ તેની માતાની સ્થિતિ ખીર બનાવી શકે તેવી ન હતી. આથી તેના પાડોશણોએ ખીર બનાવવાની વસ્તુઓ તેને આપી, ત્યારે માએ ખીર બનાવીને સંગમને આપી. ખીર ખૂબ જ ગરમ હતી. ઠંડી થાય તેની સંગમ વાટ જોઈ રહ્યો હતો, ત્યારે અચાનક સંગમને વિચાર આવ્યો કે, “શું હું આ ખીર કોઈને ખવડાવ્યા વિના ખાઈશ? શું હું એકલપટો બનીશ?” આવા વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં જ “ધર્મલાભ' શબ્દ સંભળાયો. સંગમ આ સાંભળીને આનંદથી નાચી ઊઠે છે. જે જોઈતું હતું તે સામેથી મળ્યું હતું. એક મહિનાના ઉપવાસી કોઈ જૈન મુનિ ત્યાં વહોરવા માટે આવ્યા હતા. તપસ્વી મુનિને ઊછળતા હૈયે ખીર વહોરાવી. મુનિશ્રી ના પાડતા રહ્યા, પણ સંગમે તો આખી થાળી ઠાલવી દીધી.
| મુનિ જતા રહ્યા. ત્યારે સંગમને ખાલી થાળી ચાટતો જોઈને માતાને લાગ્યું કે, પુત્ર હજી ધરાયો નથી એમ સમજી બીજી ખીર આપી. સંગમે જિંદગીમાં ખીર પહેલી જ વાર ખાધી હોવાથી તેનું પેટ ટેવાયેલું ન હતું. પેટમાં સખત દુઃખાવો ઉપડ્યો, અત્યંત પીડા થવા લાગી અને આયુષ્યની દોરી તૂટતી જણાઈ. સંગમે પેલા મુનિવરને મનોમન યાદ કરવા માંડ્યા. દાનધર્મની ખૂબ ખૂબ અનુમોદના કરી. પેટમાં વેદના અને મનમાં વંદના ચાલુ રહી. વેદના અને વંદના વચ્ચે સંગમના પ્રાણ ચાલ્યા ગયા. સંગમ મૃત્યુ પામીને ગોભદ્ર શેઠને ઘરે શાલિભદ્ર નામે પુત્ર તરીકે જમ્યો. દાનધર્મના પ્રભાવથી વિપુલ સમૃદ્ધિ મળી અને દરરોજ ૯૯ પેટી દેવલોકથી શાલિભદ્રના ઘરે આવતી. આમ દાનના પુણ્યથી શાલિભદ્રે દેવતા જેવું સુખ મેળવ્યું.
: સંદર્ભસૂચિ : આત્મકથાઓ - ૫. મુક્તિચન્દ્રવિજયગણિ, ૫. મુનિચન્દ્રવિજયગણિ .........
...... પૃ. ૩૫૪ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર-ભાગ ૪ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ ....................... પૃ. ૧૫૪
શ્રી નયસાર ઢાલ-૨૪ વનમાં મુની પ્રતલાભીઓ એ, સો દાની નહઈસાર | એ
તે નર સંપતિ પામીઓ એ, તીર્થંકર અવતાર // ૬૮ // સુપાત્ર દાન થકી તીર્થકર ગોત્ર બંધાય છે. “કલ્પસૂત્ર' આદિ ગ્રંથોમાં આપેલ નયસારના દષ્ટાંત કથાનકને આધારે ઉપરોક્ત કડીમાં કવિએ આ ભાવનું આલેખન કર્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
જંબુદ્વીપમાં જયંતી નગરીના પૃથ્વી પ્રતિષ્ઠાન નામના ગામમાં નયસાર નામે એક ગામેતી રહેતો હતો. એક વખત રાજાની આજ્ઞાથી તે મોટાં લાકડાં લેવા માટે ભાતુ લઈ કેટલાંક ગાડાં સાથે એક જંગલમાં ગયો. ત્યાં વૃક્ષો કાપતાં મધ્યાહ્ન સમય થયો અને ખૂબ ભૂખ લાગી. તે વખતે નયસાર સાથે આવેલા બીજા સેવકોએ ઉત્તમ ભોજન સામગ્રી પીરસી નયસારને જમવા બોલાવ્યો. પોતે સુધા, તૃષા માટે આતુર હતો, છતાં પણ “કોઈ અતિથિ આવે તો હું તેને ભોજન કરાવીને પછી જમું.” એમ ધારી પોતે આમ તેમ જોવા લાગ્યો. તેવામાં સુધાતુર, તૃષાતુર એવા કેટલાંક મુનિઓ એ