________________
તરફ આવી ચડ્યા. ‘‘ઓહો! આ મુનિઓ મારા અતિથિ થયા તે બહુ સારું થયું.' એમ ચિંતવતા નયસારે તેમને નમસ્કાર કર્યાં અને પોતાને માટે તૈયાર કરી લાવેલા અન્ન પાનથી તેણે તે મુનિઓને પ્રતિલાભિત કર્યાં.
ભોજન બાદ નગરીનો રસ્તો બતાવવા નયસાર તેમની સાથે ગયો. નગરીનો માર્ગ આવી પહોંચતાં મુનિઓએ એક વૃક્ષની નીચે બેસીને નયસારને ધર્મ સંભળાવ્યો. તે સાંભળીને પોતાના આત્માને ધન્ય માનતા નયસારે તે જ વખતે સમકિત પ્રાપ્ત કર્યું. મુનિઓને વાંદીને તે પાછો વળ્યો. અને કાપેલ બધાં જ કાષ્ઠો રાજાને પહોંચાડી પોતાના ગામમાં આવ્યો.
પછી મોટા મનવાળો નયસાર ધર્મનો અભ્યાસ કરતો, તત્ત્વને ચિંતવતો અને સમકિત પાળતો પોતાનો કાળ નિર્ગમન કરવા લાગ્યો. આ પ્રમાણે આરાધના કરતો નયસાર અંત સમયે પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી, મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં પલ્યોપમ આયુષ્યવાળો દેવતા થયો. આ જ આત્મા સત્યાવીશમાં ભવે ત્રિશલારાણીના કુખે જન્મી વર્તમાન ચોવીસીના છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી થયા.
આમ સુપાત્ર દાન દેવાથી નયસારે ઉત્તમ સમકિત પ્રાપ્ત કરી તીર્થંકર ગોત્રનું પુણ્ય મેળવ્યું. : સંદર્ભસૂચિ :
પ્રકાશક - વરજીવનદાસ વાડીલાલ શાહ
પૃ. ૪૫
જૈન શાસનના ચમકતા હીરા કલ્પ સૂત્ર – આચર્યશ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત - ૫.પૂ. આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યાસહિત .. પૃ. ૬૩
ચમરેન્દ્ર
–
ઢાલ-૨૮
પંચમ અંગિં એ અધીકાર, ત્રણિ સર્ણ મહિલ્યુ એક સાર ।
અરીહંત ચઇત સાધનું સર્ણ, કરિ ન લહઈ ચમરેદો મર્ણ ।। ૧૨ ।।
‘શ્રી ભગવતી સૂત્ર’ ૧/૩/૨માં ચમરેન્દ્રના દૃષ્ટાંત કથાનકના આધારે દેવ, ગુરુ અને ધર્મના શરણ સિવાય બીજું કોઈ શરણ નથી. આ ભાવને કવિએ ઉપરોક્ત કડીમાં આલેખ્યો છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
બેભેલ અભિવેશમાં રહેતા પૂરણ નામના ગાથાપતિએ દાનામા પ્રવ્રજ્યા અંગીકાર કરી આતાપના પૂર્વક નિરંતર છ-છઠ્ઠની તપસ્યા કરતા. પારણાના દિવસે ચાર ખંડવાળા કાષ્ઠ પાત્રમાંથી ત્રણ ખંડમાં પ્રાપ્ત થયેલી ભિક્ષા દાનમાં આપી ચોથા ખંડમાં પ્રાપ્ત થયેલી ભિક્ષાનો જ સ્વયં ઉપયોગ કરતા આમ બાર વર્ષની તાપસ પર્યાયનું પાલન કરી, એક માસનો પાદપોપગમન સંથારો કરી, કાળધર્મ પામી ચમરેન્દ્ર તરીકે ઉત્પન્ન થયા. ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાન દ્વારા ઉપર સૌધર્મ દેવલોકમાં સિંહાસન પર બેઠેલા શકેન્દ્રને જોયા. તેની વિશિષ્ટ ઋદ્ધિ જોઈને ઈર્ષ્યાને વશ બનીને શકેન્દ્રને અપમાનિત કરવાનો નિર્ણય કર્યો.
તેણે સૌધર્મ દેવલોક સુધી પહોંચવા પ્રભુ મહાવીરનો આશ્રય સ્વીકાર્યો. પોતાના પરિઘ નામના શસ્ત્રને લઈ, વિકરાળ શરીર બનાવી સૌધર્મ દેવલોકમાં ગયો. ત્યાં જઈને પરિઘ રત્નથી શકેન્દ્રને અપશબ્દથી અપમાનિત કરવા લાગ્યો. આથી શકેન્દ્ર પણ કોપિત થયા. તેણે પોતાનું વજ્ર
૪૦૬
->