SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ કાઢી મૂકીશ. ચોથી વાર પણ પકડાયો. રાજાએ તેને દેશ નિકાલની સજા કરી. આથી કેશરી નગરની બહાર નીકળી જંગલમાં એકલો ઍટલો ચાલવા લાગ્યો. તેના મનમાં જરા પણ પસ્તાવો નથી પરંતુ તે વિચારે છે કે, “શું ખરેખર, આજે ચોરી ક્યાં વિના મારો દિવસ પસાર થશે?” એટલામાં આકાશમાંથી ઊતરતા એક યોગીરાજને તેણે જોયા. યોગીરાજ સરોવરની પાળ ઉપર ઊતરી, પગમાંથી બે પાવડી કાઢીને એક વૃક્ષના થડ પાસે મૂકી અને સ્નાન કરવા સરોવરમાં ઊતર્યા. આ જોઈને કેશરીની આંખો ચમકી, તરત જ તે પેલા ઝાડ પાસે ચુપચાપ પહોચી ગયો અને પગમાં પવન પાવડી પહેરીને સીધો આકાશ માર્ગો ઉપર ઊડ્યો અને પેલા યોગી જોતા જ રહી ગયા. કેશરી કામપુર નગર આકાશમાર્ગે પહોંચી ગયો. મધ્યરાત્રિ થતાં આકાશમાર્ગે પોતાના ઘરે ગયો. અને સૂતેલા પોતાના પિતાને તેણે મારી નાખ્યા. અને ઘરમાંથી બહાર નીકળી શ્રીમંતોના ઘરોમાં ચોરીઓ કરી. હીરા-મોતી માણેક વગેરે જવેરાતનું પોટલું બાંધી, આકાશમાર્ગે પાછો એ પેલા સરોવરના કિનારે પહોંચી ગયો. આમ તેણે જંગલમાં પોતાનો અડ્ડો બનાવી લીધો. કેશરી પવન પાવડીની મદદથી રોજ કામપુર નગરમાં જાય છે. રોજ ચોરી કરે છે. આથી કામપુર નગરમાં હાહાકાર મચી જાય છે અને પ્રજાજનો ચોરથી ત્રાહિમ ત્રાહિમ થઈ જાય છે. કેસરી ચોરને કોઈ પકડી શકતું નથી આથી રાજા ખુદ ચોરને પકડવા તૈયાર થાય છે. રાજા સૈનિકોને લઈને વેશપલટો કરી ચોરને પકડવા નીકળી પડે છે. નગરમાં કોઈ સ્થળે ચોર નજરે ન પડવાથી ગામની બહાર શોધતાં શોધતાં જંગલમાં પહોંચી જાય છે. ત્યાં એક મંદિર દેખાય છે. મંદિરમાં પૂજારીને મળે છે. પૂજારીને પૂછતાં ખબર પડે છે કે, તેને રોજ દેવીના પગ પાસેથી રત્ન મળે છે. આથી રાજા ચોરને પકડવા મંદિરની બાજુમાં છુપાઈને ઊભા રહે છે. રાત પડતા કેશરી ચોર આવે છે, ત્યારે રાજા તેને પકડવા બૂમ પાડે છે, કેશરી ચોર પવનપાવડીથી રાજાના માથા ઉપર પ્રહાર કરતા પવન પાવડી નીચે પડી જાય છે અને તે ભાગે છે. રાજાના માથે પ્રહાર થતાં તે નીચે પડી જાય છે અને કેશરી ચોર ભાગી તો જાય છે પરંતુ તેની પાસે પવનપાવડી ન હોવાથી તે ગભરાઈ જાય છે અને આમતેમ દોડતાં તે એક ઉધાનમાં પહોંચી જાય છે. ત્યાં એક લતામંડપમાં તે બેસી ગયો, ભયથી તે વ્યાકુળ બન્યો હતો. પ્રભાત થયું ત્યાં કોઈ મુનિરાજ ઉપદેશ આપી રહ્યા હતા. કેશરીના કાને એક વાક્ય પડ્યું. “સમતા ભાવમાં જે સ્થિર ભાવે રહે છે, તે સર્વ પાપોથી મુક્ત બને છે. જેમ દીપક પ્રગટતાં અંધકાર નાશ પામે છે તેમ.” આ સાંભળીને કેશરીના મનમાં પશ્ચાતાપ થયો અને લતા મંડપમાં સમતા ભાવમાં સ્થિર થઈને ઊભો રહ્યો દિવસ વીતી ગયો, સૂર્યાસ્ત થઈ ગયો તેણે પોતાના મનને પરમાત્મા સાથે લીન રના સર્વ જીવ પ્રત્યે રાગ, દ્વેષ ત્યજી દીધાં અને રાત્રિ પ્રારંભે જ તેના ઘાતી કર્મ નાશ પામ્યા તેનો મોહ નાશ પામ્યો, તેનું અજ્ઞાન નાશ પામ્યું. સવાર થતાં રાજા અને સૈનિકો તેને પકડવા લતામંડપમાં પ્રવેશ કરે એ પહેલાં આકાશમાંથી દેવો ઊતરી આવ્યા, અને એમના કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. દેવોએ કેશરીને સાધુનો વેશ આપ્યો. આમ શુદ્ધ ભાવે સામાયિક કરવાથી કેશરી, ચોરમાંથી સાધુ બન્યો અને કેવળજ્ઞાનનો ધારક થયો, આ છે સામાયિક વ્રતનો અપૂર્વ મહિમા. : સંદર્ભસૂચિ : વ્રતધરે ભવ તરે - શ્રી પ્રિયદર્શન .. ................... પૃ. ૬૫
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy