________________
ગંગા અને સત્યવતી નામે બે પત્નીઓ હતી. તેમાંથી ગંગાને ભીષ્મ પરાક્રમવાળો ભીષ્મ નામે પુત્ર થયો. સત્યવતીને ચિત્રાંગદ અને ચિત્રવીર્ય નામે પુત્ર થયા. ચિત્રવીર્યને અંબિકા, અંબાલિકા અને અંબા નામે ત્રણ સ્ત્રીઓ હતી. તેનાથી ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર નામે અનુક્રમે ત્રણ પુત્રો થયા. ધૃતરાષ્ટ્ર ગાંધાર દેશના રાજા શકુનિની ગાંધારી વગેરે આઠ બહેનોને પરણ્યા. તેનાથી તેને દુર્યોધન વગેરે સો પુત્રો થયા. પાંડુરાજાને કુંતી નામની સ્ત્રીથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન નામે ત્રણ પુત્રો થયા. બીજી સ્ત્રી માદ્રી, તેનાથી નકુળ અને સહદેવ નામે બે બળવાન પુત્રો થયા.
વિદ્યા અને ભુજબળથી ઉગ્ર એવા આ પાંચે પાંડુકમારો પોતાના જ્યેષ્ઠ બંધુ તરફ વિનયવાળા અને દુર્નતિને નહીં સહન કરનારા લોકોમાં અતિપ્રિય હતા.
પાંડુરાજા યુધિષ્ઠિરને રાજ્ય આપી મૃત્યુ પામ્યા અને માદ્રી પણ પોતાના બે પુત્રો કુંતીને સોંપીને મરણ પામી. જ્યારે પાંડુરાજા અસ્ત પામ્યા ત્યારે મત્સરવાળા ધૃતરાષ્ટ્રના પુત્રો પાંડવોને હેરાન કરવા લાગ્યા અને દુષ્ટ આશયથી રાજ્ય લેવા લબ્ધ થયા. પાંડવોને દુત રમાડીને ધીરે ધીરે તેમની સંપત્તિ જીતવા લાગ્યા. જ્યારે બધું જ હારી જાય છે ત્યારે યુધિષ્ઠિર ઘુતમાં પોતાનું રાજ્ય અને દ્રૌપદીને દાવમાં લગાડે છે. પણ કર્મ સંજોગે તે બાજી પણ હારી જાય છે. અંતે છળકપટથી દુર્યોધને બધું જીતી લીધું. ત્યારે પાંડવોને પોતાનો દેશ છોડીને બાર વર્ષ માટે વનમાં જવું પડ્યું. ખરેખર જુગાર એ અનિષ્ટ જ છે. તેના કારણે પાંડવોને પણ ખૂબ દુ:ખ સહન કરવું પડ્યું હતું.
: સંદર્ભસૂચિ : શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ભાગ-૩ – પર્વ ૮મું – અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ........ પૃ. ૨૯૦
કેશરી ચોર સામાયક વ્રત પાલતાં, બહુ જન પામ્યા માંન /
પરત્યગ પેખો કેશરી, લઘુ જેણઈ કેવલજ્ઞાન //૯૧ // ઉપરોક્ત કડીમાં કવિએ સામાયિક વ્રતનો મહિમા દર્શાવવા પ્રાચીન કથાનકના આધારે કેશરી ચોર'ના દષ્ટાંતનું આલેખન કર્યું છે. જેણે સામાયિક વ્રતનું શુદ્ધ ભાવે પાલન કરી કેવળજ્ઞાન મેળવ્યું જે નીચેની કથા દ્વારા સમજાય છે.
કામપુર નામનું એક નગર હતું. તે નગરમાં વિજય નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા સદાચારી અને પ્રભુવત્સલ હતો. તે નગરમાં સિંહદત્ત નામનો ધનવાન વેપારી રહેતો હતો. સિંહદત્તને બધી વાતે સુખ હતું, પણ એક દુઃખ હતું. સિંહદત્તનો પુત્ર કેશરી ચોરીના રવાડે ચઢી ગયો હતો.
સિંહદર કેશરીને ઘણીવાર સમજાવે છે, પણ તે માનતો નથી. ઘરમાં અપાર સંપત્તિ હોવા છતાં કેશરીને ચોરી કરવામાં મજા આવે છે. સિંહદત્તને રાજા સાથે સારા સંબંધો હતા, એટલે સિંહદત્ત પોતાના પુત્રની કુટેવ રાજાને જણાવે છે અને સમજાવવાનું કહે છે. આથી રાજા કેશરીને બોલાવીને પ્રેમથી ચોરી કરવાની કુટેવને છોડી દેવાનું સમજાવે છે. કેશરી પણ રાજાની સામે હા-હા કરીને ઘરે આવીને સિંહદત્ત શેઠ ઉપર ગુસ્સો કરી ન બોલવાના શબ્દો બોલી, પોતાની ચોર મંડળીમાં પહોંચી ગયો. રાજાના સમજાવ્યા પછી પણ કેશરી ચોરી કરતાં ત્રણ વાર પકડાયો. રાજાએ થોડી થોડી સજા કરી છોડી મૂક્યો, પણ ત્રીજી વાર તેને કહી દીધું, હવે જે તુ ચોરી કરીશ તો તને દેશમાંથી બહાર
ઢાલ-૭૨