________________
|| ત્રુટક || શરીર ચંપક ફૂલ જેવું સુગંધી હોવાને લીધે ભમરાઓ ત્યાં ગોળ ગોળ ભમે છે. શ્વાસ અને ઉચ્છ્વાસમાં સુંદર પદ્મકમળની સુગંધ મુખમાં રમે છે.
લોહી અને માંસ ગાયના દૂધની ધારા જેવાં હોય. આહાર અને નિહાર ચર્મચક્ષુવાળાં જીવો જોઈ ન શકે તેવા અદિષ્ટ હોય. આ ચાર અતિશયો જન્મથી જ હોય. અગિયાર અતિશય ચાર ઘનઘાતી કર્મોનો ક્ષય થયા પછી હોય. પ્રભુના સમોસરણમાં બાર પ્રકારની પરિષદ (ચાર જાતિના દેવ-દેવાંગના, મનુષ્ય-મનુષ્યણી, તિર્યંચ-તિર્યંચણી) હોય છે, આ સમોસરણ એક યોજનમાં સમાયેલું હોય છે. તેમની વાણી એક યોજન સુધી સાંભળી શકાય તેવી હોય છે. ભગવંતની દેશનાથી દેવતા, મનુષ્ય અને રાજા બોધ પામે છે.
|| ત્રુટક ॥
સૂર્ય જેવું અતિ તેજવાળું પ્રભામંડળ અરિહંતની પાછળ હોય. જ્યાં જ્યાં અરિહંત વિચરે, ત્યાં ત્યાં અરિહંતની ચારે બાજુ સવાસો યોજન સુધીમાં નિશ્ચયથી ભય અને રોગ હોતા નથી. ભગવંતની દેશના સાંભળવાથી બધાં જ પ્રકારનું વેર નાશ પામે છે. સાત પ્રકારની ભીતિ તેમ જ માર, મરકી વગેરેનો ઉપદ્રવ તે ક્ષેત્રમાં હોતો નથી. નિશ્ચયથી અતિવૃષ્ટિ પણ થતી નથી. તો અનાવૃષ્ટિ અને દુકાળ પણ જિન થકી પડતા નથી. સ્વદેશના રાજા કે પરદેશના રાજાનો ભય હોતો નથી. આ અગિયાર ગુણો (અતિશયો) આવી રીતે જુઓ.
|| ત્રુટક ||
આ અગિયાર અતિશયો કેવળ જ્ઞાન થયા પછી હોય (આવે છે). જ્યારે બાકીના ઓગણીસ દેવતાઓ કરે છે. ધર્મચક્ર આકાશમાં પ્રભુની સાથે ચાલે. રત્નજડિત દંડયુક્ત બે ચામર દિવસ રાત ભગવાનની બન્ને બાજુ હોય. પાદપીઠયુક્ત રત્નજડિત સિંહાસન હોય. એકનાં ઉપર એક એમ ત્રણ છત્રો ભગવાનના મસ્તક પર હોય. ભગવાનની આગળ આકાશમાં ઊંચે ઈન્દ્રધ્વજ હોય. આવા જિન જગદીશને જુઓ. પરમેશ્વર જ્યાં પગ મૂકે ત્યાં ત્યાં કમળો નવાં નવાં રૂપો ધરે, તેમ જ દેવો સોના, મણિ અને રત્નનાં સુંદર ત્રણ ગઢોની રચના કરે.
|| ત્રુટક ||
દેવો આનંદપૂર્વક સમોસરણની ચારે બાજુ ત્રણ ગઢની રચના કરે છે. અશોક વૃક્ષની નીચે ભગવાન બેસે છે. આવું સુંદર સ્વરૂપ પ્રભુનું જુઓ. પ્રભુ જે માર્ગે વિચરે તે માર્ગના કાંટા અધોમુખ થઈ જાય. બધાં વૃક્ષો નીચા નમી જાય છે. આકાશમાં દુંદુભી વાગે. તેમ જ સહુ કોઈ (મનુષ્ય, પશુ, પક્ષી, અપદ વગેરે) પોત પોતાના શબ્દોની રચના કરે છે, મંદ મંદ શીતળ, સુગંધી વાયુ ઋતુ સુખ સ્પર્શરૂપે ભગવાનથી એક યોજન ચારે તરફ પ્રસરે છે. પંખીઓ પ્રદક્ષિણા આપીને મુખથી સારા શુકન બોલે છે.
|| ત્રુટક ||
પંખીઓ અંતરના ભાવથી સારાં વચનો બોલે છે. ઝીણી ઝીણી અને સુગંધી અચેત પાણીની વૃષ્ટિ થાય. દેવતાઓ અચેત ફૂલોની વૃષ્ટિ કરે છે. સમોસરણમાં પાંચ વર્ણના અચેત ફૂલો ઢીંચણ