________________
સમોવસર્ણિ બાર પરબધા, યોયન માંહિં સમાયું / વાણી જોયન ગામ્યણી, બૂઝઈ સૂર નર રાયો // 3. // રાય બુઝઈ રવિ સરીખુ, ભામંડલ પૂઠિ સહી / જોઅણ સવાસો લગઈ ભાઈ રોગ નીસચઈ તે નહી // સકલ વઈર પણિ વિલઈ જાઈ સાતઈ ઈત સમંત રે / મારિ સગી નહીઅ નિશ્ચઈ, અતીવ્રષ્ટી નવી હેત રે //૬ર // અનવૃષ્ટી નહી જિન થકઇં, દૂર્ભખ્ય નહીઅ લગારો / સ્વચક્ર પરચક ભઈ નહી, એ ગુણ જુઓ અગ્યારો // 3. // અગ્યાર ગુણ એ કેવલ પાંમિ સુર કીઆ ઓગણીસ રે | ધર્મચક્ર આકાશ ચાલઈ, ચામર દો નશ દીસ રે // રત્ન સીધાસણ પાદપીઠહ, છત્ર ગણિ સહી સીસ રે / અંદ્રવજ આકાશ ઊચો, જુઓ જિનહ જગીસ રે //૬૩ // પરમેસ્વર પગ જિહા હવઈ, કમલ ધરઈ નવખેવો / રુ૫ કનક મણિ રત્નમઈ, તીન રચઈ ગઢ દેવો // 3. // દેવ ગઢ ગણિ રચઈ રંગિં, સમોસર્ષ ચોરુપ રે / અસ્સોખ તરુ તલિ વીર બઇસઈ, જુઓ જિનહ સરુપ રે // અધોમુખ્ય ત્યાહાં કહું કંટીક, સકલ વિખે નમંત રે | દભી આકાશ વાજઇ, શબ્દ સહુએ રચંત રે //૬૪ // પવન ફકઈ કુઆલુ, અતિ ઝીણો અનકુલ / પંખી દઇ પરદક્ષણા, સુકન વદઇ મુખ્ય મુલો રે // . // મુલ મુખ્યથી યુકન બોલઈ, સુગંધથ્વીટ સોહામણી | સૂર સોભાગી સોય વરસઈ, પ્રફવિષ્ટ હોઈ ઘણી // સમોસરર્ણિ પંચવર્ણા, પફ તે ઢીચણ સમઈ / નખ કેસ રોમહ તે ન વાઘઈ સુર કોડચ ત્યાહાં રંગિં રમઈ // અંદ્રી નિં અનકુલ હોઇ, ષટ સોય રત્તી સોહામણી /
ચોવીસ અતીસહઈ એહ ઢંતઈ લહઈ સંપતિ સો ઘણી //૬૫ // કવિએ ઢાલ – ૭ કડી નં. ૬૧થી ૬૫ સુધી જિનવર ભગવંતનાં ચોત્રીસ અતિશયોનું આલેખન વર્ણનાત્મક શૈલીમાં કર્યું છે.
કવિ કહે છે કે, ચોત્રીસ અતિશયો જિનનાં છે, તેમાં પ્રથમ તેમનું રૂપ અપાર હોય. તેમનું શરીર રોગ રહિત નિર્મળ હોય તેમ જ ચંપક ફૂલની સુવાસથી પણ વધુ સુગંધી હોય.