________________
જૈન કવિઓ દ્વારા પ્રવર્તમાન રહી ધીમે ધીમે ૧૯મા શતકમાં મંદ પડતો જઈ પં. વીરવિજયજી આગળ વિરામ પામતો લાગે છે. આ જૈન રાસાઓમાં ઉપદેશનું તત્ત્વ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ‘રાસાયુગ'માં જે રાસા મળે છે તે જૈન સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવા, તીર્થોનું મહાભ્ય અથવા રાજાઓનાં ચરિત્રોનું આલેખન કરવા રચાતાં. તેમાં આડકથાઓ અને લોકકથાઓનો ઉપયોગ થયેલો પણ જોવા મળે છે. પંદરમી સદી પછીના રાસાઓમાં વિવિધ દેશીઓ તથા છંદોનો ઉપયોગ થયેલો છે. સાધુ કવિઓ ઉત્સવોના નિમિત્તે ખાસ રાસાઓ લખતા. આ રાસાઓમાં ચમત્કારો, સમાજદર્શનનું નિરૂપણ સહજ રીતે થયેલું છે. વિવિધ રાસોમાં કરુણ, શૃંગાર, અદ્ભુત, વીર અને શાંતરસ આલેખન થતું જોવા મળે છે. ધીમે ધીમે આ રાસાઓમાં વર્ણનોનું પ્રમાણ વધતું ગયું. તેથી રાસાઓ લાંબા લખાવા લાગ્યા અને તેમાંથી નૃત્યનું તત્વ લોપ પામ્યું. આમ વિપુલ પ્રમાણમાં જૈન સાધુ કવિઓએ સેકંડોની સંખ્યામાં રાસા લખ્યા છે.
આ રાસા સાહિત્યમાં પ્રાધાન્ય તો ભક્તિનું જ રહ્યું છે. હૃદયની સાચી ભક્તિ દર્શાવતી આ રચનાઓમાં નવરસ સાથે વિશેષત: ભક્તિરસ નિષ્પન્ન થાય છે. રાસના રચયિતાઓ ભક્તિમય અને ધર્મપરાયણ જીવન ગાળતાં હોઈ ત્યાગ અને સંયમનો મહિમા તેમની રચનામાં કેન્દ્રસ્થાને રહેતો. અહીં પ્રેમની વાતોમાં શૃંગાર રસ અને કરુણ રસ આવે છે, પણ અંતે તો વિજયી બને છે વૈરાગ્ય, ત્યાગ અને ઉપશમ રસ. આમ કથારસ દ્વારા ધર્મતત્ત્વનો બોધ અને ઉચ્ચ નીતિમત્તા અને સંયમનો આદર્શ કવિઓએ આ રાસામાં ગાયો (બતાવ્યો) છે. અંતમાં આ રાસાઓ ઈતિહાસને જાળવી રાખે છે, સમાજ જીવનની ઝાંખી કરાવે છે. ધર્મોપદેશ આપે છે. મુક્તકો દ્વારા સંસાર જ્ઞાન આપે છે. સમસ્યાઓ દ્વારા બુદ્ધિની કસોટી કરવાની તક પણ આપે છે.
-
જે
9
نعم شعبہ
x 3
عہ کعبہ
v $ $
: સંદર્ભસૂચિ : ગુજરાતી સાહિત્યનો પરિચય - ડૉ. સુસ્મિતા મેઢ .......
........... પૃ. ૧, ૨ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર - ડૉ. નિપૂણ ઈ. પંડ્યા ..........
.............. પૃ. ૧૮૯-૧૯૦ શ્રી સમવાયાંગસૂત્ર – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ............ ૪. શ્રત કલ્યાણ વિશેષાંક - સંપાદક – કીરચંદ જે. શેઠ, મનોજ શેઠ,
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-૨ – ખંડ-૧ - ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ ............ ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન - શ્રી કે. કા. શાસ્ત્રી..........
•. . ૨૮ હરિવંશ વિષ્ણુપર્વ – ૨૦ મો અધ્યાય બ્રહ્મપુરાણ – ૮૧ મો અધ્યાય..........
શ્લોક-૨૧ ‘ભાગવ’ દશમસ્કંધ – ૩૩ મો અધ્યાય ..........
..શ્લોક ૨.૩ છંદોનુશાસન પદ્ય ૬૫ - હેમચંદ્રાચાર્ય.............
.............. પૃ. ૩૫ ૧૧. ગુજરાતી સાહિત્યના પ્રકારો - ડૉ. મંજુલાલ મજૂમદાર ............
......... પૃ. ૫૦૯, ૫૧૦ ૧૨. ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો - ડૉ. મંજુલાલ મજમૂદાર
........... પૃ. ૫૧૩ ૧૩. ગુજરાતી સાહિત્યની રૂપરેખા - ડૉ. વિજયરાય .........
પૃ. ૧૯૮ ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન - શ્રી કે. કા. શાસ્ત્રી..
.... પૃ. ૨૬
હું
...........