________________
તે માટઇ કરવો ચોવીહાર, અગડ આખડી તે જગી સાર / અવરતી નવિ રહઈ કદા, જિનવર ભગતિ કરી જઈ સદા //૩૯ // શ્રી જિનપ્રતિમા આગલિ રહી, દિન પર્તિ નીત્ય જોહારો સહી | ચઈત વંદણ તે હરખિ કરો, પ્રમાદ પહઇલો તી પરહિરો //૪0 // સાથે ચારેત્રીઓ વાંદો સદા, વાંધા વ્યણિ નવિ રહઈ કદા | ગુણ સતાવિસ જેહનિ પાશ, તે મુનીવર વંદો ઓહોલાશ //૪૧ // નિત સુણી ગુરૂનું વાખ્યાન, ભોજનવેલા દીજઇ દાન / પુષ્યતણિ નિત્ય કણી કરો, દુર્ગતિ પડતા જીવ ઊધરો //૪ર // નવપદ આદિ દેઈ સઝાય, પૂણ્ય કરતાં સુખીઓ થાય / શ્રીદેવગુરૂના જે ગુણ ગાય, તે નર વઈહઈલો મુગતિ જાય //૪૩ // સતરભેદ પૂજા કીજીઈ, જનમ તણો લાહો લીજીઈ | સનાથ સ્વામી આગલિ કરો, કૃપણપણું તે સહી પરીહરો //૪૪ // નાગકેત જિમ પૂજા કરી, કેવલ કમલા સ્ત્રી તેણઈ વરી / ભવ સમુદ્રથી જીવ દ્વરી, તે નર વસીઓ જિહાં સિદ્ધપુરી //૪૫// ધ્યક્ત ધુપ આખે તે આમ્ય, કેસર ચંદન અગર સુજાણ્ય / વાલાકુચી વસ્ત્ર નીવેદ, જિનવર આગલિ ભાવનભેદ //૪૬ // જાન લખાવો ત્યાંની કઈ વાન થકી જિનશાસન રહ) / જાન થકી બુઝઈ નર નાર્ય, ત્યાંન વડુ એણઈ સંસા //૪૭ // પૂસતગ દીપક સરીખાં હોય, એહ થકી અજુઆલું હોય તે સકલ વસ્ત દેખાડી દીઈ વિષ છડી નર અમૃત પીઇ //૪૮ // તે માટિ એ પુસ્તક સાર, પંચમ આરઈ એ આધાર / ભણઈ ગુણઈ લખાવ જેહ, અનંત સુખ નર પામિં તેહ //૪૯ // જીવ બંધનથી મુકાવીઇ, તો શંકટ હી નવિ આવીઇ / ભુખ્યાનિ ભોજન દીજીઈ, અનુકંપા સહુ પરિ કીજઇ //૫૦ // સકલ જીવ પરિ હિત ચીતવો, દૂર્ગતિ પડતો નર બુઝવો / કામ ક્રોધ મોહ માયા તો, મુકો માંન જિનશાસન ભજે //૫૧ //