________________
સાંમાઈક નિં જે વાંદણું, દિઈ પાતિગ ધોઈઈ આપણું / કાઓચ્છર્ગ ચોવીસથો જેહ, પડીકમણું પછખાંણહ તેહ //ર ૫ // એ ટુ આવશગ કેરાં નામ, મન સૃદ્ધિ કીજઈ અભીરામ / તો ઘટ આતમ નીરમલ થાય, પૂર્વ પાપ તે સઘલાં જય //ર૬ // દિન પરતિ સહી દો પચખાંણ, નોકારસી જવોજીવ પ્રમાણ / સંઝયા સમઈ કરવો ચોવિહાર, નીશા શમઈ નવી લેવો આહાર //ર૭ // રાત્રી ભોજન કિહા નવિ કહ્યું, વેદ-પુરાણિ કિહા નવી લહ્યું / આગમ ગીતા જયુ જઈ નીશ ભોજન તિહા વાયુ સહી //ર૮ // માહારકંડ રષ્ય મુખ્યથી સુવ્યું, રાંતિ જલ પીવું અવગુચ્ચું / રાતિઆ યુધ કિહા નવી હોય, નીશા શમઈ નવિ નાહઈ કોય //ર૯// દેવપૂજ રાંતિ પણિ નહી, દાન પૂણ્ય પણિ વાયુ તણી / સૂર્ય સાખ્ય વિનાં નહી પૂણ્ય, મન વ્યહણી જિમ કયરી સુન્ય //૩૦ // નીશા શમઈ જિમ એ નવી ભજે, તિમ ભોજન જાણીનિં તો / ઊગ્યામાંહાં ભોજન એક વાર, ગ્રાહી ધર્મનો એ આચાર //૩૧ // રાજવઈદ મુખ્ય એહેવું કહઈ, નીશભોજનથી બહુ દૂખ લહઈ / ઊદરિં કીડી જે પણિ જાય, આ ભવ પરભવ મૂખ થાય //૩ર // ઊદરિં જ એ તણો સંયોગ, તો જલંધર વાધઈ રોગ / કરોલિઆથી વલી કોઢી થાય, વઈદક શાહાસત્રિ એ કહઇવાય //૩૩// માખી વિમન કરાવઈ નહિ, પરવેદન ઊપજાવઈ પેટ / તે માટે તું આપ વિચાર્ય, સાત ઠામિ જલ પીવું વાર્ય //૩૪ // નર્ણઈ કોઠઈ નીર ન પીઇ, સિર નાહી મુખ્ય જલ નવિ દીઇ / ભોજન અંતિ નીર નીવાર્ય, નીશા શમઈ જલ પીવું વાદ્ય //૩૫// ભોગ ભજી જલ પીવું નહિ, ઊભા રહી નવી બોલ્યુ કહી / અર્ણભોમિ જઈ જલ પીઠ, અંગિ રોગ ઘણા તે લીઇ //૩૬ // રાતિં જલ પીધિં બઈ દોષ, એક રોગી નિં પાતીગ પોખ / અનેક દોષ દીસઈ વલી યાંહિ, પડઇ પતંગી દીવામાંહિ //૩૭ // અનેક જીવની હંશા થાય, નીશ ભોજન પાતિગ કહેવાય / અંત ન દીસઈ દ્રષ્ટિ કોય, જીવ ભખતાં પાતિગ હોય //૩૮ //