________________
જાણવો. ચોથી છીંડી દેવીઆલિઓગણ' અર્થાત્ દેવપ્રકોપથી બતાવી છે. વળી પાંચમી છડી ગુરુનિગીહેણું' અર્થાત્ માતા પિતા અને ગુર્નાદિકને સંકટમાંથી મુક્ત કરવાના કારણે કહી છે. તેમજ છઠ્ઠી છીંડી ‘વિત્તિકંતારેણં' અર્થાત્ વિષમ અટવી ઉલંઘવાના કારણે અથવા દુર્ભિક્ષના કારણે બતાવી છે. આમ છ છીંડીનો સાર સમજવો.
વ્રત પચ્ચખાણ પાળવા માટે બીજા ચાર આગારની છૂટ આપવામાં આવી છે. તમે કાનથી એક ચિત્તે સાંભળો જેમ કે “અન્નત્થણાભોગેણં' અર્થાત્ આગાર સિવાય પ્રત્યાખ્યાનનું વિસ્મરણ થવું, બીજો આગાર ‘સહસાગારેણં' અર્થાત્ અકસ્માત સ્વયં મુખમાં આવી પડે, ત્રીજો આગાર મહત્તરાગારેણ' અર્થાત્ મોટી નિર્જરા હેતુભૂત છે અને ચોથો આગાર ‘વત્તિયાગારેણં' અર્થાત્ તીવ્ર વેદનામાં ઔષધાદિ માટે બતાવ્યો છે. આમ ચાર આગાર બતાવ્યા છે કે જેનો શાસ્ત્રમાં ઘણો મર્મ સમજાવ્યો છે. જે સમજે છે તે નર પંડિત કહેવાય અને જે નથી સમજતો તે મૂર્ખ કહેવાય.
કવીત || પ્રથમ મુરિખ મંડી દોય વચી મથો ધલઈ મુરિખ સોય પરમાણ, પંથિ એકલો ચલઈ | મુરિખ માને સોય, વણ હવકાર્યું બોલઈ મુરિખે માહિ મુઢ એબ આપણી ખોલર // મુરિખ મંડણ માંનીઇ ઉધઈ કુપિ કંઠ ઊભો રહી /
કવી ઋષભ એણિ પરિ ઊચરઈ અકલ એતાની ગઇ //રર // કવિત્ત કડી નંબર ૨૨માં વિનોદાત્મક શૈલીમાં કવિએ ‘મૂર્ખનાં લક્ષણો બતાવ્યાં છે. છપ્પય' છંદ કવિને કેવો સિદ્ધ હશે તે આ કવિત્ત વાંચતાં સમજી શકાય છે.
મૂર્ખના લક્ષણ બતાવતાં કહે છે કે, પહેલો મૂર્ખ શોભે કે જે બે જણની વચ્ચમાં માથું મારે છે. મૂર્ખ પ્રમાણ છે કે જે વિકટ રસ્તામાં એકલો ચાલે. બોલાવ્યા વિના જે બોલે તેને પણ લોકો મૂર્ખ માને છે. જે આપણી કુટેવ બતાવે છે તે મૂર્ખમાં મૂઢ ગણાય. જે કૂવા કાંઠે ઊભો રહીને ઊંઘે છે તેને મહામૂર્ખ માનવો. અંતે કવિ ઋષભદાસ એમ કહે છે કે, આ બધાની અક્કલ જતી રહી છે.
,
દૂહા || અકલ ભલી જગિ તેહની, કરતા પૂણ્ય વીચાર |
નીત્ય કર્ણા નીશચઈ કરઈ ઊતમનો આચાર //ર૩ // કડી નંબર ૨૩માં કવિએ જે પુણ્યનો વિચાર કરે તેની અક્કલ સારી છે તેમ જ નિત્યકરણી કરે તે ઉત્તમ આચારવાળો કહેવાય એમ કહે છે.
જગમાં તેની બુદ્ધિ સારી છે કે જે પુણ્યનો વિચાર કરે છે તેમ જ નિશ્ચયથી નિત્ય કરણી કરે તેનો આચાર ઉત્તમ કહેવાય.
ઢાલ ૨૩ || ચોપઈ | પ્રહિ ઊઠી પડીકમણું કરઈ અરીહંત નામ રીદઇચ્છા ધરઈ / છઇ આવશગ નીત્ય સહી સાચવઈ, પ્રેમ કરી જિનશાસન સ્તવઇ //ર૪ //
= +૧૦૬ { –