________________
જિનવર ભગવંતને વંદન કરવાથી ભવસાગરમાં ભમવાનું ટળી જાય છે અને શિવમંદિરમાં આનંદથી રહેવાય. અર્થાત્ મોક્ષગતિ પ્રાપ્ત થાય.
બીજા ચાર મિથ્યાત્વનું વર્ણન કરતાં કહે છે કે, વળી બીજા ચાર મિથ્યાત્વ ટાળવા. તેનો વૃત્તાંત તને કહું છું તે તું ધ્યાનપૂર્વક સાંભળજે કે જેનાથી પૂર્વે કરેલાં પાપો નાશ પામે છે. જેમ કે લૌકિક ગુરુ અને લૌકિક દેવ, તેમને સ્વીકારીને તેમની સેવા-પૂજા કરવી નહિ. તેમ જ લોકોત્તર શ્રીદેવ અને ગુરુ વગેરે જે કહ્યાં છે, તેમને માનીને ત્યાં વંદન, દર્શન કરવા આદિ જવું નહિ. આ ચાર મિથ્યાત્વ જ હોય માટે આવો મિથ્યાધર્મ કોઈ કરવો નહિ. વળી મિથ્યાધર્મ કરવાથી બધાં જ પુણ્યનો નાશ થાય છે.
અહીં કવિ દષ્ટાંત આપતાં કહે છે કે, જેમ કાગડાને ગળી વડે ધોવા છતાં બીચારો ઉજળો કેમ થશે? તેમ આત્માના મિથ્યાધર્મ કરતાં આઠ કર્મ કેવી રીતે ધોવાશે. જે જાણીને મિથ્યા ધર્મ કરે છે તે નર ચારે ગતિમાં ભમે છે. માટે તું શા માટે મિથ્યાધર્મ કરે છે? જૈનધર્મ વગર કોઈ તરી શકશે નહિ.
તરઈ નહી નર જાણજે, કરતો મીથ્યા ધર્મ |
તોહ આગાર જ મોકલા, સૂણજે તેહનો મર્મ /૧૭ // કડી નંબર ૧૭માં કવિ મિથ્યાધર્મ કરનાર તરી શકે નહિ. તેમ જ આગારનો મર્મ સમજાવે છે.
જે મિથ્યા ધર્મ કરે છે, તે આ સંસાર રૂપી સમુદ્રને તરી શકતાં નથી. કારણ કે ત્યાં વધુ પડતી છુટ છાટ હોય છે. તેનો મર્મ સાંભળજે.
ઢાલા ૨૨ || ચોપાઈ છઈ છીડીની જઈણા કહું, રાયાભીઓગણું પણિ લહુ / ગુણાભિઓગણું આગાર, બલાભોગેણુ તે સાર //૧૮ // દેવીઆભીઓગણું જેહ, ગુરૂનીગિહેણું કહીઈ તેહ / વતીકંતા છઠી તે સાર, ચ્યાર વલી કહીઈ આગાર //૧૯ // અનથણાભોગેણું માન્ય, સહસાગારેણું ટૂર્ણિ કાન્ય / મોહોતરાગારેણું દાખીઇ, વતીઆગારેણું ભાખીઇ //ર0 //. એ ચ્યારઈ ભાખ્યા આગાર, શાસ્ત્રમાહિ છઈ ઘણો વિચાર /
સમઝઈ તે નર પંડીત કહ્યું, નવિ સમઝઈ તે મુરિખ લધુ //ર૧ // ઢાલ – ૨૨ કડી નંબર ૧૮ થી ૨૧માં કવિએ શાસ્ત્ર સિદ્ધાંત પ્રમાણે જ છીંડીનું તેમ જ ચાર આગારનું વર્ણન દર્શાવ્યું છે.
છ છીંડી તેમ જ ચાર આગારનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, છ છીંડીની જ્યણા બતાવી છે. પ્રથમ છીંડી “રાયાભિઓગેણં' કહી છે અર્થાત્ રાજાના હુકમથી. બીજી છીંડી ‘ગણાભિઓગેણં' અર્થાત્ કુટુંબ, જ્ઞાતિ અને સમાજને કારણે બતાવી છે. ત્રીજી છીંડી બલાભિઓગેણં' અર્થાત્ બલાત્કારના વિપતિત્તકાળના કારણે અથવા શક્તિ કે સત્તાથી બળવંતના ભયથી છે. તેનો સાર પણ