________________
સાતિ ક્ષેત્ર પોષી જઈ સહી, જિનમંદીર જિનપ્રતિમા કહી | પૂસતગ ન્યાન લખાવો જાણ, અરીહંત દેવની માંનો આંણ પર||
સાધ સાધવી શ્રાવક જેહ, શ્રાવિ ભગતિ કરી જઈ તેહ | અહીં ખરચ્યા તે ધન આપણાં ।।૫૩૪/
સાતઇ ક્ષેત્ર એ સોહામણાં,
સંચિ તે નર દૂખીઓ થાય, ખરચ્યુ તે ધન કેહિં જાય । યરપીનિ મન્ય એ ન સોહાય, વચન રૂપીઆ વાજઇ ધાય ||૫૪||
ભૂમિ રહ્યાં ઘન વણસી જાય, પરધરિ મુક્યા પરનાં થાય । હરઈ ચોર નિં રાજા લીઈ, વસવાનર પરજાલી દીઈ ।।૫૫ ||
ધન હારઈ નર બહુ વટઈ, પૂણ્ય વિનાં વ્યાપારિ ઘટઈ । જલિ બુડઈ કુવસ્યને જાય, પૂણ્ય કાજિ વિમાસણ થાય ||૫૬ //
ઢાલ ૨૩ કડી નંબર ૨૪થી ૫૬માં કવિએ સમકિત પ્રાપ્ત કરનાર શ્રાવકની નિત્ય કરણીનું વિસ્તૃત વર્ણન કર્યું છે. છ આવશ્યક્તાં નામ બાદ રાત્રિભોજન ત્યજવા અંગે વેદ, પુરાણ, આગમ, ગીતા વગેરેનો ઉલ્લેખ કર્યો છે, તેમ જ રાત્રિભોજનથી થતાં દોષો અને રોગો વિષે સમજાવ્યું છે, તેમ જ પ્રસંગોપાત સાત વખત ક્યારે/ક્યાં પાણી ન પીવું તેની સરસ શીખ આપી છે. ત્યાર બાદ જિનપૂજા આદિ કૃત્યો કરવાં, તેમ જ જ્ઞાન અંગે પુસ્તક લખાવવાં વગેરેનું વિવરણ કર્યું છે.
કવિ શ્રાવકની નિત્ય કરણીનું વિસ્તૃત વર્ણન કરતાં કહે છે કે, સાચો શ્રાવક સવારે ઊઠીને પ્રથમ અરિહંતનું ધ્યાન ધરીને પ્રતિક્રમણ કરે છે. દરરોજ તેનાં છએ આવશ્યક હંમેશાં સારી રીતે સાચવે છે અને પ્રેમથી જિનશાસનની સ્તુતિ કરે છે. સામાયિક, ચોવિસંથો, વંદણા, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચક્ખાણ, આ છ આવશ્યકનાં નામ છે. પ્રતિક્રમણ આનંદપૂર્વક શુદ્ધ મને કરવું, કે જેથી અંતરાત્મા નિર્મળ થાય, પૂર્વે કરેલાં બધાં પાપો નાશ પામે છે, આમ આપણું પાપ ધોઈ આપે છે. વળી પ્રત્યેક દિવસે બે પચ્ચક્ખાણ જરૂર કરવા જોઈએ. એક તો નોકારસી જીવન પર્યંત અને બીજો સંધ્યા સમયે ચૌવિહાર કરવો. એટલે રાત્રિના સમયે આહારનો ત્યાગ કરવો તેમ જ પાણી પણ પીવું નહિ.
રાત્રિભોજન ત્યાગનો મહિમા બતાવતાં અન્ય ધર્મના ગ્રંથોનો ઉલ્લેખ કરતાં કહે છે કે, રાત્રિભોજન ક્યાંય પણ બતાવ્યું નથી. વેદ, પુરાણ, આગમ અને ગીતામાં પણ રાત્રિભોજનનો ત્યાગ બતાવ્યો છે. તેવી જ રીતે માર્કન્ડેય ઋષિના મુખથી સાંભળ્યું છે કે રાત્રિ સમયે પાણી પણ પીવું નહિ.
રાત્રિના સમયે ક્યાંય પણ યુદ્ધ થતાં નથી. રાત્રિ સમયે કોઈ નહાતું પણ નથી. દેવ પૂજા તેમ જ દાન-પુણ્ય પણ રાત્રિ સમયે બતાવ્યાં નથી, જેમ મન વગરની ક્રિયા શૂન્ય કહેવાય તેમ સૂરજની શાખ વિના પુણ્યનું ફળ નહિ માટે રાત્રિ સમયે જેમ ભગવાનને ન ભજાય, એવું જાણીને રાત્રિ સમયે ભોજનનો ત્યાગ કરવો. સૂરજ ઉગ્યા પછી એકવાર ભોજન ગ્રહણ કરવું એ ગૃહસ્થી ધર્મનો આચાર છે.
૧૦૯ ૨ >