________________
પ્રકાશકનું નિવેદન અહંમ સ્પીરીચ્યુંઅલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુર જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરરી રીસર્ચ સેન્ટર, જૈન સાહિત્યના સંશોધન પ્રકાશન કાર્યમાં ૧૪ વર્ષથી પ્રવૃત્ત છે.
મધ્યકાલીન જૈન ગુર્જર સાહિત્યમાં ઉપદેશમાલા બાલાવબોધ, વિનોદ ચોત્રીશી જેવા ગ્રંથોનું સંશોધન પ્રકાશન કાર્ય સંપન્ન થયું. ‘જૈન વ્રત તપ” તથા “અહિંસા મીમાંસા' જેવા ગ્રંથોના સંશોધન પ્રકાશન ૪૦ પુસ્તકોનું પ્રકાશન કર્યું છે.
‘ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય', “જૈન ભક્તિ સાહિત્ય' અવધૂત યોગી આનંદધનજી પર ‘અનુભવ રસ’ અને ‘અનુભવધાર’ જેવા Ph.D.ની પદવી માટે તૈયાર કરેલા શોધપ્રબંધના મહાનિબંધને ગ્રંથિત કરી પ્રગટ કર્યા.
યુગદિવાકર પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પ્રેરિત જૈન સાહિત્ય જ્ઞાન સત્રનું સેન્ટર છેલ્લા ૯ વર્ષથી આયોજન કરે છે. રતનબહેન ખીમજીભાઈ છાડવા નિયમિત રીતે આ જ્ઞાનસત્રમાં વિદ્વતાપૂર્ણ શોધપત્રો રજૂ કરે છે.
સુશ્રી રતનબહેને, શ્રાવક કવિ ઋષભદાસ કૃત ‘વ્રતવિચાર રાસ' પર સંશોધન કરી મુંબઈ યુનિવર્સિટીની Ph.D.ની ડિગ્રી માટે શોધપ્રબંધ તૈયાર કર્યો. આ થીસીસનું ગ્રંથરૂપે પ્રકાશન કરતાં અમે હર્ષ અનુભવી છીએ.
ગૃહસ્થ જીવનની જવાબદારી નિભાવતા એક ગૃહિણી - સુશ્રાવિકા આવું સુંદર સંશોધનનું કાર્ય કરે તે અભિવાદનને પાત્ર છે. વળી રતનબહેને આ સંશોધન કાર્ય માટે સેંકડો સંદર્ભ ગ્રંથોનો સ્વાધ્યાય કર્યો. કેટલાંય વિદ્વાનજનો અને સંતોનો સંપર્ક કરી અને પોતાના સંશોધન કાર્યને ન્યાય આપવાનો સંપર્ક પુરુષાર્થ કર્યો છે.
આ કાર્યમાં તેમને તેમના પતિ સુશ્રાવક શ્રી ખીમજીભાઈ મણશીભાઈ છાડવા તથા પરિવારજનોનો સહ્યોગ મળ્યો છે તો ડૉ. કલાબેન શાહ જેવી આ ક્ષેત્રની માહેર વિદુષીનું માર્ગદર્શન મળ્યું છે તે આનંદની ઘટના છે.
આપણે સૌ તેમના આ શોધકાર્યને વધાવીએ શ્રુતસંપદાની સમૃદ્ધિમાં ઉમેરો કરતો આ વિશિષ્ટ ગ્રંથ જીજ્ઞાસુ, સાધકો અને વિદ્વાનોને ઉપયોગી થશે તેવી અભિલાષા સાથે વિરમું છું.
મુંબઈ ઘાટકોપર સપ્ટેમ્બર, ૨૦૧૨
ગુણવંત બરવાળિયા
ટ્રસ્ટી અહમ સ્પીરીચ્યુંઅલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિ. લિ. પી. સેન્ટર