________________
સાગારી સંથારો કહે છે. આમ શ્રાવક સાગારી સંથારો અને અણગારી સંથારો કરી પોતાના કર્મ ખપાવીને ઉત્કૃષ્ટ પદને મેળવે છે. સંથારા વ્રતનું ફળ
યોગશાસ્ત્રમાં સંથારા વ્રતનું ફળ દર્શાવતાં કહ્યું છે કે, આવા એક જન્મના પંડિતમરણથી અનંત કર્મોનો ક્ષય થાય છે. તેમ જ તેઓ સૌધર્માદિ કલ્પો (દેવલોક)ને વિષે ઈન્દ્રપણું અથવા બીજું સ્થાન (સામાનિક દેવાદિ) પામી અનન્ય સંદશ અને મહાન પુણ્યસમૂહને ભોગવતાં આનંદમાં રહે છે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે ચ્યવી મનુષ્યભવમાં ઉત્પન્ન થઈ દુર્લભ ભોગોને ભોગવી, સંસારથી વિરક્ત થઈને તે શુદ્ધાત્માઓ આઠ ભવની અંદર મોક્ષ પામે છે. દેશવિરતિ ધર્મરૂપે વ્રતની સંખ્યા
અંકશાસ્ત્રની દષ્ટિએ ‘૧૨'=૧+૨=૩ ગણાય. શુભ અંક ત્રણ (૩)ની સંખ્યા ગુરુ છે. શુભ અંક એક અને એના સંયુક્ત આંકડાનું આંદોલનનું અંક ત્રણ છે. ગુરુ જ્ઞાનનો કારક છે. જ્ઞાન એટલે પ્રકાશ. જીવનને પ્રકાશિત કરવા જ્ઞાન હોવું જરૂરી છે. આમ ‘૧૨' અંક મહત્ત્વનો છે. ઉદા. તરીકે (૧) બાર દેવલોક) (૨) ઉપયોગ બાર અથવા યોગ – બાર (૩) તપના ભેદ – બાર (૪) બાર પ્રકારની ભાષા (૫) પર્વ તિથિ - બાર (૬) ગ્રહ – બાર (૭) સિદ્ધશિલાના નામ – બાર (૮) અરિહંતના ગુણો - બાર (૯) ઉત્કૃષ્ટ અંતર – બાર મુહૂર્ત (૧૦) અશોક વૃક્ષ ભગવાનની કાયાથી બાર ગણું ઊંચું હોય (૧૧) ગૌતમ સ્વામીનો કેવળજ્ઞાન પર્યાય બાર વર્ષનો (૧૨) ભગવાન દીક્ષા લેતા પહેલા બાર મહિના સુધી વર્ષીદાન આપે (૧૩) બાર – ચક્રવર્તી (૧૪) બાર – ભાવના (૧૫) દેવવંદનાના હેતુ – બાર (૧૬) બાર – પર્ષદા (૧૭) ઉપાંગ – બાર (૧૮) બાર – રાશિ (૧૯) બાર - માસ (૨૦) દિવસના – બાર કલાક (૨૧) રાત્રિના – બાર કલાક (૨૨) અને બાર – કાયાના દોષ. તેવી જ રીતે શ્રાવક ધર્મરૂપે વ્રતની સંખ્યા પણ બાર છે.
અંકગણિત શાસ્ત્ર પ્રમાણે બાર એટલે ૧૨ = ૧+૨ = ૩ થાય. ત્રણ એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. આ ત્રણ મોક્ષમાર્ગના સાધન છે. તે રત્નત્રય પણ કહેવાય છે. સમ્યગ્દર્શન = જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા તથા મોક્ષ તત્ત્વ પ્રતિ શ્રદ્ધા તે સમ્યકદર્શન છે. સમ્યકજ્ઞાન : સમ્યદર્શનથી યથાર્થ અને અયથાર્થનો બોધ પ્રાપ્ત થાય તે સમ્યજ્ઞાન છે. સમ્મચારિત્ર : રાગાદિ કષાય પરિણામોના પરિમાર્જન માટે અહિંસા આદિ ‘વ્રતોનું પાલન સમ્યારિત્ર છે.
આવી રીતે પ્રથમ સાચી શ્રદ્ધા થવાથી સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને પછી તેનું સમ્યફ આચરણ કરવા માટે ચારિત્રરૂપી શ્રાવકધર્મરૂપે ‘બાર વ્રતો’ દર્શાવ્યાં છે. બાર વ્રતોનું સમ્યક પાલન કરનાર શ્રાવક મોક્ષ ગામી બની શકે છે. આમ અંકશાસ્ત્રના આધારે ‘વ્રત'ની સંખ્યા બાર નક્કી થઈ હોય એમ લાગે છે.
તેવી જ રીતે અન્ય પ્રકાર જેમ કે શ્રાવક એક પચ્ચકખાણથી માંડીને બાર વ્રત શ્રાવકની અગિયાર પડિમા આદરે, યાવત્ સંલેખના સુધી અનશન કરી આરાધના કરે, ત્યારે તેના ફળ સ્વરૂપે તે જઘન્ય પહેલે દેવલોકે ઊપજે અને ઉત્કૃષ્ટ બારમે દેવલોકે ઊપજે એમ શ્રી ભગવંતે કહ્યું છે. બાર વ્રતોની આરાધના કરવાથી બારમા દેવલોક સુધી જવાય છે. માટે શ્રાવક ધર્મરૂપે દેશવિરતિ ધર્મના