________________
વ્રતની સંખ્યા બાર હોવી જોઈએ. જે યથાયોગ્ય લાગે છે. ગુણસ્થાન
ગુણસ્થાનમાં ગુણનો અર્થ આત્મગુણ અને સ્થાનનો અર્થ વિકાસ છે. આ પ્રમાણે આત્મશક્તિના વિકાસની ક્રમિક અવસ્થા તે ગુણસ્થાન.
મોહ અને મન, વચન, કાયની પ્રવૃત્તિના કારણે જીવના અન્તરંગ પરિણામોમાં પ્રતિક્ષણ થવાવાળા ઉતાર-ચઢાણનું નામ ગુણસ્થાન છે.
આત્માનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ ચેતના છે. તે મિથ્યાત્વ આદિ પરિણામોથી ઢંકાયેલું છે. તે અશુભ પરિણામોની તીવ્રતા મંદ થતા ધીરે ધીરે આવિર્ભાવ થતી આત્મશક્તિના અલ્પતમ : વિકાસથી માંડી પૂર્ણ વિકાસ સુધીની અવસ્થા તે ગુણસ્થાનક.
“શ્રી સમવાયાંગ સૂત્ર'માં ચૌદ જીવસ્થાન બતાવ્યાં છે. તે ગુણસ્થાનના નામથી પ્રસિદ્ધ છે. કર્મોની વિશુદ્ધિની પ્રાપ્તિ કરવાના ઉપાયોની અપેક્ષાએ ચૌદ જીવસ્થાન કહેલ છે. જીવસ્થાનને જ સમયસાર', “પંચસંગ્રહ’ અને ‘કર્મગ્રંથ'માં ગુણસ્થાન કહેલ છે, જે નીચે પ્રમાણે છે :
૧) મિથ્યાદષ્ટિ ગુણસ્થાન, ૨) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન, ૩) સમ્યક્ મિથ્યાદષ્ટિ ગુણસ્થાન, ૪) અવિરત સમ્યદૃષ્ટિ ગુણસ્થાન, ૫) વિરતાવિરત ગુણસ્થાન, ૬) પ્રમત્ત સંયત ગુણસ્થાન, ૭) અપ્રમત્ત સંયત ગુણસ્થાન, ૮) નિવૃત્તિ બાદર ગુણસ્થાન, ૯) અનિવૃત્તિ બાદર ગુણસ્થાન, ૧૦) સૂક્ષ્મ સાપરાય ગુણસ્થાન, ૧૧) ઉપશાંત મોહ ગુણસ્થાન, ૧૨) ક્ષીણ મોહ ગુણસ્થાન, ૧૩) સંયોગી કેવળી ગુણસ્થાન, ૧૪) અયોગી કેવળી ગુણસ્થાન.
ચૌદ જીવસ્થાન કર્મોના ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ આદિ ભાવાભાવજનિત અવસ્થાઓથી નિષ્પન્ન થાય છે. પરિણામ અને પરિણામીના ભેદોપચાર કરવાથી જીવસ્થાનને ગુણસ્થાન કહેલ છે.
શ્રી સમવાયાંગ સૂત્ર'માં જીવસ્થાનોની રચનાનો આધાર કર્મ વિશુદ્ધિ બતાવેલ છે. “આચાર્ય અભયદેવે' ગુણસ્થાનોને મોહનીય કર્મની વિશુદ્ધિથી નિષ્પન્ન બતાવેલ છે. “આચાર્ય નેમિચંદ્ર અનુસાર ચાર ગુણસ્થાન દર્શનમોહનીયના ઉદય આદિથી હોય છે અને પછીના આઠ ગુણસ્થાન ચારિત્રમોહના ક્ષયોપશમ આદિથી નિષ્પન્ન થાય છે. બાકીના બે યોગના ભાવાભાવના કારણથી થાય છે. દેશવિરતિ ધર્મના આધારે વતી શ્રાવકનું સ્થાન
દેશવિરતિ ધર્મના આધારે વ્રતી શ્રાવકનું સ્થાન પાંચમા ગુણસ્થાનમાં આવે. પાંચમા ગુણસ્થાનનું નામ દેશવિરત ગુણસ્થાન છે. તેને સંયતાસંયત, વિરતાવિરત પણ કહે છે. દેશવિરતિ ગુણસ્થાન
કોઈ પણ સમ્યકત્વવાળો જીવ જ્યારે સમ્યક શ્રદ્ધાની સાથે વ્રત પ્રત્યાખ્યાનની રુચિવાળા હોય છે, અથવા વ્રત પ્રત્યાખ્યાન ધારણ કરે છે, પાપોનો દેશત: ત્યાગ કરે છે, તેને વ્યવહારથી પાંચમું દેશવિરત ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનવાળાને શ્રાવક કે શ્રમણોપાસક કહે છે.
નિશ્ચય દષ્ટિએ મોહનીય કર્મની અપ્રત્યાખ્યાન કષાય ચતુષ્ક રૂપ ચાર પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિ અને અનંતાનુબંધી