________________
જીવ અહિંસ્ય છે. એટલે કોઈ જીવની હિંસા કરવી નહિ. સમતા જ અહિંસા છે.
‘શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર' સંવરદ્વાર ૧/૨માં અહિંસાના નિર્વાણ, નિવૃત્તિ, સમાધિ, શાંતિ વગેરે સાઠ ગુણયુક્ત નામ છે, જે અહિંસાના વિસ્તૃત અર્થ પ્રગટ કરે છે.
આચાર્ય ભિક્ષુજીએ અહિંસા માટે ‘અનુકંપારી ચોપાઈ ઢાલ' ૮/૩માં દયા શબ્દનું નિરૂપણ કર્યું છે. તેમના અનુસાર છ કાયના જીવોની ત્રણ કરણ ને ત્રણ યોગથી હિંસા ન કરવી તે દયા છે. આચાર્ય તુલસીએ ‘જૈન સિદ્ધાંત દીપિકા'૬/૮માં પ્રાણોનો નાશ ન કરવો તેમ જ અપ્રમાદ (જતના)ને અહિંસા બતાવી છે.
કોઈ પણ પ્રાણીની હિંસા કરવી નહિ, અહિંસાનો નિષેધાત્મક પક્ષ છે. જ્યારે મૈત્રી, કરુણા, ઉદારતા વગેરે વિધેયાત્મક પક્ષ છે. આમ દ્રવ્યહિંસા અને ભાવહિંસા બન્ને હિંસાનાં સ્વરૂપો છે. દ્રવ્યહિંસાનો સંબંધ કાયિક હિંસા સાથે છે. આ હિંસાનો બાહ્ય પક્ષ છે. જ્યારે ભાવ હિંસાનો સંબંધ વિચારો સાથે છે.
અહિંસાનો વ્યાવહારિક હેતુ
‘શ્રી દશવૈકાલિક સૂત્ર’ ૬/૧૧માં બતાવ્યું છે કે,
सव्वे जीता वि इच्छंति जीवितं न मरिज्जिउं ।
અર્થાત્ : બધા પ્રાણીઓને જીવન પ્રિય છે. અને પ્રત્યેક પ્રાણીમાં જિજીવિષા અને સુખાકાંક્ષાની ચાહ રહે છે, બધા પ્રાણીઓ જીવિત રહેવા ચાહે છે, કોઈ પણ મરવા ચાહતું નથી.
ઉપર્યુક્ત બન્ને મનોવૈજ્ઞાનિક સત્યોના આધાર પર જ અહિંસાને અધિષ્ઠિત કરવામાં આવી છે. પ્રાણીમાત્રની સાથે ઉચિત વ્યવહાર કરવો જોઈએ. આ તથ્ય આધ્યાત્મિક દૃષ્ટિથી જેટલું સત્ય છે, તેટલું જ નૈતિક દૃષ્ટિથી મનનીય છે. એનાથી માનવ જીવનમાં સુરક્ષા, સ્વતંત્રતા અને સમાનતાનું વાતાવરણ બનાવી શકાય છે.
અહિંસા વ્રતની મર્યાદા
જૈનધર્મમાં ત્રણ કરણ અને ત્રણ યોગથી મહાવ્રતોનું પાલન અનિવાર્ય છે. ત્રણ કરણ અને ત્રણ યોગની ચર્ચા જૈનદર્શનમાં જેટલી સ્પષ્ટ મળે છે, એવી અન્યમાં મળતી નથી.
મન, વચન અને કાયાથી કોઈ પણ જીવનો વધ કરવો નહિ, કરાવવો નહિ અને કરવાવાળાને અનુમોદના કરવી નહિ. આગમની ભાષામાં યોગનો અર્થ છે મન, વચન અને શરીરની ક્રિયા. સાધારણ દૃષ્ટિથી આ ક્રિયા છે પરંતુ જેટલું પણ કરવામાં આવે છે, કરાવવામાં આવે છે અને અનુમોદના કરવામાં આવે છે, એનું સાધન બને છે મન, વચન અને શરીર. આ દૃષ્ટિથી એને કરણ પણ કહી શકાય.
અહિંસા મહાવ્રતનું પાલન ત્રણ કરણ અને ત્રણ યોગ વડે બતાવ્યું છે. સાધુ અહિંસા મહાવ્રતનું પાલન ત્રણ કરણ અને ત્રણ યોગ વડે સંપૂર્ણપણે કરે છે.
‘યોગ સૂત્ર’ ૨/૩૪માં અહિંસાના સત્યાવીસ વિકલ્પો બતાવ્યા છે. કૃત, કારિત અને અનુમોદના ને ક્રોધ, લોભ અને મોહ વડે ગુણવાથી (૩ × ૩ = ૯) નવ થાય અને આ નવને મૃદુ,
309 »