________________
આમ બધા જ દેશ અને બધા કાળમાં મન, વચન, કાયાથી એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પ્રાણીઓના પ્રાણોની ઘાત કરવી નહિ અર્થાત્ જીવોની રક્ષા કરવી તે અહિંસા મહાવ્રત છે. અહિંસાનો અર્થ
નગ પૂર્વક હિસિ હિંસાવાન્ ધાતુથી અહિંસા શબ્દ બને છે. કાયિક, વાચિક અને માનસિક હિંસાનો સર્વથા અભાવ અહિંસા છે.
“આપ્ટે સંસ્કૃત હિન્દીકોશ'/૧૩૪ અનુસાર અનિષ્ટકારી કાર્યનો અભાવ તેમ જ કોઈ પણ પ્રાણીને મારવું નહિ, મન, વચન અને કર્મથી કોઈને પણ પીડા આપવી નહિ અહિંસા છે.
પ્રમાદ અને કષાયોના વશીભૂતથી દસ પ્રાણોમાંથી કોઈ પણ પ્રાણનો વિયોગ ન કરવો અહિંસા છે.
નિષ્કર્ષની ભાષામાં હિંસાનો અભાવ અહિંસા છે. જૈનધર્મ દર્શનમાં અહિંસાને સર્વભૂત ક્ષેમકરી (કલ્યાણકારી) અને માતા તુલ્ય માની છે. કારણ કે અહિંસક આચાર-વિચારમાં માનવનો વિકાસ નિશ્ચિત છે.
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સંવરદ્વાર ૧/૩માં અહિંસાનું અનેક વિશેષણો, ઉપમાઓ દ્વારા ભાવપૂર્ણ ચિત્ર અભિવ્યક્ત કર્યું છે. દશવૈકાલિક સૂત્ર' ૬/૯માં ભગવાન મહાવીરે આચારના અઢાર સ્થાનોમાં અહિંસાને પ્રથમ સ્થાન આપ્યું છે. સમગ્ર જૈન આચાર વિધિનાં કેન્દ્રસ્થાનમાં અહિંસા જ છે. એના આધાર ઉપર જ શ્રમણાચાર અને શ્રાવકાચારનું સ્વરૂપ નિર્ધારિત છે. જીવનના દરેક ક્રિયા કલાપમાં ભલે તે નિવૃત્તિપરક હોય કે પ્રવૃત્તિપરક તેની પૃષ્ઠભૂમિમાં અહિંસાનો ભાવ અવશ્ય છુપાયેલો છે.
‘પંચસંગ્રહ' અનુસાર સત્ય વગેરે જેટલા વ્રત છે, તે બધાં અહિંસાની સુરક્ષા માટે છે.
યોગશાસ્ત્ર અનુસાર ‘હિંસા પસ: પતિમૂતાન્સત્યવ્રતાનિ યા' અર્થાત્ અહિંસા જલ છે, સત્ય આદિ તેની રક્ષા માટે સેતુ છે.
આમ પાંચ મહાવ્રતોમાં અહિંસાને પ્રથમ મહાવ્રતના રૂપમાં સ્વીકૃતિ મળી છે. તેની વ્યાપકતા અને મહત્તાનું સ્વયંભૂ પ્રમાણ છે. અહિંસા મૂળ વ્રત છે. શેષ ચાર વ્રત તેની રક્ષા માટે છે. અહિંસાનું સ્વરૂપ
જૈનધર્મમાં અહિંસાનું સૂક્ષ્મ અર્થમાં પ્રતિપાદન કર્યું છે. જે નિષેધાત્મક અને વિધેયાત્મક બન્ને સ્વરૂપોને ગર્ભિત કરે છે. જૈનધર્મમાં અહિંસાનો આધાર આત્મતુલાનો સિદ્ધાંત છે.
“શ્રી આચારાંગ સૂત્ર’ ૪/૧માં કહ્યું છે કે, सव्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा, सव्वे सत्ता ण हन्तव्वा, न अज्जावेयन्वा, न परिधेयन्वा,
પરથાયબ્ધી, ન ૩યા સ ધખે સુદ્ધ | અર્થાત્ : સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સર્વ સત્ત્વને (લાકડી આદિથી) મારવું નહિ, બળજબરીથી તેના ઉપર શાસન ચલાવવું નહિ, તેઓને દાસ બનાવવા નહિ, તેઓને પરિતાપ આપવો નહિ અને તેઓના પ્રાણનો નાશ કરવો નહિ. આ જ ધર્મ શુદ્ધ, નિત્ય અને શાશ્વત છે. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર' ૧/૧/૪માં પણ કહ્યું છે કે બધા જીવોને દુ:ખ અપ્રિય છે, અતઃ બધા
-- 303