________________
કડી નંબર ૪માં કવિ તત્ત્વવિચારથી આત્માને ઉજજવળ બનાવવાની તેમ જ હવે સાતમા વ્રતને યાદ કરવાનું કહે છે.
આવી રીતે તત્ત્વનો વિચાર કરીને આત્માને ઉજજ્વળ બનાવવો અને પછી સાતમા વ્રતને યાદ કરવાનું કહે છે કે જેનાથી ભવ પાર લઈ શકીએ.
ઢાલ ૬૪ . દેસી. સુણો મેરી સજની..// રાગ કેદારો //. સતમ વરત સંભારો ભાઈ રે, ચઉદઈ નીમ જ કરો સખાઈ રે / નીત સંષેપો એકચીત લાઈ રે, હંસા નિં ૭ઈ એ હીતદાઈ રે //૫ // સચીત નીવારો, દ્રવિ સંપો રે, વીગઈ વીચારી લિજઈ રોખો રે / એથી વાઘઈ વીજઇ વસેલો રે કામિં લહીઈ દૂગતિ એકોરે //૬ // વહાણઈ કે માંન સુ કીજઇ રે, મુખિ તંબોલહ વજેકિં દીજઇ રે / વસ્ત્ર કુશમની વગતિ કરીજઇ રે. વાહન સુઅણ વલેપ ગુણીજઇ રે //૭ // વીષઈ નીવારો પંથ સંભારો રે, નાહણ નવણનો બોલ સુધારો રે /
ભાત સું પાણી વીધિંઈં વીચારો રે, નીમ સંભારી આતમ તારો રે //૮ // ઢાલ - ૬૪ કડી નંબર પથી ૮માં કવિ “ભોગ ઉપભોગ પરિમાણ' નામે બીજા ગુણવ્રતનું સ્વરૂપ દર્શાવે છે. તેમ જ સાતમા વ્રતમાં પોતે આહાર વગેરે તમામ બાબતોમાં કેટલા પદાર્થ ભોગવી તથા રાખી શકે તેની મર્યાદા નિશ્ચિત કરવાની છે. એમાં મૂળ ચૌદ નિયમ નિત્ય લેવાના હોય છે. આ વાતનું આલેખન કર્યું છે. ' હે ભાઈઓ તેમ જ મિત્રો! તમે સાતમું વ્રત યાદ કરો અને નિત્ય ચૌદ નિયમની બાધા લો. મનને સ્થિર રાખીને રોજ મર્યાદા ઓછી કરો. આત્મા માટે એ લાભદાયી છે.
કવિ ચૌદ નિયમને સમજાવતાં કહે છે કે, જેમ કે સચિત્ત વસ્તુનો ત્યાગ કરવો. દ્રવ્યની સંખ્યા તેમ જ પ્રમાણ ઓછા કરવાં, તેમ જ વિગય (દૂધ, ઘી, તેલ વગેરે) વિચારીને રાખવાં કારણ કે એના થકી વિષય કામના વિશેષથી વધે છે. આમ કામ વાસનાથી દુર્ગતિ મળે છે. વળી જોડાં પગરખાંની જાત અને સંખ્યાની સારી મર્યાદા કરવી. મુખમાં એલચી, પાન બીડાં વગેરે મુખવાસ વિવેકથી લેવો. તેમ જ વસ્ત્ર અને ફૂલોને જુદા ગણી મર્યાદા કરવી. વળી ગાડી, મોટર આદિ વાહન તેમ જ પાટ, પલંગ આદિ સૂવાનાં સાધનો અને સુખડ, તેલ આદિ વિલેપન કરવાની વસ્તુઓ ગણીને લેવી. પોતાના ધર્મને યાદ કરી વિષય વાસનાનો ત્યાગ કરવો. નહાવાના પાણીની મર્યાદા પણ ધારવી. તેમ જ ધાન્ય અને પેય પદાર્થની મર્યાદા પણ વિચારવી. આવી રીતે નિયમો યાદ કરીને આત્માને શ્રેષ્ઠ બનાવવો.
દૂહા | આતમ આપસું તાર જે. પંચ અતીચાર ટાલિ / પનર કરમાદાન પરહરે, મ પડીશ પાપ અંજલિ //૯ //