________________
•
કડી નંબર ૯માં કવિ સાતમા વ્રતના પાંચ અતિચાર અને પંદર કર્માદાનને છોડવાનું કહે છે.
આ વ્રતના પાંચ અતિચારને ત્યજીને તું તારા આત્માને તારજે. વળી જે કામો તથા વેપાર કરવાથી ગાઢાં પાપ બંધાય તેવા પંદર કર્માદાનને પણ છોડજે. આવા પાપ જંજાળમાં પડીશ નહિ.
ઢાલ|| ૬૫ ।।
દેસી. શ્રી સેગુજો તીર્થ સાર ।। રાગ. દેસાગ || પાચ અતીચાર એહના ટાલુ, અચીત ઠાંમિ મત સચીત નેહાલો । અચીત વસ્તુ સચીત પ્રતબંધ, ટૂરિ કરે એ જાંણિ અસ્મુધ ||૧૦|| ઉપક દૂપક તુછ ઔષધી કહીઇ, ભક્ષત કરતાં સુખકિમ લહીઇ । ઓલા ઊંબી પુહુકમ ખાઓ, પાપડી ઊંપરિ પ્રેમ મ લાઓ।।૧૧ //
એ નીપજતાં જીવ જ ઘાત, કઠણ હઈઉં વલી હોઇ દૂરદાંત । અય્યન કર્મ જે ઘણુંઅ અભ્યાસઇ, જીવદયા તેહની તવ ન્હાસઇ ।।૧૨।।
ધાંન શલ્યાં મમ ભરડો ભાઈ, જીવ હણંતા દૂરગતી ખાઈ । જસ્યુરો વાહાલો પોતાનો પ્રાણી, જીવ રાખો નિ તેહેવા જાણી ||૧૩ ||
વાલુ અસુર્યું તે નિ કીજઇ, ઊદય વિનાં મુખ્ય અને ન દીજઈ । સુત્ર સીધાંતિ એહ વીચાર, પાલઇ તે નર પાંમઇ પાર ।।૧૪ ||
અભ્યખ્ય બાવીસઈ તે નવી ભજીઇ, અનંતકાય બત્રીસઇ તજીઇ । જીવ રાખો પોતાનિ ઠામ્ય, જીમ વસીઇ સીવમંદીર ગાંમ્ય ||૧૫ ||
ઢાલ – ૬૫ કડી નંબર ૧૦થી ૧૫માં કવિએ સાતમા વ્રતના પાંચ અતિચારનું સ્વરૂપ દર્શાવ્યું છે.
કવિ કહે છે કે, સાતમા વ્રતના પાંચ અતિચાર ત્યજવા. જેમ કે અચિત્ત વસ્તુની જગ્યા પર સચિત્ત વસ્તુ પર સ્નેહ રાખો નહિ. (લેવી નહિ.) તેવી જ રીતે સચેત વસ્તુ સાથે લાગેલ અચેત વસ્તુ અશુદ્ધ માની તેને દૂર કરવી. (લેવી નહિ.) વળી જે અપકવ, દુષ્પકવ વસ્તુ, તેમ જ તુચ્છ વનસ્પતિ (ઔષધિ) કહ્યાં છે તેનું ભક્ષણ કરવાથી સુખ કેવી રીતે મળે? જેમ કે, ઓળા, ધાન્યનાં ડૂંડા, પોંક ખાવા નહિ, વળી વાલની સીંગ, પાપડી વગેરે ઉપર રાગ ભાવ રાખવો નહિ. આ બધું બનાવવામાં ઘણા જ જીવોની ઘાત થાય છે, જે કઠણ હૃદયવાળાને પણ કાબૂમાં રાખવું મુશ્કેલ હોય છે. હંમેશા
આવા ઘણાં અગ્નિકર્મ કરવાથી તેની જીવદયા જતી રહે છે.
સડેલાં ધાન્યને દળવાં નહિ, જીવને હણવાથી દુર્ગતિની ખાઈ મળે છે. જેવો પોતાનો પ્રાણ વહાલો છે તેવા બીજા જીવોના જાણવા, એવું મનમાં રાખવું. વળી ભોજન સૂર્ય આથમ્યા પછીના સમયમાં (અસુર) કરવું નહિ. તેમ જ સૂર્ય ઉગ્યા વિના મુખમાં અન્ન મૂકવું નહિ. સૂત્ર-સિદ્ધાંતમાં પણ આ વિચાર દર્શાવ્યો છે. જે મનુષ્ય તેનું પાલન કરે છે તે પાર પામે છે. તેવી જ રીતે બાવીશ અભક્ષ્યને ખાવાં નહિ અને બત્રીસ અનંતકાયને છોડવાં. આમ જીવને પોતાના કાબૂમાં રાખો કે જેથી શિવમંદિરરૂપી મોક્ષમાં વાસ મળે.