________________
દૂહા. સીધનગરી હાં સો વસઈ, ન કરઈ અભખ્ય સુ આહાર |
ભખ્ય અભખ્ય ન ઓલખઈ, ધીગ તેહનો અવતાર T૧૬ . કડી નંબર ૧૬માં કવિ જે ભક્ષ્ય અભક્ષ્યને ઓળખતો નથી તેનો અવતાર નકામો છે, એમ કહે છે.
જે અભક્ષ્યનો આહાર કરતાં નથી તે સિદ્ધનગરીમાં જઈ વસે છે પરન્તુ જે ભક્ષ્ય અભક્ષ્યને ઓળખતાં નથી તેનો અવતાર નકામો છે. (ધિક્ક છે.)
ઢાલ || ૬૬ || દેસી. પારધીઆની // રાગ કેદાર ગોડી // અભખ્ય બાવીસઈ જે કહ્યાં રે, તે વાયા ભગવંત્ય / ઊતમ કુલ નર જે લઘુ રે, તો કાં ચાલી કુપંથિ /૧૭ // ભવીકા જન, અભિખ્યતણું બહુ પાપ, વીષમઈ પંથઈ ચાલવું રે / તિહા સબલો સંતાપ, ભવીકાજન, અખ્યતણું બહુ પાપ, આંચલી ઉબર વડલો પીપલો રે, પીપરડી ફલ વાર્ય / ફલહ કબર પરીહરો રે, એમ આપોયું તાર્ય /૧૮ // ભવીકા.
ચ્ચાર વીગઈ જિન જે કહી રે, તે જાણોઅ અભખ્ય / જઈને ધર્મ જગિ જાંણીઓ રે, તો કિમ દીજઇ મુખ્ય 7/૧૯ // ભવીકા. મદીરા મંશ મુખ્ય નહી ભલુ રે, પતિ પૂર્વયની જાય / મધ માંખણના આહારથી રે, પ્રાંણી મઈલો થાય //ર૦ // ભવીકા. મધની ઊતપતિ જોઈ જઈં રે, તો નવી દીસઇ સાર | શ્રવરસ લેઈ માખી વિમઈ રે, તો સ્યુ કીજઇ આહાર //ર૧ // ભવીકા. ગામ જંલતા જેટલું રે, લાગઈ પોઢ પાપ / મધ ભક્ષણથી તેટલું રે, કાં બોલઈ છઈ અપ //ર ૨ // ભવીકા. હીમ કરતા વિષ બિગણાં રે, માટી મુખ્ય મ દેશ / તુમ નીશભોજન પરીહરો રે, સુરારિ રગિં રમેશ //ર૩ // ભવીકા. તુછ ફલાનિ નવી ભખો રે, આંમણ બોર અપાર / જે જગી જંબુ ટીબરૂ રે પીલુ પી, અસાર //ર૪ // ભવીકા. બહબિજની જાતિ જાણીઈ રે, રીગણ નિં પંપોટ / અંતરપટ વિન પીડલું રે, તીહા મમ ટુ ડોટ //રય // ભવીકા. કાય અનંતી ઓલખો રે, ઘોલવડાનું સાખ / અણ જગ્યા ફલ પરહિરો રે, ચલીત રસ અથાણું પાક //ર૬ // ભવીકા.