________________
ઢાલ - ૩૦ કડી નંબર ૪૦થી ૫૦માં કવિએ મુહપત્તિને છોડનાર, ચોથને ત્યજી પાંચમના પર્યુષણ કરનાર તથા ચૌદશને ત્યજી પૂનમ અને પાખી કરનાર, ષટ્કલ્યાણકવાદી વગેરે મતોનો ઉલ્લેખ કર્યો છે.
ભિન્ન ભિન્ન મતાવલીઓના સિદ્ધાંતનો ઉલ્લેખ કરતાં કવિ કહે છે કે, ‘શ્રી અનુયોગદ્વાર’માં મુહપત્તિને દર્શાવી છે. તો તે કયા કારણથી ત્યજી છે, હવે તું કેવી રીતે પાર ઊતરીશ?
વળી કવિ અન્ય મતાવલીને કહે છે કે, તે ચોથ પર્યુષણને મૂકીને પાંચમને અપનાવ્યું છે તેથી પ્રતિક્રમણમાં છઠ્ઠ આવતાં ક્ષેમકુશળ કેવી રીતે રહીશ? ચૌદશ-પાખીને ત્યજીને પૂનમને બહુ આનંદથી સ્વીકારીને કેટલાંય દર્શન કુમતિમાં પડ્યાં છે તેઓ ‘શ્રી સૂયગડાંગસૂત્ર' ને પણ જોતાં નથી. માટે ચૌદશને પાખી તરીકે મનમાં લો અને પાખી સૂત્રને જુઓ. વળી કલ્પસૂત્રમાં પણ તારો જવાબ આપ્યો છે.
કવિ અધિક માસને પણ માનવાની ના પાડે છે અને કહે છે કે, આ મહિનાનું નામ મલ મહિનો છે. બિંબ, પ્રતિષ્ઠા વગેરે મુનિઓનાં કામ બીજા દિવસોમાં કરવાં.
ત્યારે તેના ઉત્તરમાં પ્રતિપક્ષી કહે છે કે, આ માસમાં પુણ્ય અને પાપ તો છે જ. બધાં જ કામો માણસ કરે છે તો પછી હે મૂર્ખ! તું શા માટે અવગણે છે?
ત્યારે સુવિહિત તેને કહે છે કે, તું સાંભળ! મનમાં વસવસો કરીશ નહિ, દાન, શીલ, તપ જેવી નિત્યકરણી તો કરવી જોઈએ પરંતુ જેવી રીતે નપુંસક પુરુષથી ઘરનો કારોબાર ચાલે બધું જ કામ તે કરે છે પરંતુ તેનાથી પુત્ર પ્રાપ્તિ કેવી રીતે થશે. વળી શ્રાવણ મહિનામાં ચોમાસું અને આલોયણાં કરવાથી એક મહિનો તારો ક્યાં જતો રહેશે? આવી તારી સુબુદ્ધિ બોલે છે.
એવી જ રીતે ભગવાન મહાવીરના પાંચ કલ્યાણક છે. મનમાં કોઈ શંકા-સંદેહ કરવો નહિ. ષટ્ (છ) સ્થાપવાથી મતિ મૂઢ થાય તેમ જ તે નર કૂવામાં પડે છે. જિનવચન પ્રમાણે સમકિત શુદ્ધ રાખવું. અહીં કવિ શ્રેણિકરાયને યાદ કરવાનું કહે છે કે જેમણે જિનવરની આજ્ઞા માથે ચઢાવી હતી. દૂહા || શંકાાલ નવિ રાખીઈ, રાખિં બહુ દૂખ હોય ।
આડંખા નિ આંણસઈ, મુઢ મતિ અંગિ હોય ||૫૧ ||
કડી નંબર ૫૧માં કવિ મનમાં શંકા રાખવાથી દુ:ન મળે તેમ જ સમ્યક્ત્વના બીજા અતિચારનું આલેખન કરે છે.
મનમાં શંકા કુશંકા રાખવી નહિ, શંકા રાખવાથી વણું દુ:ખ થાય છે. તેવી જ રીતે મનમાં આકાંક્ષા રાખવાથી મૂઢમતિ મળે છે.
ઢાલ|| ૩૧ ||
દેસી. કાજ સીધા સકલ હવઈ સાર ।। રાગ. શામેરી ।। આણંખા જે મની આણ, અનિ દરસણ સોય વખાણઇ । જિન વચનાં નિ નવિ જાણઈ, વિષધર મંદિમ્હાં આણઇ ।।૫૨ ।।
= ૧૨૫