________________
બ્રહ્મા વિક્ષ્ણ મહેશ વીશાલ, ખેતલ ગોગો નિં આસપાલ । પાત્ર દેવ્યા નિં ગોત્ર દીવી, ફલ એક ન આપિ સેવી ||૫૩ ||
રોગ કષ્ટ થકી મમ કંપો, ઉમયા મુખ્ય ઈસ મ જંપો । નવી માંનો નિં નવી પૂજો, જો જિનવચનાં નિં બુઝો ।।૫૪ ।।
બહુધ સાંખ્ય અનેિં સંન્યાસી, જોગી યંગમ નિં મઠવાસી । જે શાઈવ ડંડ વેશ, અંદ્રજાલીઆ નિ દરવેસ ।।૫૫ ||
એહનું કષ્ટ ઘણેરું જાણિ, મન માહિ સધહણા આંણી । વલી ત્યાહાં તુઝ મતિ પસ્તાણી, દીજઈ મીછાટૂકડ જાંણી ||૫૬||
એહનું શાહાસ્ત્ર સુણીઅ, વખાંણ્યુ સુધુ મન સાથેિ જાણ્યુ । કીધુ મીથ્યાતીનુ કર્ણી, તેણઇ દૂતિ નારી પરણી ||૫૭ ||
તેણઇ સુધગતિ નારી ટેલી, જેણઈ જઈન તણી મતિ મેહેલી । સ્યુભ ક્યરણિ તે તસ ખેલી, કરમિ મત્ય કીધી મઇલી ।।૫૮ ।। ઘરબારિ કુઆનેિં નીરિ, સાયર જલ નદીએ નિ તીરિ । દ્રહઈ વાવ્ય સરોવર કંઠિ, પૂણ્ય હેતિ સીસ મછટિ ।।૫૯ ||
એમ ભવ્ય ભવ્ય ભમતાં ભગિ, આણંખા આંણી અંગિં દિઓ મીછાટૂકડ રંગિ, દેવ ગુરૂ જિન પ્રતિમા સંગિ।।૬૦
ઢાલ – ૩૧ કડી નંબર ૫૨થી ૬૦માં કવિએ સમકિતના બીજા અતિચાર આકાંક્ષા અર્થાત્ મિથ્યાત્વીના મતની ઈચ્છા કરવી એના વિષે વિસ્તારથી સમજાવ્યું છે.
કવિ ‘આકાંક્ષા’ અતિચારનું વર્ણન કરતાં કહે છે કે, જે મિથ્યાત્વીના મતની ઇચ્છા કરે છે, તેમ જ તે દર્શનને વખાણે છે તેમ જ જિનવચનને જાણતાં નથી તે મનમંદિરમાં વિષધરને લઈ આવે છે. જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ (મોટા મહાદેવ), ક્ષેત્રપાલ, ગોગો અને આસપાળ તેમ જ પાદર દેવતા અને ગોત્રદેવીઓની આરાધના કરે છે તેને એક પણ ફળ મળતું નથી.
રોગ, આતંક, કષ્ટ જોઈને જો નહિ. જિનવચનોને સમજીને ઉમયાપતિ મહેશને જપો નહિ તેમ જ તેમને માનો પણ નહિ અને તેમની પૂજા પણ કરો નહિ. બૌદ્ધ, સાંખ્ય અને સંન્યાસી, જોગી જંગમ અને મઠવાસી, વળી શૈવ, ત્રિદંડી વેશવાળા, ઈન્દ્રજાલીઆ અને જુદા જુદા વેશવાળા ફકીરો છે, કે જેઓ ઘણું કષ્ટ કરે છે એવું સમજીને શ્રદ્ધા કરી હોય, આમ ત્યાં જ તારી મતિ મુંઝાઈ ગઈ છે. માટે એવું જાણીને ‘મિચ્છામિ દુક્કડમ્’ આપો.
વળી એમનું શાસ્ત્ર સાંભળીને વખાણ્યું હોય, શુદ્ધ મન સાથે જાણ્યું હોય આમ મિથ્યાત્વીની કરણી કરી હોય તો તે નર દુર્ગતિરૂપી નારીને પરણે છે, અને શુભગતિરૂપી નારીને દૂર કરે છે. જેણે
~ ૧૧૨૬
=