________________
પૌષધોપવાસમાં ‘પૌષધ અને ઉપવાસ આ બે શબ્દ છે. પૌષધનો અર્થ ધર્મનું પોષણ અથવા પુષ્ટિ કરનારી ક્રિયા વિશેષ છે. ઉપવાસ એટલે ‘ઉપ’નો અર્થ સમીપે અને ‘વાસ’નો અર્થ છે નિવાસ કરવો. ઉપવાસ શબ્દનો અર્થ આત્મા અથવા આત્મગુણોની સમીપે વાસ કરવો તે છે.
સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી ચોવીસ કલાક માટે અશન, પાણી, ખાદિમ, સ્વાદિમ આદિ ચારે આહારનો ત્યાગ કરવો તે ઉપવાસ છે. પૌષધ અને ઉપવાસરૂપ સમ્મિલિત સાધનાનો અર્થ એ છેકે એક અહોરાત્ર માટે ગૃહસ્થપણાના સર્વ સંબંધોને છોડીને પ્રાયઃ સાધુવત્ થઈને એક નિશ્ચિત સ્થાનમાં રહીને ઉપવાસ સહિત આત્મગુણોની પોષક પ્રવૃત્તિઓ કરવી તે પૌષધોપવાસ છે.
આગમ ગ્રંથોમાં પૌષધના ચાર પ્રકાર કહ્યા છે ૧) આહાર પૌષધ, ૨) શરીર સત્કાર પૌષધ, ૩) બ્રહ્મચર્ય પૌષધ અને ૪) અવ્યાપાર પૌષધ.
ઉપરોકત ચાર પ્રકારના પૌષધમાંથી શ્રાવક ક્યારેક એક, બે, ત્રણ પ્રકારના પૌષધ પણ ધારણ કરી શકે છે. પ્રચલિત પરંપરા અનુસાર ચારે પ્રકારના પૌષધ સાથે થાય, તેને જ પરિપૂર્ણ પૌષધ કહે છે.
પૌષધોપવાસની આરાધના શ્રાવક ગમે ત્યારે કરી શકે છે. તેમ છતાં શ્રાવકોની આરાધના માટે બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ, પાખી વગેરે પર્વ તિથિઓ નિશ્ચિત કરી છે. આગમોમાં શ્રાવકોને મહિનામાં છ પૌષધ કરવાનું વિધાન છે. પૌષધવ્રતનું સમ્યક્ પ્રકારે આરાધન કરનાર અનંત ભવભ્રમણથી મુક્ત થઈ થોડા જ ભવમાં મોક્ષ પદ પ્રાપ્ત કરે છે.
કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં અગિયારમાં પૌષધવ્રતનું સ્વરૂપ દર્શાવીને તેની મહત્તા તેમ જ અતિચારનું આલેખન કર્યું છે. જે ઢાલ - ૭૪ પંકિત નંબર ૮૦૦ થી ૮માં શબ્દસ્થ થાય છે. (૧૨) અતિથિ સંવિભાગ વ્રત (ચોથુ ગુણવ્રત)
અતિથિ - જેના આગમનનો દિવસ કે તિથિ નિશ્ચિત નથી, તે અતિથિ છે. પ્રસ્તુત વ્રતમાં અતિથિ શબ્દ પ્રયોગ પંચમહાવ્રતધારી નિગ્રંથ મુનિરાજ માટે છે. નિગ્રંથ મુનિરાજને ગૃહસ્થને ઘેર ગોચરી જવા માટે કોઈ વાર કે તિથિ નિશ્ચિત હોતા નથી, તેથી તેમના માટે અતિથિ શબ્દ પ્રયોગ યથાર્થ છે.
+
સંવિભાગ : સંવિભાગમાં સમ્ વિભાગ બે શબ્દ છે. સમ્ એટલે સંગતતા કે નિર્દોષતા. વિભાગ એટલે વિશિષ્ટ ભાગ. પોતાના માટે તૈયાર કરેલા ભોજન આદિમાંથી કેટલોક ભાગ સાધુચાર્યના નિયમાનુસાર સાધુને આપવો, તેને અતિથિ સંવિભાગ કહે છે.
પરંપરા અનુસાર બારમા વ્રતમાં સાધુને વહોરાવવા માટે યોગ્ય ચૌદ પ્રકારનાં દાનનું કથન છે. આગમ ગ્રંથોમાં સુપાત્ર દાનનો મહિમા બતાવ્યો છે. સુપાત્ર દાન તે ગૃહસ્થોનું આવશ્યક કર્તવ્ય છે. તેનાથી શ્રાવકમાં ઉદારતાનો ગુણ પ્રગટે છે. સંયમની અનુમોદનાનો લાભ મળે છે.
‘શ્રી ભગવતી સૂત્ર' શતક ૮/૬/૨માં સુપાત્ર દાનના ફળનું કથન દર્શાવ્યું છે કે, સાધુ ભગવંતોને સુઝતા નિર્દોષ પદાર્થો વહોરાવનાર અનંત કર્મોની નિર્જરા કરે છે.
======૦૦ટ