________________
દુનિયામાં આજે એવી બીજી કોઈ ટેકનોલોજી શોધાઈ નથી, જેને કારણે પુસ્તકોનું આયુષ્ય ૧૦૦૦૧૫૦૦ વર્ષ જેટલું લંબાવી શકાય. આમ ઉપર્યુક્ત કથન હસ્તપ્રતની મહત્તા દર્શાવે છે.
તેવી જ રીતે આજનાં આધુનિક સાધનોનો ઉપયોગ કરી માઈક્રોફિલ્મ, ડિજિટલ કોપી કે કપ્યુટરાઈઝ કરવામાં આવે છે પરંતુ આગામી વર્ષોમાં જ્યારે આ સાધનો જુના થઈ જશે, ત્યારે તેમાં સાચવી રાખેલા ગ્રંથોને ઉકેલવા મુશ્કેલ બનશે. આ બધાં કારણોથી જ હસ્તપ્રતોનું મહત્ત્વ સિદ્ધ થાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનસાહિત્યનું યોગદાન
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભક્તિમાર્ગી આદ્ય કવિ નરસિંહ મહેતા પહેલાંનું ઉપલબ્ધ સાહિત્ય પ્રાયઃ જૈનસાહિત્ય છે. ઈ.સ. ૧૪૫૦થી ૧૬૦૦ સુધીનો સમય જૈનસાહિત્ય માટે પુષ્ટિવાન અને વેગવંત રહ્યો. આ સમય દરમ્યાન જૈન સાધુ-સાધ્વી તેમ જ શ્રાવકોએ પોતાની કવિત્વ શક્તિથી વિવિધ સાહિત્ય પ્રવાહ વહેતો કર્યો.
ડૉ. રમણલાલ શાહ લખે છે કે, આ ગાળામાં નાના મોટા બસો કરતાં વધુ જૈન સાધુ અને શ્રાવક કવિઓએ પોતાનું કાવ્યપૂર વહેવડાવ્યું છે. રાસ, ફાગુ અને બારમાસીના પ્રકારોમાંથી રાસનો કાવ્ય પ્રકાર આ ગાળામાં સૌથી વધુ ખેડાયેલો છે.
જૈન મુનિઓએ આત્માનુભૂતિ કે આત્મસાક્ષાત્કાર કરવા માટે જ્ઞાન એ જ મહાન સાધન છે તેવી માન્યતાથી કથાત્મક, ચરિત્રાત્મક અને સાત્વિક સાહિત્યની રચના કરી છે. આ સમય દરમ્યાન જૈન સાધુ કવિઓના હાથે પ્રબંધ રાસ, ફાગુ, વિવાહલો, પૂજા, સ્તવન, સક્ઝાય, ચૈત્યવંદન, સ્તુતિ, આરતી છંદ, બારમાસી, દુહા વગેરે પ્રકારનાં કાવ્ય સ્વરૂપોની વિપુલ પ્રમાણમાં રચનાઓ થઈ છે. આ પરંપરાને ૧૯મી સદી સુધી જૈન કવિઓએ ચાલુ રાખીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. આમ જૈન સાહિત્ય જ્ઞાન અને ભક્તિમાં મહત્ત્વનું ગણાયું છે. મધ્યકાલીન (જૈન) સાહિત્યમાં વિવિધ સ્વરૂપે રચાયેલાં કાવ્યો નીચે પ્રમાણે છે (૧) પ્રબંધ : ઐતિહાસિક પાત્રો, ધર્મિષ્ટ ચારિત્રવાન પુરુષસંબંધી કાવ્ય પ્રકાર ચોપાઈ, દોહરા,
સવૈયા વગેરે. (૨) ફાગુ : વસંતઋતુના વર્ણનનો એક ગેય પ્રકાર છે. તેને ફાગુ કહે છે. (૩) રાસ : રાસ એ ગુજરાતી ભાષાનો પૂર્વકાલીન અને ગુજરાતી ભાષાને વારસામાં મળેલો એક
સાહિત્ય પ્રકાર છે. (૪) ગીત : ગીત એ કાવ્યનું એક સ્વરૂપ છે કે જે વાદ્યો સાથે સંગીતાત્મક રીતે ગાઈ શકાય.
વિવાહલો : વિવાહ એટલે લગ્ન. જેમાં લગ્ન સહિતનું વર્ણન આવતું હોય એવા ગદ્ય ગ્રંથ કાવ્યને વિવાહલો કહે છે.
સ્તુતિ : સ્તુતિ એ પ્રભુ પૂજાનું એક મહત્ત્વનું અંગ છે. એ જિનેશ્વરોના વિદ્યમાન ગુણોની યોગ્ય પ્રશંસારૂપે ગવાતું કાવ્ય.